ઈસરોએ કર્યાે ખુલાસોઃ ચંદ્રયાન-રના વિક્રમ લેન્ડરને કોઈનુકશાન નહીં તેની સાથે સંપર્ક કરવા માટેના પ્રયાસો ચાલુ / જુનાગઢના રૃદ્રેશ્વર જાગીરના મહંત ઈન્દ્રભારતી બાપુએ કહ્યું મોરારીબાપુ અમારા બાપ છેઃ એ માફી માંગશે પણ નહીં ને અમે માંગવા પણ નહીં દઈએ / જાપાનમાં આવ્યું ફેક્સાઈ વાવાઝોડુંઃ ૨૧૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવનઃ ૧૦૦ થી વધુ ફ્લાઈટો કરાઈ રદ /

જામનગર શહેરના ટાઉનહોલના સેલરમાં વરસાદી પાણી ભરાવાથી આધાર કેન્દ્રની કામગીરી સ્થગિત

જામનગર તા. ૧૦ઃ જામનગરના એમ.પી. શાહ ટાઉનહોલના સેલરના આધાર કેન્દ્ર કાર્યરત છે, જેમાં આધાર નોંધણી તથા આધાર સુધારણાની કામગીરી નિયમિત થાય છે, પરંતુ હાલ વરસાદને કારણે આ આધાર કેન્દ્રમાં વરસાદી પાણી ભરાઈ જવાથી કેન્દ્રની કામગીરી સ્થગિત કરવામાં આવી છે.

ટાઉનહોલ ઉપરાંત શહેરમાં ચાંદીબજારમાં આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસ, રણજીત રોડ પર આવેલ દેના બેંક, સુપર  માર્કેટ સામે આવેલ કોટક મહિન્દ્રા  બેંક, ઈન્દિરા માર્ગ પર આવેલ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, રણજીત રોડ પર આવેલ યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, પટેલ કોલોની-ર નંબરમાં આવેલ બેંક ઓફ બરોડા, પી.એન. માર્ગ પર આવેલ વિજ્યા બેંક, જોગર્સ પાર્ક સામે આવેલ એચડીએફસી બેંક, સુમેર ક્લબ રોડ પર આવેલ એક્સીસ બેંક, ઓશવાળ કોલોની ર નંબરમાં આવેલ એચડીએફસી બેંક, પ૭, દિગ્વિજય પ્લોટમાં આવેલ પોસ્ટ ઓફિસ, અંબર સિનેમા સર્કલ પાસે આવેલ આઈસીઆઈસીઆઈ બેંક, માંડવી ટાવર પાસે આવેલ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, પટેલ કોલોની ૪ નંબરમાં આવેલ ઈન્ડસઈન્ડ બેંક, જોગર્સ પાર્ક પાસે આવેલ સિટી યુનિયન બેંક, કે.વી. રોડ પર આવેલ સિન્ડિકેટ બેંક, પંચવટી કોલોની, ખોડિયાર કોલોની, લાલ બંગલા, ડીએસપી બંગલા, ખંભાળિયા ગેઈટ, ઢીંચડા રોડ, શરૃ સેક્શનર રોડ તથા હિરજી મિસ્ત્રી રોડ પર આવેલ પોસ્ટ ઓફિસોમાં, અંબર સિનેમા નજીક આવેલ કોર્પોરેશન બેંક, શરૃ સેક્શન રોડ પર આવેલ મામલતદાર ઓફિસ તથા પ્રદર્શન ગ્રાઉન્ડ સામે આવેલ તાલુકા પંચાયત કચેરીમાં આધાર કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે.

આધાર નોંધણી તથા સુધારણા કરાવવા માંગતા નાગરિકોને ઉપરોક્ત આધાર કેન્દ્રો પૈકી કોઈપણ કેન્દ્રનો સંપર્ક સાધવા જામ્યુકોની યાદીમાં જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription