Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા ૧૩: જામનગરના રણજીતસાગર રોડ પર સેટેલાઈટ પાર્કમાં આવેલી કે.કે. ઈન્ટરનેશનલ સ્કૂલે નગરના શિક્ષણ જગતમાં ખૂબ ટૂંકાગાળામાં પોતાનું એક અલગ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ધો. ૧૦ની બોર્ડની પરીક્ષામાં શાળાએ ૧૦૦ ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે.
શાળાના શિક્ષક સાગરભાઈ સાવલીયાએ 'નોબત'ના પત્રકાર દિપક લાંબા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શાળાના આચાર્ય જેનીશભાઈ લીંબાસીયા છે. શાળાની સ્થાપનાને ત્રણ વર્ષ થયા છે. ધો. ૧૦માં ૭ વિદ્યાર્થીએ એ-ટુ ગ્રેડ અને ધો. ૧૨માં ૮ વિદ્યાર્થીએ એ-ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.
સાગરભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનામાં વિદ્યાર્થીઓની ફી માફ કરનાર સૌરાષ્ટ્રની એકમાત્ર અમારી સ્કૂલ છે. હાલ શાળામાં ૧૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં ૬૦ હજાર સ્કે. ફૂટનું વિશાળ મેદાન છે. શાળામાં વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ મારફત શિક્ષણ આપવામાં આવે છે. શાળામાં અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમમાં પ્રવેશ આપવામાં આવે છે. નબળા વિદ્યાર્થીઓને કોઈપણ વધુ ફી લીધા વગર સ્ટે બેકની સુવિધા આપવામાં આવે છે. આ ઉપરાંત શાળામાં સ્કોલરશીપ પણ આપવામાં આવે છે. જેમાં ધો. ૧૦માં ૮૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવનારને ૧૦૦ ટકા અને ૭૫ ટકા કે તેથી વધુ ગુણ મેળવનારને ૫૦ ટકા સ્કોલરશીપ આપવામાં આવે છે.
આર્યાને સોક્ટવેર એન્જિનિયર બનવું છે
કે.કે. ઈન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થિની તાળા આર્યાએ નિયમિત રીતે ૪ થી ૫ કલાક અભ્યાસ કરીને ધો. ૧૦ની પરીક્ષામાં ૯૭.૧૬ ટકા અને ૯૯.૯૩ પીઆર સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. પિતા કિરણભાઈ ખેતીકામ કરે છે અને માતા જ્યોતિબેન હાઉસવાઈફ છે. વાચનમાં રૂચી ધરાવનાર આર્યા સોફ્ટવેર એન્જિનિયર બનવા માંગે છે.
ખુશનું આઈઆઈટીમાં પ્રવેશ કરવાનું સ્વપ્ન
ખુશ અમૃતિયાએ ધો. ૧૦ની પરીક્ષામાં૯૫.૧૬ ટકા અને ૯૯.૪૦ પીઆર સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ખુશના માતા અને પિતા બન્ને શિક્ષક છે. ક્રિકેટમાં રૂચી ધરાવનાર ખુશ આગળ આઈઆઈટીમાં અભ્યાસ કરવા માંગે છે.
ઝરણાની ડોકટર બનવાની અભિલાષા
ઝરણા ચોવટીયાએ એસએસસી બોર્ડની પરીક્ષામાં ૯૨.૭૭ ટકા અને ૯૮.૨૭ પીઆર સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. પરીક્ષામાં ઉચ્ચ ગુણાંક સાથે સફળતા મળે તે માટે ઝરણા દરરોજ ૫ થી ૭ કલાક અભ્યાસ કરતી હતી. વાચનમાં રૂચી ધરાવનાર ઝરણા ડોકટર બનવા માંગે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial