સિક્કામાં ધાર્મિક સ્થળે આવવા જવાનો રસ્તો બંધ કરી દેવાતા મુશ્કેલી

જામનગર તા. ૧૩ઃ જામનગર તાલુકાના સિક્કા ગામે સ.નં. ૧૬૭ વાપી જમીનનો ગૌચરમાં સમાવેશ થાય છે. ૧૯૯૦માં જીએસએફસી કંપનીને નવો પ્રોજેક્ટ બનાવવા જમીનો મળી તેમાં વચ્ચે એક મકાન તથા મુસ્લિમો ધાર્મિક સ્થળ ઈમામ પીરની દરગાહ છે. આ દરગાહે જવા-આવવાનો રસ્તો કંપનીએ ખોટી રીતે બંધ કરી દીધો છે. જેથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.

આ ઉપરાંત સિક્કાના ચીફ ઓફિસર તથા સરકારી વિભાગો દ્વારા કંપનીને સહકાર આપવામાં આવી રહ્યો છે. સિક્કાના પર્યાવરણ અને માછીમાર હિત એસો.ના પ્રમુખે જિલ્લા કલેક્ટરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી યોગ્ય પગલાં લેવા રજુઆત કરી છે.

close
Nobat Subscription