Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફાઇબ્રોમાયેલજીયા એક અતિ સામાન્ય જણાતો રોગ છે પણ તે અતિ લાંબા સમય સુધી રોગી ને હેરાન પરેશાન કરી શકે છે. ફાઇબ્રોમાયેલજીયા માં રોગી ને અતિ લાંબા સમય સુધી પીડા નો અનુભવ થતો હોય છે આ એક પ્રકાર નો ક્રોનિક રોગ છે, તે ઉપરાંત રોગી ને કોઈ પણ કામ કરતાં થાક જણાય, સવાર ના ઉઠતાં ઉત્સાહ ના જણાય, અને સ્નાયુ સાંધા, પેટ ની તકલીફ, માથા નો દુખાવો વિગેરે લક્ષણ પણ જોવા મળતા હોય છે.
ફાઇબ્રોમાયેલજીયા કોઈ એક ચોક્કસ કારણ થી નહીં પણ એક કરતાં વધુ કારણે થતો જોવા મળે છે. જેમાં ઓટો-ઇમ્યુન ઇન્ફ્લેમેશન, સાઇકોલોજીકલ ફેકટર, જીનેટિક આનુવાંસીક, સ્મોકીંગ, તમાકુ, વાતાવરણ ના ફેરફાર, ઘર અને કામ કરવાની જગ્યા પર તાણ ભર્યું માહોલ કારણ રૃપ માનવામાં આવે છે.
આ રોગ સામાન્ય રીતે સ્નાયુ તંત્ર મસલ્સ મસલ્સ ફાઈબર ને અસર કરતો હોય તેનું નામ ફાઇબ્રોમાયેલજીયા આપવામાં આવ્યું છે. આયુર્વેદ માં આ રોગ ની સામ્યતા ચરક સંહિતા માં વર્ણવેલ છે.
શું ફાઇબ્રોમાયેલજીયા ગંભીર વિકાર છે?
ફાઇબ્રોમાયેલજીયા રોગ ગંભીર વિકાર ના રૃપ માં પણ જોવા મળે છે અને રોગ ની અસર લાંબા સામે સુધી રહે છે. રોગી રાસાયણિક પીડાશામકનો ઉપયોગ સતત કરે છે જેના પરિણામે અન્ય રોગ થવાની શક્યતા ને નકારી શકાય નહીં. રોગ માં સતત દુખાવો જણાતો હોવાથી કામ પર બરાબર રીતે ધ્યાન આપી શકાતું નથી, સ્વભાવ ચીડ-ચીડયો થઈ જતો હોય છે, વ્યક્તિ સતત તાણ નો અનુભવ કરતો રહે છે અને જો છાતી ના સ્નાયુ માં અસર થાય તો હાર્ટ એટેક જેવા લક્ષણ પણ જોવા મળી શકે છે. જો રોગી બેકાળજી દાખવે તો રોગ લગભગ જીવનભર પીડાકર બની રહે અને તેના પરિણામે માનસિક વિકાર અથવા અન્ય મનોશારીરિક રોગ પણ થઈ શકે છે.
શું ફાઇબ્રોમાયેલજીયાની આયુર્વેદમાં દવા છે?
ફાઇબ્રોમાયેલજીયા રોગ ચરક સંહિતા માં વર્ણીત રોગ માંસગત વાત સાથે સામ્ય ધરાવે છે અને તેના આધારે કહી શકાય કે આયુર્વેદ માં રોગ ની સારવાર ઉપલબ્ધ છે. કોઈ પણ વાત વ્યાધિ સામાન્ય રીતે કષ્ટ સાધ્ય માંનવામાં આવે છે. આયુર્વેદ માં રોગી ના તાસીર, રોગ ની અવસ્થા, પાચનક્ષમતા, ડ્રગ ટોલરન્સ ને ચિકિત્સક તપાસ કરી દવા આપે છે. સામાન્ય રીતે આ રોગ માં વપરાતી દવાઓ માં મુખ્ય દવા અશ્વગંધા, શતાવરી, જેઠીમધ, બ્રાહ્મી, શંખાહુલી, બાલા, ચોપચીની, ત્રિકટું, મધ, દૂધ, ગાય નું ઘી, મહાનારાયણ તેલ પીવા તથા માલીસ માટે, ચંદ્રપ્રભા, વસંતકુસુમાકર વિગેરે.
શું ફાઇબ્રોમાયેલજીયાની આયુર્વેદમાં દવા સેફ છે?
આયુર્વેદ દવાઓ સામાન્ય રીતે સેફ માનવામાં આવે છે તેમાં તાત્કાલિક અથવા લાંબા સમય ની ટોકસીસીટી જોવા મળતી નથી. જો ડ્રગ ટોલરન્સની વાત કરવામાં આવે તો આયુર્વેદ દવાનું ટોલરન્સ ખૂબ સારૃ જોવા મળે છે. આજે આયુર્વેદની દવાઓના પ્રયોગ થી લીવર કિડની ને નુકસાનની માહિતી અધૂરી અને અયોગ્ય રીતે આપવામાં આવે છે. સામાન્ય રીતે આ કોમ્પલીકેશન સેલ્ફ મેડિકેશન કરે છે ચિકિત્સક ની સલાફ વગર જ દવા કરે છે અથવા તેનો ડોઝ ને ચિકિત્સકીય અભિપ્રાય વગર જ ફેરફાર કરે છે તેવા કિસ્સા માં લીવર કિડની ને નુકસાન થતું નકારી શકાય નહીં.
વધુ માહિતી અને ચિકિત્સકીય અભિપ્રાય માટે આયુર્વેદ ચિકિત્સક અથવા ચિકિત્સાલય નો સંપર્ક કરી શકાય છે.
ડો. નિશાંત શુકલ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial