સેલવાસમાં વડાપ્રધાન બોલ્યા મહાગઠબંધન મોદી વિરૃધ્ધ નહીં દેશના લોકો વિરૃદ્ધ છે / મહારેલીમાં મમતા બેનર્જીના સ્ટેજ પરથી શત્રુધ્ન સિંહા બોલ્યા સાચુ બોલવું બળવાખોરી કહેવાય તો હું છું બળવાખોર /હાસ્ય લેખક તારક મહેતાના નિધન પછી તેમના પત્ની ઈન્દુ તારક મહેતાનું ૭પ વર્ષની વયે નિધન / યુએસમાં આવ્યું બ્લોક બસ્ટર વાવાઝોડુંઃ કેલિફોર્નીયામાં નિપજયાં પ વ્યક્તિના મૃત્યુઃ ૧૦ કરોડ લોકો પર જોખમ / ર૩૭ પેસેન્જર સાથે ગુમ થયેલા એમએચ- ૩૭૦ પ્લેનનો ભેદ ઉકેલાશે? પ્લેન ક્રેશ થયાનો વડિયો મળ્યો /

કલા કલમ કલદાર

આચમન

'આચમન' માં આજે ગુજરાતીના જાણીતા કવિ અને ગદ્યકાર કિર્તીકાન્ત પરોહિતની વાર્તા 'ઊછીનું' પ્રસ્તુત કરવામાં આવી છે.

ઉછીનું

ઘરમાં શાંત ચહલપહલ પડઘાતી હતી. બહાર સ્વજનો અને ઓળખીતાઓ એકઠા થવા માંડયા હતા. બધાથી અલિપ્ત નરોત્તમદાસ સોફા પર બેઠા અનિમેષ કલાગૌરીના ચહેરા પર મીટ માંડી રહ્યા હતા. તેઓ વિચારી રહ્યા હતા - કેટલા શાંત ભાવ સાથે બંધ નયન છે! ચહેરા પર સંતોષ છલકાય છે. કલાનો આ સદાનો સ્થાયી ભાવ હતો. પગ પાસે દીકરો સૌમિલ અને દીકરી દીપા બેઠા હતા.

એક સ્વજને બારણામાંથી ઈશારો કરતા સૌમિલે ધીરે રહી પપ્પાને નીચે બેસાડયા. તેઓ કલાગૌરીના મુખ પાસે બેઠા એટલે બે જણા સોફાને ઊંચકી બહાર લઈ ગયા. બેઠકખંડ ખાલી કરવાનો હેતુ હતો. નરોત્તમદાસે ધીરે રહી કલાગૌરીના માથે જાણે પરસેવો લૂછતા હોય તેમ હાથ ફેરવ્યો.

આછા છાણ લીંપણના ચોકા ઉપર કલાગૌરીના મૃતદેહને સુવાડેલો હતો. ધીમે રહી દીધા ઊઠી અને ડૂસકા લેતા લેતા નરોત્તમદાસને મૃતદેહથી સહેજ દૂર ખુરશીમાં બેસાડયા. લોકો આવી મૃતદેહ ફરતે પ્રદક્ષિણા ફરતા ફૂલહાર કે ફૂલ ચઢાવતા હતા. અંદર રસોડામાં પુત્રવધૂ હરિતા એક બુઝૂર્ગ માજીના સૂચન મુજબ આખરી વિદાયની તૈયારી કરી રહી હતી. બહાર જમાઈ ગૌરાંગ આવેલા સ્વજનો સાથે શબવાહિની માટેની સૂચના આપવામાં વ્યસ્ત હતા.

હજુ પરમદિવસે તો નરોત્તમદાસ અને કલાગૌરીના લગ્નજીવનની પચાસમી વર્ષગાંઠ ઉજવવાનો આનંદ ઘરમાં પ્રસરેલો હતો. સૌમિલ અને તેનું કુટુંબ પૂનાથી અને ન્યુઝીલેન્ડથી દીપા તેના પરિવાર સાથે ખાસ આ જ પ્રસંગ માટે આવ્યા હતા. કલાગૌરી પણ ખૂબ આનંદમાં હતા અને તે દિવસ ન જાણે તેમનું દર્દ પણ ક્યાંક ગાયબ થઈ ગયું હતું.

નરોત્તમદાસ ઈશારાથી ધીમે રહી સૌમિલને પાસે બોલાવ્યો અને કહ્યું કે તેઓ પણ સ્મશાને આવશે.

સૌમિલે કહ્યું ઃ 'પણ.... પપ્પા...'

'હું જાણું છું તું શું કહેવા માંગે છે પણ ભાઈ, રિવાજ તો એના માટે છે કે જેને ફરી લગ્ન કરવાની ઈચ્છા હોય, હું તે સ્વપ્ને પણ વિચારી ન શકું. જેણે જીવનભર સાથ આપ્યો તેની છેલ્લી યાત્રામાં હું ન જઉં તે બને જ નહી.'

દસેક મહિના પહેલાં જ્યારે કલાગૌરીના અસાધ્ય કેન્સરનું નિદાન થયું ત્યારે ઘર પર જાણે વીજળી પડી હતી. સૌમિલ અને દીપા તરત દોડી આવ્યા હતા. છોકરાઓએ માને અમેરિકા સુધ્ધા લઈ જવાની તૈયારી બતાવી હતી, પરંતુ ડોકટરે હાથ ધોઈ નાખ્યા હતા. કેન્સર લગભગ છેલ્લા તબક્કામાં હતું ત્યારે ડિટેક્ટ થયું હતું. નિદાન થયા પછી કલાગૌરી કેમોથેરપીની યાતનામાંથી પણ પસાર થવા માંગતા નહોતા.

જ્યારે દર્દની જાણ થઈ ત્યારે કલાગૌરી તો સ્વસ્થ જ હતા પણ નરોત્તમદાસ અત્યંત વ્યથિત થયા હતા. તેઓ આ નિદાન કબૂલ જ રાખી શક્યા નહોતા.

'દાસ, તમે ખોટા દુઃખી થાવ છો. શરીર પાસેથી બહુ કામ લીધું છે. હવે તેને તેનું કામ કરવા દો.'

'ના કલા, તમારા વગરની જિંદગી કલ્પવી પણ મુશ્કેલ છે. આપણે જરૃર આનો ઉપાય શોધી કાઢશું. અઠવાડિયા પહેલાં મનેય પેટમાં દુઃખવા આવ્યું હતું, પરંતુ દવા લેતા બીજે દિવસે કેવું મટી ગયું હતું! તમારું પણ કેમ ન મટે?'

કલાગૌરી મંદ હસ્યા, પણ તેઓ દાસનું દિલ તોડવા માગતા ન હતા એટલે મૌન રહ્યા. ગઈ લગ્નની તિથિએ બંને સંતાનોના ફોન પર અભિનંદનના મેસેજ આવ્યા પછી બંને તેમના લગ્નજીવનને વાગોળતા બેઠા હતા. એક વર્ષ પછી પચાસમી લગ્નની તારીખ પરિવારસહ ઉજવવા બંને સંતાનો ખૂબ ઉત્સાહિત હતા. નરોત્તમદાસે તેમના લગ્નની વાત તાજી કરી અને બંનેએ કેવી રીતે એકબીજાને જોયા હતા તે યાદ કરી ખૂબ હસ્યા.

બંને કુટુંબોના વડીલોની ગોઠવણ મુજબ નરોત્તમદાસ તેમના માબાપ સાથે શહેરના સાર્વજનિક બગીચામાં રવિવારે આવે, જ્યાં તેઓ બેઠા હોય અને અગાઉથી નક્કી કરેલી જગ્યાએ કલાના મા-બાપ તેને લઈ દૂરથી નીકળે. મા-બાપોના ઈશારા દ્વારા બંને એકબીજાને જોઈ લે તેવું આયોજન થયેલું. જમાના પ્રમાણે બંને આમ પસંદ થયેલા. નરોત્તમદાસ કેમિકલ એન્જિનિયર થયા પહેલાં પરણવા માગતા નહોતા તેથી કલાને મેટ્રિક સુધી ભણવા મળ્યું હતું.

એ યાદ વાગોળતા હસતા-હસતા બંને બેવડ વળી ગયા તે સમયે જ કલાને ઓચિંતુ પેટમાં દર્દ ઉપડયું હતું તે સમયે તો ડોકટરની દવાથી શાંતિ થઈ હતી પણ પછીના તબક્કે દર્દ ઉપડતા તપાસોનો દોર બે મહિના ચાલ્યો અને છેવટે બાયોપ્સીમાં દર્દ પકડાયું ત્યારે દાસ ભાંગી પડયા.

'કલા, આખી જિંદગી હું તો પેટ્રોલિયમ પ્લાન્ટોની નોકરીમાં ઓમાન, મસ્કત, કુવૈત, સાઉદી વગેરે જગ્યાઓએ ફરતો રહ્યો અને તમે જ બાળકોના ઉછેરથી માંડી તેમના અભ્યાસ અને લગ્ન સુધ્ધાંની જવાબદારી નિભાવી હતી. હું તો ફકત પ્રસંગ પૂરતી જ હાજરી આપતો.'

'દાસ, એ તો બધી મારા ઠાકોરજીની કૃપા હતી. મારા ઠાકોરજીએ જ એ બધું મારી પાસે કરાવ્યું હતું. એની મહેરબાની વગર પાંદડુંય ના હાલે.'

'એ વાત તો સાચી. તમારા ઠાકોરજીને તમારા તરફ અનહદ લગાવ છે. બાએ પથારીવશ થયા પછી તમને ઠાકોરજીની પૂજા સોંપી બાદ તમે એકપણ દિવસ પૂજા પડવા દીધી નથી. તમને ઈચ્છા પ્રમાણે સંતાનો ઉપરાંત ગુણિયલ વહુ અને સંસ્કારી જમાઈ પણ મળ્યા. બહુ ઓછાના નસીબમાં આ સુખ હોય છે. ઠાકોરજી જાણે તમે કહો તેમ કરે છે.'

'મારા ઠાકોર તો મહાદયાળુ છે.'

'તો એ ઠાકોરજીને કહો કે તમારું દર્દ મને ઉછીનું આપી દે.'

'તમેય શું દાસ, ગાંડા કાઢો છો! એમ દર્દ તો થોડા ઉછીના દેખાય? બધે રૃપિયા-પૈસાનો નિયમ થોડો લાગુ પડે?'

'મારી તો જિંદગી આખી રૃપિયા કમાવવામાં ગઈ છે. મને અધ્યાત્મની બાબતોની કશી ગતાગત નથી પણ મેં સાંભળ્યું છે કે મોટા મોટા સંતો-ભકતોના દર્દ પોતે લઈ લે છે. તમે ક્યાં સંતથી કમ છો? મારા મતે ઠાકોરજી તમને હાજરાહજૂર છે. જુઓને તમારી બધી વાત નથી માનતા? તો તમે કહો તો તમારું દર્દ પણ મને ઉછીનું આપી દે.'

'શું દાસ, તમેય ગધેડાને તાવ ચડે એવી વાત લઈને બેઠા છો? સંતો બીજાનું દર્દ લઈ લેતા હોય છે. દર્દીને દર્દ આપવાનો પ્રયોગ નથી કરતા. તમને શું કરવા કંઈ થાય?'

'જુઓ, સાંજે દર્દ ઉપડે છે ત્યારે ધ્યાનમાં બેસવું છે કહી તમે બેડરૃમ બંધ કરી બેસી જાવ છો અને મનેય કલાક-દોઢ કલાક આવવા નથી દેતા પણ એનું રહસ્ય હું જાણું છું. એક દિવસ આડું કરેલું બારણું સહેજ ઉઘાડી મેં ડોકિયું કરેલું. કારણ કે મને તમારા રૃદન જેવા ઉંહકારા સંભળાયેલા અને હું હલબલી ગયેલો. કારણ કે તમે અત્યંત દુઃખથી બેવડ વળીને પેટ દાબી મોટેથી રડવું ન આવે તેવો પ્રયત્ન કરતા હતા. લગભગ એ સિલસિલો રોજ ચાલુ રહ્યો છે તે હું જાણું છું.'

'એ તો તમારો જૂનો વિરહ યાદ આવી ગયેલો એટલે રડવું આવી ગયેલું.'

'ના, એવું નથી. હું ગમે તે ઓરડામાં હોઉં તમારું દર્દ મારા સુધી પહોંચ્યા વગર રહે જ નહિ. જુઓ કલા, આ ઘરને તમારી જરૃર છે. હું તો આમેય નિવૃત્ત અને કામ વગરનો માણસ છું. બે-ત્રણ વર્ષમાં સૌમિલ એનો પ્રોજેકટ પૂરો થશે એટલે અહીં જ આવવાનો છે. તેના બાળકોને દાદા કરતા દાદીની માયા વધારે છે. એમને મોટા કરી આપણા સંતાનો જેવા સંસ્કારી બનાવવાના છે એ બધું તમારા વિના બીજું કોઈ ન કરી શકે. એટલે જ કહું છું કે ઠાકોરજીને કહી દર્દ મને ઉછીનું આપી દો.'

'બસ, હવે બહુ થયું. તમારે મને રડાવવી જ છે? મારા સમ, હવે જો આવી વાતો ફરી કાઢી છે તો!'

