કચરાના ઢગલા પાસે મોદી... અહો... આશ્ચર્યમ્

સ્વચ્છ ભારત અને દરેક ઘરે પાણી જેવી મોટી યોજનાઓ પછી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને ખત્મ કરવાનું બીડું ઝડપ્યું છે. ઉત્તર પ્રદેશના મથુરામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અભિયાનની શરૃઆત કરી હતી. આ દરમ્યાન પી.એમ. મોદીએ ત્યાં હાજર કર્મચારીઓની સાથે વાત કરી અને કચરો છૂટો પાડવામાં તેમને હાથો હાથ મદદ કરવા લાગ્યા હતાં. તેઓ આજે મથુરામાં પશુ આરોગ્ય મેળા, કૃષિ સાથે જોડાયેલી કેટલીક યોજનાઓની શરૃઆત કરવા પહોંચ્યા હતાં. આ દરમ્યાન તેમણે કચરાના નિવારણની પણ શરૃઆત કરી જે જમીન પર, રસ્તા પર હરતી-ફરતી ગાય-ભેંસ કે અન્ય પ્રાણીઓ ખાઈ જાય છે. અહીં તેના માટે એક મશીન પણ લગાવવામાં આવ્યું તું, જેમાં સિંગલ યુઝડ પ્લાસ્ટિક પોલિથીનને ક્રશ કરી શકાય છે. આ દરમ્યાન પંડાલમાં કેટલાંક કર્મચારીઓને કચરો છૂટો પાડવા માટે બેસાડયા હતાં, જેમાં પ્લાસ્ટિકને અલગ કરાઈ રહ્યું હતું અને અન્ય કચરાને છૂટો પાડી રહ્યા હતાં. ત્યાં હાજર મહિલાઓ સાથે વડાપ્રધાને વાત કરી અને જાતે પણ કચરો છૂટો પાડવાનું શરૃ કરી દીધું હતું. આ દરમ્યાન વડાપ્રધાન દ્વારા મથુરાના વિકાસ કામો, આગ્રા અને મુરાદાબાદમાં આરઆઈડીએફ (નાબાર્ડ) યોજના સાથે બનેલ પશુ ચિકિત્સા પોલીક્લિનીક, પશુ ચિકિત્સાલય, રોગ નિદાન પ્રયોગશાળા અને વૃહદ ગૌ સંરક્ષણ કેન્દ્ર, બાબુગઢ હાપુડ, મહિલા સરકારી દૂધ ઉત્પાદક સંઘ શાહજહાંપુરની શરૃઆત કરી હતી. અને હજ્જારો કરોડની યોજનાઓનો પ્રારંભ પણ કરાવ્યો હતો.

close
Nobat Subscription