જામનગરના નગરસીમ વિસ્તારોમાં ટેન્કરથી પાણી વિતરણની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર?

જામનગર તા. ૮ઃ જામનગરના નગરસીમ વિસ્તારોમાં  ટેન્કરથી પાણી વિતરણની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો ઊઠી છે. સનસિટી-ર અને રબાની સોસાયટીમાં અનિયમિત અને અપૂરતા પાણી વિતરણથી સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે.

નગરસીમ વિસ્તારોમાં સિદ્ધનાથ કન્સ્ટ્રક્શન નામની કંપનીને લાખો રૃપિયાના ખર્ચે ટેન્કર દ્વારા પાણી વિતરણનું કાર્ય સોંપાયું છે, પરંતુ કંપની અને અધિકારીઓની મિલીભગતથી કાગળ ઉપર રોજના પ-પ ટેન્કર પાણી વિતરણ દર્શાવવામાં આવે છે, જ્યારે હકીકતે પાંચ દિવસે અને ક્યારેક એક અઠવાડિયે પાણી વિતરણ થાય છે. આમ ટેન્કર વડે પાણી વિતરણની પ્રક્રિયામાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો આરોપ જામ્યુકોના પૂર્વ વિપક્ષી નેતા તથા વર્તમાન કોર્પોરેટર અસલમભાઈ ખીલજી દ્વારા લગાવવામાં આવ્યો છે. આ મુદ્દે સંબંધિત જવાબદાર અધિકારી વિરૃદ્ધ પગલાં લઈ તેમજ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો અને કંપનીને બ્લેકલિસ્ટ કરવા માટે પણ કમિશનર સતિષ પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

close
Nobat Subscription