તે દિવસે તો વાત ત્યાં અટકી પડી પણ કલાગૌરીનો સાંજ પડયે બેડરૃમમાં ભરાઈ જવાનો ક્રમ ચાલુ જ રહ્યો. નરોત્તમદાસ અનુભવી રહ્યા હતા કે દિવસે દિવસે કલાનું દર્દ અસહ્ય થતું જતું હતું. બારણું ખોલી એ જ્યારે બહાર નીકળતા હતા ત્યારે દર્દથી અત્યંત નીચોવાઈ ગયેલા લાગતા. તેમનો ચહેરો નિસ્તેજ થતો જતો હતો.

સ્મશાનમાં શૂન્યમનસ્ક થઈ નરોત્તમદાસ કલાનો નિશ્ચેતન દેહ અગ્નિના ચરણે સમર્પિત થતો જોઈ રહ્યા. આકાશે ચડતી ધૂમ્રસેરો સાથે કલાગૌરી જગત છોડી રહ્યા હતા. હવે પછીની પળ પછી કલાગૌરીનો સાથ સદા માટે ઝૂંટવાઈ ગયો હતો. અજાણી વેદનાથી દાસનું હૈયું વલોવાઈ જતું હતું.

સ્મશાનથી ભારે હૈયે નરોત્તમદાસને લઈ બધા ડાઘુઓ ઘરના દરવાજા પાસે આવી ઉભડક બેઠા. ડાઘુઓને કોગળો કરાવવા એક માણસ લોટામાં પાણી લઈ આવ્યો. બધાને હથેળીમાં પાી આપતા આપતા જ્યારે તે નરોત્તમદાસ પાસે આવ્યો તો હથેળીમાં પાણી લેતા તેઓના બધા બંધ છૂટી ગયા. કલા વગરના ઘરમાં પ્રવેશવાની યાદ આવતા તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડયા. સૌમિલ પણ પિતાને વળગી રડવા લાગ્યો. અન્ય સ્વજનોએ પણ બંનેને રડવા દીધા. આંસુ ખૂટયા અને હૃદય થોડું હળવું થયું હશે માની બે માસો તેમને દોરી ઘરમાં લઈ ગયા. ઘરમાં સોફા પર બેસતા જ દાસ ઢગલો થઈ ગયા. ક્યાંય સુધી તેઓ ધીમું અને છાનું રડતા રહ્યા. રડતી દીપા તેમના વાંસે હાથ ફેરવતી રહી.

તે દિવસે આખો દિવસ ઘર સગા-સંબંધીઓથી ભરેલું રહ્યું. મોડેથી સહુ વિખરાયા એટલે ફકત ઘરના જ રહ્યા. સૌ ગમગીન હતા. કોણ કોને આશ્વાસન આપે. સહેએ પોતાનું અંગત સ્વજન ગુમાવ્યું હતું. બીજે દિવસે પણ અવર-જવર ચાલુ રહી. નરોત્તમદાસ ફકત આવતા-જતાને હાથ જોડતા, બાકીનો સમય સૂનમૂન બેસી રહેતા, લોકો થોડા આશ્વાસનના શબ્દો સાથે કલાગૌરીના ગુણગાન ગાતા અને છૂટા પડતા. ઘરના ધીરે ધીરે સ્વસ્થ થતા જતા હતા.

ત્રીજે દિવસે જેમ જેમ દિવસ ચડતો ગયો તેમ નરોત્તમદાસ થોડા સ્વસ્થ થતા ગયા. સાંજે તેમણે વિચાર્યુ કલાને મનગમતા કામ કરી તેને સાચી શ્રધ્ધાંજલિ આપી શકાશે. સૂતકને લીધે ઠાકોરજીની સેવા તો ન થઈ શકે, પણ સાંજે કલા માફક રૃમ બંધ કરી ધ્યાનમાં તો બેસાય. તેઓ પાંચ વાગતા બેડરૃમ બંધ કરી ધ્યાન માટે બેઠા.

ધીમે ધીમે શ્વાસ પર ધ્યાન આપવાની કોશિશ કરતા તેમની આંખ સામે દર્દથી બેવડ વળી જતાં કલા જ આવવા લાગ્યા. અચાનક તેમને પેટમાં ધીમો દુઃખાવો શરૃ થયો. આ પહેલાં વર્ષ ઉપર થયો હતો તેવો જ દુઃખાવો ધીમે ધીમે વધતો ગયો. દુઃખાવો એવો અસહ્ય બન્યો કે તેમનાથી બેવડ વળાઈ ગયું અને દબાવવા છતાં ડૂસકું મુકાઈ ગયું. અચાનક તેમના મગજમાં ઝબકારો થયો.

'ઓહ... તો શું મારું દર્દ કલાએ ઉછીનું લઈ લીધું હતું..!'

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00