Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આણદાબાવા સેવા સંસ્થાના મહંત દેવપ્રસાદજી તથા સ્થાપક રમણિકલાલ શાહના વરદ્ હસ્તે
જામનગર તા. ર૧: જામનગરની શહેરની અગ્રગણ્ય સહકારી બેંક ધી નવાનગર કો-ઓપરેટીવ બેંક લિ. શહેરભરમાં ૧૦ શાખાઓ તથા ૧ એક્ટેન્શન કાઉન્ટર ધરાવે છે. તાજેતરમાં બેંકની ખોડિયાર કોલોની સ્થિત શાખાને નજીકમાં જ જી-૧, રોયલ હાઈટ્સમાં આણદાબાવા સેવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ તથા બેંકના સ્થાપક અને પૂર્વ ચેરમેન રમણિકલાલ શાહના વરદ્ હસ્તે સ્થાનાંતરિત કરવામાં આવી હતી. આ પ્રસંગે બેંકના ચેરમેન પ્રદિપભાઈ વાધર અને વાઈસ ચેરમેન ચેતનભાઈ ખટ્ટર તેમજ અન્ય ડાયરેક્ટરો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને શાખાના નૂતન સ્થાનની શુભ શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે બેંકના ડાયરેક્ટર તુલસીભાઈ ગજેરા, અશોકભાઈ જોબનપુત્રા, ચેતનભાઈ માધવાણી, બિપીનભાઈ કનખરા, મુનિષભાઈ મહેતા, અમિતભાઈ કુંડલિયા, કુણાલભાઈ શેઠ, કાંતિલાલ નકુમ, સી.એ. જાન્વીબેન શાહ, પૂર્વ ડાયરેક્ટર નાથાલાલ મુંગરા વિજયભાઈ શેઠ, બેંકના ગ્રાહકો તેમજ બેંકના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર આર.કે. પાઢ ઉપસ્થિત રહ્યા હતાં.
અત્રે ઉલ્લેખનિય છે કે, ધી નવાનગર કો-ઓપરેટીવ બેંક જામનગર શહેરમાં છેલ્લા ૪૬ વર્ષોથી કાર્યરત છે તેમજ સમયની સાથે ચાલીને પોતાના ગ્રાહકોને અત્યંત આધુનિક બેંકીંગ સવલતો સાથે ઉમદા અને કાઉન્ટર સેવાઓ આપવા માટે હંમેશ કટીબદ્ધ રહેલી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial