જામનગરમાં ચેઈન સ્નેચીંગ કરનાર ત્રિપુટી થઈ જેલહવાલે

જામનગર તા. ૨૦ઃ જામનગરમાં મહિલાઓના ગળામાંથી ચેઈન ઝુંટવી લેનાર ત્રિપુટીએ પોલીસની પ્રાથમિક પુછપરછમાં બાઈક આપનાર શખ્સનું નામ ઓકી નાખ્યું છે. ત્રણ આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા છે.

જામનગરના રેલવે સ્ટેશન રોડ પરથી ગુરૃવારે પોલીસે ઉત્તરપ્રદેશના રામસેવક રતીરામ, શંકર ઉર્ફે રીન્કુ ધર્મસિંહ તથા મોહન શ્રીરામ ડાભી નામના ત્રણ શખ્સોને સોનાના ચાર ચેઈન તથા બાઈક સાથે પકડી પુછપરછ કરતા આ શખ્સોએ જામનગર શહેરમાં ગુલાબનગર, હાટકેશ્વર સહિતના વિસ્તારોમાંથી ચાર મહિલાઓના ગળામાંથી ચેઈન સ્નેચીંગ કર્યાની કબુલાત આપી હતી.

આ શખ્સોની વધુ પુછપરછ કરાતા તેઓએ ગુન્હામાં વાપરેલી બાઈક જામનગરના સ્થાનિક બંસી ચંદ્રમુખી નામના શખ્સે આપી હોવાની કબુલાત આપતા પોલીસે બંસીની પણ ધરપકડ કરી છે. રીમાન્ડની માંગણી સાથે ત્રણ આરોપીઓને પીઆઈ એચ.બી. ગોહિલે અદાલતમાં રજુ કરતા તેઓને જેલહવાલે કરવામાં આવ્યા છે.

close
Nobat Subscription