Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્વાસમાં તકલીફ પડે કે એટેક આવે અને તેમાંથી ઈમરજન્સી પણ ઊભી થાય છે
પ્રસ્તાવના
સીઓપીડી એ એક ગંભીર પ્રકારની શ્વાસ માર્ગની તકલીફ છે. જેમાં રોગીને શ્વાસ માર્ગમાં અવરોધ એરવે ઓબસ્ટ્રેક્શન જેના લક્ષણ શ્વાસ લેવામાં તકલીફ પડવી, શ્વાસનો એટેક આવવો, કફ થવો, કફ નીકળવો થાય છે અને રોગીને અમૂક સંજોગોમાં ઈમરજન્સી પણ ઊભી થતી જોવા મળે છે. ઈમેડિસિન વેબસાઇટની માહિતી અનુસાર મૃત્યુનું ત્રીજું મોટું કારણ બતાવવામાં આવ્યું છે.
સીઓપીડીમાં ફેફસાંની નળીઓમાં અટકાયત એટલે કે બ્રોનકોસ્પાસમ થાય છે અથવા રોગીને દમ જેવી તકલીફ થાય અને ફેફસાંની નળી પહોળી થવાની તકલીફ થતી હોય છે જેને એમફિઝિમા કહે છે.
આ રોગ થવાના કારણોમાં જન્મજાત કારણો છે. જેના કુટુંબમાં દમ અસ્થમા, શરદી હોય તેને સીઓપીડી થવાની શક્યતા ખૂબ વધુ રહે છે. આ રોગનું બીજું કારણ શ્વાસ માર્ગના રોગો જેવા કે ટીબી, ન્યુમોનિયા, ફ્લૂ, કોવિડ (ઇન્ફ્લુએન્ઝા) વગેરે પણ હોય છે. તે ઉપરાંત હવાનું પ્રદૂષણ, સિગારેટ, બીડીના સેવનના પરિણામે, ધુમાડાવાળા વાતાવરણમાં રહેવાથી પણ સીઓપીડી થઈ શકે છે. જે લોકોને એલર્જીની તકલીફ હોય અને વિશેષમાં શરદી, શ્વાસની એલર્જી હોય તેમાં થવાની શક્યતા ખૂબ જ વધી જતી હોય છે. જેને મેડિકલ ભાષામાં એર-વે હાયપરસેન્સીટીવીટી કહે છે.
આ રોગમાં સામાન્ય રીતે કોઈ ચોક્કસ પૂર્વરૂપ જોવા મળતા નથી અને શ્વાસ, શરદીના દરેક એટેક પછી ક્રમશઃ શ્વાસની નળીઓમાં કઠણતા આવે છે. (આયુર્વેદના ગ્રંથ ચરકસંહિતામાં કહેવામાં આવ્યું છે કે જો રોગીષ્ટ કોષને ફરી તેની સ્વાસ્થાવસ્થાની સ્થિતિમાં નથી પહોંચતા તો તેના પરિણામે સામાન્ય સોજો રહે છે જે થોડું જ કારણ મળતા ફરી રોગ કરે છે. સીઓપીડી રોગમાં આ જ પ્રમાણે થતું જોવા મળતું હોય છે. દરેક શ્વાસના એટેક પછી શ્વાસ માર્ગની નળીઓમાં થોડી અસર રહી જાય છે જેના પરિણામે શરૂઆતમાં રોગમાં દવાના ઉપયોગથી રાહત થાય છે તેના પણ ધીરે ધીરે વેગ આવવાના સમયમાં ઘટાડો થાય છે અને વેગનો સમય વધે છે અને જેમાં રાહત આપવા માટે નેબ્યુલાઇઝ કરવા પડે અથવા પંપ લેવો પડે.
આયુર્વેદ મતે સીઓપીડીની સમજણ અને સારવાર
આયુર્વેદ મતે સીઓપીડીને ચોક્કસ નામ આપવું શક્ય નથી પણ ચરકસંહિતામાં વર્ણીત તમક, શ્વાસમાં આવરી શકાય. તમક શ્વાસ રોગને આયુર્વેદના મતે યાપ્ય કહ્યો છે એટલે કે જેમાં રોગીને સતત કાળજી રાખવી પડે છે. જો કાળજી ન રાખવામાં આવે અથવા ઋતુ પ્રભાવના કારણે રોગ થઈ શકે છે.
સીઓપીડી રોગની આયુર્વેદ સારવાર રોગીની તાસીર, રોગની અવસ્થા, રોગ થવાની પ્રક્રિયા પ્રમાણે રોગીની પરીક્ષા કર્યા પછી ખાસ સારવાર આપવામાં આવે છે. સીઓપીડી રોગની બે અવસ્થામાં જોવા મળે છે. આવસ્થિક વેગ અવસ્થા જેમાં રોગનો એટેક આવે છે અને રોગીને તાત્કાલિક દવા આપવાની જરૂરિયાત રહે છે. તેમાં આયુર્વેદ ચિકિત્સક ચિકિત્સાલયમાં છાતી, વાંસામાં સૈંધવાદિ તેલ અથવા તેના જેવા અન્ય કફ શામક વાત શામક તેલનું માલિશ કરી અને ગરમ સેક નાડીથી શેક આપે જેના પરિણામે બ્રોનકો કનઝેશનમાં રાહત થાય. આ અવસ્થામાં ચિકિત્સક કનકસાવ, સોમસાવ, સોમલતા, અભ્રગર્ભ પોટલી, હેમગર્ભ પોટલી, બૃહત વસંત માલતિ, વસાવલેહ, દશમૂળ ક્વાથ, ભારંગયાદી ક્વાથ વિગેરે દવાઓનો ઉપયોગ કરી શકે છે. પોટલી રસાયણ આયુર્વેદની તાત્કાલિક મેડિસિન પૈકીની અગત્યની દવા છે જેનો ઉપયોગ તાકીદની પરિસ્થિતિમાં રોગીને લાભ આપવા માટે વાપરી શકાય છે. આ અવસ્થામાં થોડી થોડી માત્રામાં સતત આપવામાં આવી શકે છે.
જ્યારે કે બીજી અવસ્થામાં રોગીને સામાન્ય રીતે કોઈ પણ પ્રકારના લક્ષણ હોતા નથી પણ શરીર પૂર્ણ પણે સ્વસ્થ નથી હોતું અને ફેફસાંમાં રોગના લક્ષણ મળે છે. (ચિકિત્સક દ્વારા તપાસતા વીઝીંગ જોવા મળે અને લંગ કેપેસીટીમાં ઘટાડો થાતો જોવા મળી શકે છે) આ અવસ્થામાં રોગની ચિકિત્સાની જરૂરિયાત વધુ હોય છે (સામાન્ય રીતે રોગી આ અવસ્થામાં ચિકિત્સા માટે ગંભીર નથી હોતો જે યોગ્ય નથી રોગના લક્ષણ નથી તેનો મતલબ રોગ નથી તેમ માનવું યોગ્ય નથી અને આ અવસ્થામાં જો યોગ્ય ઉપચાર અને કાળજી રાખવામાં આવે તો રોગીને તાત્કાલિક એટેકની સ્થિતિ આવવાની શકયતા અને દાખલ કરવાની શક્યતા ઓછી થાય છે.
આ અવસ્થામાં રોગની ચિકિત્સા માટે આયુર્વેદ ચિકિત્સક રોગની તપાસ કરી પછી વિરેચન અથવા રસાયણ ચિકિત્સા આપી શકે છે. જેમાં આયુર્વેદ ચિકિત્સક ભારંગયાદી ક્વાથ, ગોજિહવાદિ ક્વાથ, દશમૂળ ક્વાથ, વાસા, તુલસી, લક્ષ્મી વિલાસ રસ, વસંત માલતિ રસ, અશ્વગંધા, વગેરે આપવામાં આવી શકે છે. લાંબા વખત સુધી આ અવસ્થામાં રોગીને દવા અને પરેજી રાખવી આવશ્યક માનવામાં આવે છે.
આ અવસ્થામાં રોગીને વિરેચન, બૃહણ ચિકિત્સા રસાયણ ચિકિત્સા કરવી જરૂરી માનવામાં આવે છે. ચરક સંહિતામાં બતવામાં આવ્યું છે કે રોગીનું કર્ષણ ન જ થવું જોઈએ જો કર્ષણ થાય તો રોગ ગંભીર બને છે. તેથી રસાયણ ચિકિત્સા કરવી જોઈએ. રસાયણ ચિકિત્સામાં ઔષધ, દવાઓ લાંબો સમય સુધી ચાલુ રાખવી જોઈએ જેથી ફેફસાંને તેની રોગ પહેલાની મૂળ સ્થિતિમાં લાવી શકાય. (સામાન્ય રીતે આ અવસ્થા પ્રાપ્ત કરવા માટે લઘુતમ એક વર્ષનો સમય લાગી શકે છે. તેના પરિણામે વાઈટલ કેપેસીટીમાં સુધારો જાણી શકાય. એક્સ-રે માં જરૂરી સુધારો નોર્મલ ના પણ આવે) આ અવસ્થા ને કોમ્પેશન કહેવાય પણ ચિકિત્સા વિજ્ઞાનમાં સુધારો મહત્ત્વનો લેખાય કારણ કે તેમ થતાં વારંવાર એટેકની શક્યતા ઘણી ઓછી થતી જોવા મળે છે.
પ્રસ્તુત માહિતી સામાન્ય રોગ અને તેના આયુર્વેદ ઉપચાર માટે પ્રસ્તુત કરવામાં આવી છે. દરેક રોગી અને તેને થનાર રોગ વિશેષ હોય શકે તેથી રોગ, રોગીની તપાસ અને જરૂરી પરીક્ષણ પછી નિષ્ણાત આયુર્વેદ ચિકિત્સકના દિશાનિર્દેશ મુજબ સારવાર લેવી.
વધુ માહિતી અને પરામર્શ માટે આયુર્વેદ ચિકિત્સકનો સંપર્ક કરવો.
ડૉ. નિશાંત શુક્લ, જામનગર
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial