Advertisement
Author: નોબત સમાચાર

દિવાળીની તડાફડી...

ફરી એકવાર દિવાળીના તહેવારો આવી ગયા. દિવાળી આવે એટલે ખરીદી તો કરવી જ પડે. નવા કપડા,  ફટાકડા, મીઠાઈ, મુખવાસ, વગેરે અનેક વસ્તુઓ ખરીદવા માટેની યાદી તૈયાર જ હતી.

કુટુંબ માટેની આ બધી ખરીદી માટે જ તો નોકરિયાત વર્ગને બોનસ આપવામાં આવે છે. પહેલા કુટુંબના સભ્યો  માટે ખરીદી કરવાની અને તેમાંથી જો કશું પરચુરણ વધે તો થોડી ખરીદી આપણા માટે પણ  કરવાની..!

મને પણ બોનસ મળ્યું, બેંકમાંથી પૈસા રોકડા લીધા, પાકીટમાં મૂક્યા, ઘરે ગયો અને નિરાંતે સુઈ ગયો -- જેથી  વહેલી પડે સવાર..

સવાર પડી. હું ખરીદી કરવા જવા માટે તૈયાર થયો અને પાકીટ હાથમાં લીધું તો તેમાંથી રૂપિયા ગાયબ. તેમાં  રૂપિયા દેખાય જ નહીં..! મારી હાલત તો નરસિંહ મહેતા જેવી થઈ -- "જાગીને જોઉં તો જગત દિસે નહીં..!!"

મેં મારી પત્નીને પૂછ્યું, "હરી ફરીને આપણે ઘરમાં બે જ છીએ, તો રોજ મારા પાકીટમાંથી ઉચાપત કોણ કરતુ   હશે ?

તો શ્રીમતીજીએ મલકાઇને કહ્યું કે, " કોઈ જાણભેદુ હશે !!"

* * * *

કરવા ચોથનો એક યાદગાર બનાવ

પત્ની એકદમ ચિંતામાં રસોડામાં આંટા મારતી હતી તે જોઈને પતિદેવે પૂછ્યું, *કેમ ટેન્શનમાં છો? કશું ખોવાયું  છે?*

પત્નીએ રસોડામાં આંટા મારતા મારતા જ જવાબ આપ્યો કે, આ જુઓ ને,  તમારું મોઢું જોવા ચારણી મળતી  નથી... તમે વાસણ ધોઈને ઠેકાણે મુકતા હો તો..!!*

* * * *

ચિન્ટુ, *પપ્પા, તમે તો મેથ્સના ખાંટુ છો, તો એક સવાલનો જવાબ આપો,*

પપ્પાઃ *હા  બેટા! પૂછ તારે જે પૂછવું હોય એ! દુનિયાના કોઈ પણ પ્રશ્નનો જવાબ આ તારા જીનીયસ ડેડ  પાસેથી મળી જ જશે.*

ચિન્ટુ, *તો બોલો પપ્પા, એક સફરજનના એકસરખા થ્રી પીસ કરીએ તો દરેક  પીસ કેટલો થાય?

પપ્પા, *૦.૩૩૩ થાય બેટા. આ તો સાવ સહેલું.*

બકો, *અને ૦.૩૩૩ ને ૩ વડે મલ્ટીપ્લાય કરીએ તો શું આવે?

પપ્પા, *એટલે ૦.૯૯૯ થાય, આ પણ સહેલું સટ્ટાક.*

ચિન્ટુ, *ટફ તો હવે આવશે ડેડ...! બોલો  સફરજનનો બાકીનો   ૦.૦૦૧ ભાગ કયાં ગયો?*

પપ્પા (માથું  ખંજવાળતા), *આ વિચારવું પડશે સાલું...!*

અત્યાર સુધી બાપ દીકરાની વાત શાંતિથી સાંભળી રહેલા શ્રીમતીજીએ રસોડામાંથી સંભળાવ્યુ, * બેટા, એમણે  કદી ઘરનું  કામ કર્યું હોય તો ખબર પડે ને...!!! તારા નવરા બાપને સમજાવ કે...એટલું તો ચપ્પુ પર ચોંટ્યું હોય...!!*

* * * *

એક ડોકટર અડધી રાતે ઉઠ્યો અને પત્નીને કીધું કે.. *મારે અત્યારે જ હોસ્પિટલ જવું પડશે, ફોન આવ્યો છે,  ઇમરજન્સી છે...* ડોક્ટરની પત્ની બોલી, *કોકને તો પોતાની રીતે મરવા દયો...!!!*

વિદાય વેળાએ : આજના કળિયુગમાં ધંધામાં નૈતિકતાની વ્યાખ્યા કંઈક આવી છે....

ગ્રાહકને ભૂલથી કંઈ ફાયદો થયો હોય તો શું કરવું ? બહુ જ સીધી વાત છે, *ગ્રાહકને પૈસા પાછા ન આપવા,  પરંતુ આપણા પાર્ટનરને અડધા ચોક્કસ આપી દેવા, તેને નૈતિકતા કહેવાય !*

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh