Advertisement
Author: નોબત સમાચાર

નવરાત્રિ ની તૈયારી...

માણસના જીવનમાં નસીબ નામની પણ કોઈ વસ્તુ હોય છે ખરી, તેનો આપણને ડગલે ને પગલે અનુભવ થતો હોય છે. માની લો કે તમારા નસીબમાં લખ્યું હોય કે તમને કૂતરું કરડશે, પછી તમે ઊંટ પર જઈને બેસી જાઓ તો ત્યાં આવીને પણ કૂતરું તમને કરડી જશે... અને  જિંદગીની આ સચ્ચાઈ તમે જેટલી ઝડપથી  સમજી જશો અને સ્વીકારી લેશો તેટલું તમારા માટે સારું છે.

હું લાલાને જિંદગીની આ કડવી સચ્ચાઈ સમજાવી જ રહ્યો હતો ત્યાં, મોબાઇલમાં મશગુલ બે યુવતીઓ સામેથી આવીને મારી કાર સાથે અથડાઈ, અને પાછી અમારા પર જ ગાજવીજ સાથે વરસી પડી, "જરા જોઈને ગાડી ચલાવતા જાવ.. બહુ જ સ્ટાઇલ નહીં મારવાની. બૈરા જોયા નથી કે તરત જ..."

અમે બંને તો ચકરાઈ જ ગયા, કારણ કે અમારી કાર તો બંધ જ હતી.. અને તે પણ પાછી પાર્કિંગમાં.. !! કાર સાથે અથડાયા પછી તે બંનેએ કારના મીરરમાં જોઈને ફક્ત એટલું જ ચેક કર્યું કે તેમના ચહેરા પરનો મેકઅપ ખરાબ નથી થયો ને.!! કદાચ બંને બ્યુટી પાર્લરમાંથી નવરાત્રિ માટેની સ્પેશિયલ ટ્રીટમેન્ટ લઈને જ આવતી હશે...!

નવરાત્રિમાં વિવિધ પ્રકારે માતાજીના અનુષ્ઠાન અને પૂજા પણ કરવામાં આવે છે, કે જેથી આપણા અટકી પડેલા કામ પૂરા થાય. નવરાત્રિમાં વાતાવરણ જ એવું હોય છે કે નાસ્તિક પણ આસ્તિક બની જાય છે.

આગામી નવરાત્રિમાં આવું જ કોઈ અનુષ્ઠાન કરવાનું નક્કી કરવા માટે, અને પોતાની સમસ્યાનું નિવારણ કરવા માટે એક યુગલ પંડિતજીને મળવા કારમાંથી ઉતર્યું. પંડિતજી સમક્ષ પત્નીએ પોતાની સમસ્યા કહી, "પંડિતજી અમારા એ સાવ નાસ્તિક છે, જીવનમાં કદી એમણે ભગવાનનું નામ લીધું નથી.."

"તમારી શું ઈચ્છા છે ?" પંડિતજીએ પૂછ્યું.

"પંડિતજી, આ નવરાત્રિમાં એવું કોઈ અનુષ્ઠાન કરી આપો અને એવો કોઈ ઉપાય બતાવો કે જેથી એ આસ્તિક બની જાય. અને ઈશ્વરનું નામ લેતા થાય."

"નવરાત્રિ શરૂ થાય એટલે અનુષ્ઠાન તો હું કરાવી આપીશ અને માતાજીની કૃપા પણ તમારા ઉપર ચોક્કસ ઉતરશે. પરંતુ અત્યારે તમે એક કામ કરો."

"કયુ કામ ?"

"અત્યારે  ઘરે પાછા વળતા, કારનું ડ્રાઇવિંગ તમે કરજો. સૌ સારા વાના થઈ જશે..!!"

કોરોના કાળથી માણસના હેલ્થના પ્રોબ્લેમ ખૂબ જ વધી ગયા છે, અને માણસ પણ ખૂબ જ હેલ્થ કોન્સીયસ થઈ ગયો છે. માણસને હવે સમજાયું છે કે પહેલું સુખ તે જાતે નર્યા. એટલે જ માણસ સવારે વહેલો ઊઠીને જોગીગ કરવા જશે, યોગા કરશે, અને છતાં પણ સંતોષ નહીં થાય તો જીમમાં કસરત કરવા જશે. પરંતુ તેમાં પણ મોટી તકલીફ એ છે કે આ બધી કસરત કરવામાં ક્યાં અટકવું તે સમજાતું નથી અને તેના કારણે વધારે પડતી કસરત કરીને માણસ પોતાની તબિયત સુધારવાને બદલે બગાડી આવે છે. અને આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે જીમના દરવાજે જ એટેક આવ્યો. ગરબા રમતા રમતા એટેક આવ્યો. રમત ગમતમાં ભાગ લેનાર ખેલાડીને એટેક આવ્યો.

નવરાત્રિ પહેલાનો આ સમય એટલે ડોક્ટરોની કમાવાની સિઝન. બધા જ દવાખાને ભારે ભીડ. ડોક્ટર રાજનના દવાખાને પણ ભારે ભીડ.

આવી ભીડના સમયે એક દિવસ તેના મમ્મીનો ફોન આવ્યો. એકદમ ગભરાટ ભર્યા અવાજમાં રાજાનને તેના મમ્મીએ કહ્યું, "બેટા, તું જલદી ઘરે આવી જા. વહુને પેરાલીસીસનો એટેક આવી ગયો છે.."

"કેમ, શું થાય છે તેને ?" ડોક્ટરે પૂછ્યું.

"એનું મોઢું જાણે વાંકુ થઈ ગયું છે, અને તેની આંખો ઉપર ચડી ગઈ છે, અને ડોક જાણે મરડાઈ ગઈ છે.."

"મમ્મી તું ચિંતા બિલકુલ ન કર. એ તો નવરાત્રિ માટે તૈયાર થઈ હશે ને તે સેલ્ફી લઈ રહી છે..!!!" ડોક્ટર રાજને હસીને આખી વાત તેના મમ્મીને સમજાવી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh