Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગાય નિભાવ ખર્ચ સહાય યોજના હેઠળ દર વર્ષે રૂ. ૧૦,૮૦૦ ની સહાય મળે છે...
ઓનલાઈન વેબસાઇટ પરથી તમે અનેક વસ્તુઓની ઘરે બેઠા ખરીદી કરી શકો છો. પણ ગાયનું દૂધ અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ખેતરમાં ઉગાડેલા શાકભાજી અને ફળોની હોમ ડિલિવરી વિષે નહિ સાંભળ્યું હોય. જામનગર તાલુકાના ચેલા ગામમાં રહેતા લખમણભાઈ નકુમ જામનગર શહેરમાં દેશી ગાયનું દૂધ તેમજ પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉગાડેલા ફળો અને શાકભાજીની તેમજ મગફળીનું વાવેતર કરે ત્યારે શુદ્ધ મગફળીનું તેલ લોકોના ઘર સુધી કોઈપણ ડિલિવરી ચાર્જ લીધા વગર પહોંચાડે છે.
પોતાના ૧૪ વીઘા ખેતરમાં તેઓ બારેક વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. જેમાં લખમણભાઈ શાકભાજી, ઘાસચારો, ફળોનું વાવેતર કરી સારી આવક મેળવી રહ્યા છે. તેમની પાસે અંદાજિત ૨૨ જેટલી દેશી ગાયો છે. જેનું ગૌમૂત્ર, છાણ તેમજ ખાટી છાસ એકત્ર કરી તેઓ જંતુનાશકો તરીકે જમીનમાં છંટકાવ કરે છે. જેનાથી રાસાયણિક ખાતર પાછળ પૈસા ખર્ચ થતાં નથી. તેમજ સંપૂર્ણ કુદરતી રીતે પાકનું ઉત્પાદન થયું હોવાથી વધારે ભાવ મળતા તેઓની આવક બમણી થઈ છે.
લખમણભાઈ નકુમ જણાવે છે કે, મારે ૧૪ વીઘા જમીન છે હું ૨૦૧૩થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું. અગાઉ મારી પાસે ઓછી ગાયો હતી. પરંતુ વર્ષ ૨૦૨૦-૨૧માં પશુપાલન વિભાગ દ્વારા સ્વરોજગારી હેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મની સ્થાપના માટે રૂ. ૨,૨૫,૦૦૦ની સહાય આપવામાં આવી છે. હાલમાં મારી પાસે ૨૫ ગાયો છે. આત્મા પ્રોજેક્ટ દ્વારા એક ગાયની સહાય એક મહિનાના રૂ. ૯૦૦ લેખે આપવામાં આવે છે. જે વાર્ષિક રૂ. ૫૪૦૦ ના બે હપ્તા દ્વારા ચૂકવવામાં આવે છે. હાલ બાગાયતી પાકોના બગીચામાં જામફળ, ચીકુ, સીતાફળ, ખારેક, નાળિયેર, લીંબુનું વાવેતર કર્યું છે. તેમજ મગફળી અને શાકભાજીનું પણ વાવેતર કરૃં છું.
જામનગર શહેરમાં એમ્યુઝમેન્ટ પાર્ક પાસે આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ કરવા વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. ત્યાં શાકભાજી અને ફળોનું વેચાણ કરતાં બજાર ભાવ કરતાં એક કિલો શાકભાજીના રૂ. ૨૦ થી રૂ. ૩૦ વધારે મળવાથી આર્થિક ફાયદો થાય છે. હું મગફળીનું પણ વાવેતર કરું છું અને તેમાંથી તેલ બનાવી તેનું વેચાણ કરું છું. અમે પણ શુદ્ધ વસ્તુઓ ખાય છીએ અને ગ્રાહકને પણ શુદ્ધ વસ્તુઓ ખવડાવીએ છીએ. ગાયોનું દૂધ કાંચની બોટલમાં ભરી શહેરમાં હોમ ડિલિવરી કરું છું. જેના પ્રતિ લિટરના ૮૦ રૂપિયા મળે છે. ગાયના દૂધની સાથે હું પ્રાકૃતિક રીતે ઉત્પાદન થયેલા શાકભાજી અને ફળો પણ લોકોના ઘર સુધ ી પહોંચાડું છું. રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમો દરમિયાન પ્રાકૃતિક સ્ટોલ ઊભા કરવામાં આવે છે. ત્યાં હું મારી વસ્તુઓનું વેચાણ કરી શકું છું. સાથોસાથ વિનામૂલ્યે જાહેરાત થાય છે અને વેચાણ પણ વધે છે. પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને પ્રોત્સાહિત કરવા બદલ હું સરકારનો આભાર વ્યક્ત કરું છું.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી નવી યોજના અમલમાં મૂકી છે. રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે.
આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂ. ૨૦,૦૦૦ પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂ. ૧૦૦૦ લાખની રકમ ફાળવવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial