સેલવાસમાં વડાપ્રધાન બોલ્યા મહાગઠબંધન મોદી વિરૃધ્ધ નહીં દેશના લોકો વિરૃદ્ધ છે / મહારેલીમાં મમતા બેનર્જીના સ્ટેજ પરથી શત્રુધ્ન સિંહા બોલ્યા સાચુ બોલવું બળવાખોરી કહેવાય તો હું છું બળવાખોર /હાસ્ય લેખક તારક મહેતાના નિધન પછી તેમના પત્ની ઈન્દુ તારક મહેતાનું ૭પ વર્ષની વયે નિધન / યુએસમાં આવ્યું બ્લોક બસ્ટર વાવાઝોડુંઃ કેલિફોર્નીયામાં નિપજયાં પ વ્યક્તિના મૃત્યુઃ ૧૦ કરોડ લોકો પર જોખમ / ર૩૭ પેસેન્જર સાથે ગુમ થયેલા એમએચ- ૩૭૦ પ્લેનનો ભેદ ઉકેલાશે? પ્લેન ક્રેશ થયાનો વડિયો મળ્યો /

કારણ

અભિષેકને ચક્કર આવી ગયા. અચાનક મેઘનાને શું થઈ ગયું...? કાલ સુધી તો કંઈ જણાવ્યું પણ નહીં... અને સવારે અચાનક ઘર છોડીને ચાલી ગઈ. બસ એક પત્ર... પત્ર શું...? માત્ર બે લીટીની ચિઠ્ઠી... 'અભિ... હું જાઉ છું... તારાથી દૂર જાઉં છું... પાછી ક્યારેય નહીં આવું.'

બસ બે લીટી અને અભિષેકનું જીવન છિન્ન-ભિન્ન થઈ ગયું. તેને સમજાયું નહીં કે તેનાથી શું ભૂલ થઈ કે મેઘના ઘર છોડીને ચાલી ગઈ...? શું કમી હતી તેના પ્રેમમાં...? શું કમી હતી તેના ઘરમાં...? લગ્નના ત્રણ વર્ષમાં એક પણ વાર કંઈ જ માથાકૂટ થઈ નથી... બસ બન્ને વચ્ચે પ્રેમ ને પ્રેમજ... ક્યારેય તેણે મેઘનાને કોઈ વાત માટે રોકી કે ટોકી નથી... તો આ અચાનક શું થઈ ગયું...???

અભિષેક અને મેઘનાના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતાં. મોટી કંપનીમાં સારી નોકરી, કંપનીએ આપેલો મોટો ફ્લેટ, ગાડી બધું જ હતું. મેઘના માટે અલગ ગાડી અને ડ્રાઈવર... અભિષેકે ક્યારેય પૈસાનો હિસાબ જ નથી ર્ક્યો... જ્યારે મેઘના કહે ત્યારે માગે તેના કરતા વધારે રૃપિયા આપી દેતો. ઘરમાં આખા દિવસથી કામવાળી... મેઘનાને  કંઈ કામ જ નહીં... નોકરી માટે અલગ રહેતા હતાં. એટલે સાસુ-સસરાની પણ કચકચ નહીં... બસ બે જ જણા... અઢળક નાણા... પૂરતી આઝાદી... અઠવાડિયામાં બે વાર તો પાર્ટી... શું ખૂટે છે મેઘનાને...? અભિષેકને સમજાયું નહીં.

કારણ...?? અભિષેક વિચારી રહ્યો... કાલસુધી સાથે રહેતી મેઘના અચાનક ચાલી ગઈ...? કાલે રાત્રે તો પાર્ટીમાં ગયા હતાં અને સવારે કંઈક બોલ્યા વગર માત્ર બે લીટી લખીને ચાલી ગઈ...? શું કારણ હશે...?

અભિષેકે તેને ફોન કર્યો. પણ મોબાઈલ સ્વીચ ઓફ... મેઘનાની સહેલીઓને ફોન કર્યો, પણ કોઈને કંઈ ખબર ન હતી... મેઘનાના બહારગામ પિયર ફોન કર્યો તો તેના પપ્પાએ કહ્યું કે, 'સવારે મેઘનાનો ફોન હતો કે તે સાંજ સુધી ઘરે આવશે.'

અભિષેકને થોડીક હાશ થઈ કે મેઘના પિયર ગઈ છે... પણ આમ અચાનક... મને પૂછ્યું હોય તો ના થોડી પાડું...??

તેણે ચિઠ્ઠી પલંગમાં ગાદલા નીચે મૂકી દીધી... પણ એમ ચિઠ્ઠી દબાવવાથી મગજના સવાલ થોડા દબાઈ જાય...? મગજમાં વિચારોનું ધમાસાણ ચાલતું હતું. ચિઠ્ઠી બોલી શકે તો જવાબ મળે... પણ ચિઠ્ઠીને  વાચા થોડી છે...? હવે શું...? આખો દિવસ રઘવાટમાં કાઢ્યો, સાંજે ફરીથી મેઘનાના પિયર ફોન કર્યો... ફોન તેના પપ્પાએ ઉપાડ્યો અને કહ્યું... 'મેઘના આવી ગઈ છે... પણ તમારી સાથે વાત કરવાની ના પાડે છે...'

ખલ્લાસ... અભિષેકની રહીસહી આશા પર પાણી ફરી વળ્યું... મેઘના કંઈ બોલે તો સમ જાય ને...?

અઠવાડિયામાં તો બધાને ખબર પડી ગઈ. જેણે સાંભળ્યું તેના મોઢા ખુલ્લા રહી ગયા... અભિષેક અને મેઘના છૂટા પડે છે...? ના હોય...? કેવી સરસ જોડી... મેઘનાને શું ખદુઃખ છે...? બધાનો એક જ સવાલ હતો કે શું થયું...? મેઘના કેમ ઘર છોડીને આવી...? પણ એ સવાલનો જવાબ તો અભિષેક પાસે પણ ન હતો... તો તે બીજાને શું કહે...?!

અભિષેકના માતા-પિતા, કુટુંબીજનો, મિત્રો બધાએ મેઘનાને સમજાવી... કેટલું પૂછ્યું... પણ મેઘના કંઈ ન બોલી... બસ એક જ વાત... 'તે ઘરમાં મારો જીવ મુંઝાય છે... હું ત્યાં નહીં રહી શકું'.

બધા સમજાવીને થાકી ગયા. એક દિવસ મેઘનાની બાળપણની સહેલી રીના તેને મળવા આવી. આમ તો અભિષેકે જ તેને મોકલી હતી. રીનાએ આવીને કંઈ પૂછ્યું નહીં... પણ આટલા દિવસથી આંસુઓ સામે બાંધી રાખેલો બંધ રીનાને જોતા તૂટી ગયો... રીનાએ તેને રડવા દીધી. પછી પૂછ્યું, 'શું થયું...? અભિષેક તો તને પાગલની જેમ તને ચાહે છે... તને કોઈ વાતનું બંધન નથી. પછી શું વાત છે કે તું અહીં આવી ગઈ...?'

રડીને મનનો ભાર હળવો થયા પછી મેઘના બોલી... હા... અભિ મને ચાહે છે... મને ખુશ રાખી છે... મને બધું જ આપ્યું છે... ઘર, ગાડી, ડ્રાઈવર, કામવાળી, પેસા બધું જ આપ્યું છે... તે મને ચાહે છે એટલે તેને પસંદ હોય તો બધું જ મને આપ્યું. પણ એ ન પૂછ્યું કે મને શું જોઈએ છે...? તેને યોગ્ય લાગ્યું અને તેને પસંદ હોય તે બધું મને આપ્યું... મારી પસંદનું નહીં. હું ઈચ્છુ કે તે મારી સાથે રોમેન્ટિક ડિનર કરે, પણ તે પોતાના પ્રેમનું પ્રદર્શન કરવા મિત્રોના ઝુંડને લઈને જ ફરે, હું ઈચ્છું કે અમે એકલા ક્યાંક ફરવા જઈએ, પણ દર વખતે કોઈને કોઈ સાથે જ હોય... બધાની સામે પ્રેમ બતાવવા વારેવારે મને ગળે લગાડે... પ્રેમ છે જ તેને... પણ આવું બતાવવાનું...? મને મન થાય કે હું એકલી એક્ટિવા લઈને બહાર જાવું, પણ તે ના જ પાડે અને ડ્રાઈવર સાથે ગાડીમાં જવાનું જ કહે... મારી બહુ કાળજી રાખે... વધારે પ્રેમ પણ ક્યારેક અકળામણ કરાવે છે. તે બહુ પ્રેમ કરે છે પણ મારે શું જોઈએ છે તેની તેને ખબર નથી. તેની ઓફિસમાં એક વાક્ય લખેલું છે, 'તમે જેવો વ્યવહાર બીજા પાસેથી માગતા હો તેવો વ્યવહાર તેની સાથે કરો...' બસ આ વાક્ય તેને બરાબર યાદ રાખ્યું છે... પણ તેને એ ન સમજાયું કે પ્રેમની બાબતમાં આવું ન ચાલે. પ્રેમમાં સામેવાળા ઈચ્છે તેમ કરવાનું હોય, તેણે મને અઢળક સુખ સગવડ આપી, ભરપૂર પ્રેમ આપ્યો પણ બધું જ તે ઈચ્છતો હતો તે રીતે... રીના... જો હંમેશાં ગળપણ ખાવાનું આવે તો અભાવો થઈ જાય તેમ તેના આટલા પ્રેમથી મને ગુંગળામણ થવા લાગી. મને આવું જીવન ન ગમ્યું ખાટી-મીઠી નૌંકઝૌક, રીસામણા-મનામણા, એવું કંઈ અમારે બન્યું જ નથી. પણ પ્રેમ પ્રેમ અને પ્રેમ જ... હું તેના આવા વર્તનથી કંટાળી ગઈ અને ચાલી આવી...

રીના શું બોલે...? તેણે અભિષેકને વાત કરી... પણ તેને કંઈ સમજાયું નહીં. આમ પણ સંબંધોની બાબતોમાં સ્ત્રીઓને જેટલું સમજાય છે તેટલું પુરુષોને સમજાતું નથી. પુરુષોને તાર્કિક કારણો જ દેખાય, ભાવનાત્મક કારણો સમજાતા નથી. હજી અભિષેકના મગજમાં એક જ સવાલ છે કે મેઘના શું કામ ચાલી ગઈ...?

પણ અભિષેકને એ કોણ સમજાવે કે પ્રેમ એટલે ગમતું ફૂલ ડાળી પરથી તોડીને કોટના ખિસ્સામાં સમજાવવાની વાત નથી. પ્રેમ એટલે ડાળે પર રહેલા ફૂલને ત્યાં જ રહેવા દઈને તેની માવજત કરવાની વાત છે. તેને હવા સાથે વાતો કરવાની છૂટ હોવી જોઈએ. ફૂલદાનીમાં સજાવેલા ફૂલની ગમે તેટલી માવજત કરો, પણ સમય જતા તે કરમાઈ જાય છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00