Advertisement
Author: નોબત સમાચાર

ખરીદી કરતા કરતા...

જૂન મહિનો એટલે આફતનો મહિનો. બાળકોને સ્કૂલમાં એડમિશન અપાવવું, સ્કૂલની ફી ભરવી, ટ્યુશન ફી ભરવી, બાળકો માટે સ્કૂલના યુનિફોર્મ ખરીદવા, કોથળો ભરીને ચોપડા ખરીદવા, વગેરે અનેક પ્રકારના ખર્ચા કરીને બેવડો વળી ગયેલો આમ આદમી તેનું ઘર તો ક્રેડિટ કાર્ડ પર જ ચલાવે છે.

જૂન માસ પૂરો થયો.  સ્કૂલના ખર્ચા પુરા થયા એટલામાં તો શ્રાવણ માસ સામે આવી ગયો. નટુ હજી તેના બાળકોના સ્કૂલના ખર્ચાનો હિસાબ કરતો હતો, ત્યાં શ્રીમતીજી નો હુકમ આવ્યો કે, *આજે આપણે મોલમાં ખરીદી કરવા જવાનું છે.*

*આજે જ ખરીદી કરવાનું જરૂરી છે?* નટુ એ બીતા બીતા પૂછ્યું.

*જી હા, આજે જ જવાનું છે. કારણ કે આજથી જ મોલમાં શ્રાવણ માસનું ડિસ્કાઉન્ટ ચાલુ થઈ ગયું છે.* શ્રીમતીજીએ સુપ્રીમ કોર્ટનો હુકમ સંભળાવ્યો.

સેલ અને ડિસ્કાઉન્ટ એ બંને એવા શબ્દો છે કે જે સાંભળતા જ શ્રીમતીજીના પગમાં જોર આવી જાય છે, અને સામે પક્ષે નટુનું મોઢું સિવાય જાય છે. ખરીદી મોકુફ રાખવાની નટુની બધી જ દલીલો નકામી સાબિત થઈ, અને નટુ શ્રીમતીજી સાથે ખરીદી કરવા મોલમાં ગયો.

બે ત્રણ કલાક સુધી ખરીદી કરીને બંને મોલમાંથી બહાર આવ્યા. શ્રીમતીજીએ કરેલી  ખરીદીથી બે મોટા થેલા ભરાઈ ગયેલા જે નટુએ ઉપાડેલા. જ્યારે નટુએ  મામા શકુનીને યાદ કરીને બે જોડ પત્તા ખરીદેલા, -- શ્રાવણ માસના રીતિ રિવાજ જાળવવા.

બંને હાથમાં ઉપાડેલા વજનને કારણે નટુ સ્વભાવિક રીતે જ પાછળ ચાલતો હતો. ત્યાં સામે મળેલી એક યુવતી સામે નટુ હસ્યો, બે મિનિટ વાત કરી અને પાછો આગળ ચાલ્યો. શ્રીમતીજીએ આ જોયું અને તરત પૂછ્યું, *કોણ હતી એ ?*

નટુ કહે, *કોલેજમાં સાથે હતી..*

*શું કહેતી હતી.?*

*ખાસ કંઈ નહીં. બસ એમ જ કહેતી હતી કે મારી સાથે લગ્ન કર્યા હોત તો તને આ થેલી ઉપાડવા ના દેત..!*

આટલું સાંભળતા જ શ્રીમતીજી બોલ્યા, *લાવો, એ થેલી મને આપી દો..!!*

પત્ની ખુશ થાય તો પતિ પણ ખુશ...

પરંતુ પતિ ખુશ થાય તો પત્ની વિચારમાં પડી જાય...   આ કેમ ખુશ છે...?

હમણાં એક વખત ઉત્સાહમાં આવી જઈ ને મે શ્રીમતીને કહેલું કે, *હવે હું કદી તને ઝઘડો કરવાનો મોકો જ નહીં દઉં..*

તો શ્રીમતીજીએ કહ્યું, *તમારા આપેલા મોકાની અહીં કોણ રાહ જુએ છે ? અમે તો આત્મ નિર્ભર છીએ.!*

એરપોર્ટ પર એક કપલે છેલ્લી ઘડીએ ફ્લાઇટની ટિકિટ લીધી અને પ્લેનમાં દાખલ થયા.

પ્લેનમાં દાખલ થતા જ એ એર હોસ્ટેસે કહ્યું, *સોરી સર, ફ્લાઇટ ફુલ છે. એટલે અમે તમને અને તમારા વાઈફને સાથે સીટ નહી આપી શકીએ. તમારી સીટ ૦૭ ડ્ઢ અને તમારા  વાઈફની સીટ  ૨૭ મ્...

એકદમ ભલા ભોળા લાગતા નિર્દોષ પતિએ પૂછ્યું કે, *આના માટે કોઈ  વધારાનો ચાર્જ આપવાનો છે...??!!*

વિદાય વેળાએ : ભગવાન પણ નગરયાત્રાએ નીકળે ત્યારે પોતાની બહેન સાથે નીકળે છે.

પત્નીને લઇને નથી નીકળતા... નહીં તો રથયાત્રા મંદિરેથી નીકળીને રતનપોળમાં જ અટકી જાય.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh