દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ કોર્ટમાં ૧૪ મી સપ્ટે.ના લોકઅદાલતો યોજાશે

ખંભાળિયા તા. ૧૧ઃ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ-અમદાવાદના આદેશ અનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-દેવભૂમિ દ્વારકા દ્વારા આગામી તા. ૧૪ મી સપ્ટેમ્બરના જિલ્લાની તમામ કોર્ટમાં ફોજદારી સમાધાનપાત્ર કેસો, નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબના ચેકના કેસો, બેંક રિકવરીના દાવા, એમ.એ.સી.પી.ના કેસ, લેબર તકરાર, લગ્નવિષયક તકરાર, વીજળી અને પાણી બીલના સમાધાનપાત્ર કેસો, કૌટુંબિક તકરાર, જમીન સંપાદન, સર્વિસ મેટર વિગેરે વિવિધ પ્રકારના કેસો માટેની નેશનલ લોકઅદાલતનું આયોજન નાલ્સાના એક્શન પ્લાન મુજબ આગામી શનિવાર, તા. ૧૪ મી ના કરવામાં આવ્યું છે.

વધુમાં વધુ લોકઅદાલતના માધ્યમોથી વધુમાં વધુ કેસો મૂકી, આવા કેસોમાં સમાધાન કરવાથી લોકોને આર્થિક અને સમયની બચત થાય છે. લોકઅદાલત અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લાની માહિતી મેળવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફોન નં. ૦ર૮૩૩-ર૩૩૭૭પ ઉપર સંપર્ક સાધવા અથવા જે-તે તાલુકા કક્ષાએ સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

close
Nobat Subscription