Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ આસામીને વ્યાજ સાથે ચૂકવાશે વળતરઃ
જામનગર તા. ૨૧: જામનગરના એક તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે આસામી દ્વારા પોતાના વાહનનો વીમો ઉતારનાર અને પાછળથી ક્લેઈમ ચૂકવવાનો ઈન્કાર કરનાર વીમા કંપનીઓ સામે ગ્રાહક ફોરમમાં ફરિયાદો કરવામાં આવી હતી. ફોરમે ત્રણેય કેસમાં વ્યાજ સાથે વળતર ચૂકવવા વીમા કંપનીઓને આદેશ કર્યાે છે.
જામનગરના કિશન ઓડેદરા નામના આસામીએ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ. કંપની પાસેથી પોતાના માલવાહક વાહનનો વીમો મેળવ્યો હતો. તે પછી પોરબંદર રોડ પર તે વાહનને અકસ્માત નડતા તેમાં થયેલી નુકસાની અંગે વીમા કંપનીને જાણ કરી વળતર મંગાયું હતું. વીમા કંપનીએ ક્લેઈમ રદ્દ કરતા કિશન ઓડેદરાએ ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે રૂ.૨,૭૨,૫૦૭ નવ ટકા વ્યાજ સાથે તથા ફરિયાદ ખર્ચ પેટે રૂ.૧૦ હજાર અલગથી ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યાે છે.
દ્વારકા જિલ્લાના ભીખુભાઈ અરજણભાઈ કરમુરે પોતાની મોટર માટે રિલાયન્સ જનરલ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી વીમો મેળવ્યા પછી ભરૂચ હાઈવે પર પાર્ક કરેલી તેમની મોટરમાં ટ્રક અથડાઈ પડ્યો હતો. મોટરમાં થયેલી નુકસાની અંગે જાણ કરી ભીખુભાઈએ વળતર માટે ક્લેઈમ કરતા વીમા કંપનીએ ક્લેઈમ રદ્દ કર્યાે હતો. વીમા કંપની સામે ગ્રાહક ફોરમમાં કરાયેલી ફરિયાદ ચાલી જતાં ફોરમે રૂ.૬ લાખ ૩૪ હજાર છ ટકા વ્યાજ સાથે ચૂકવવા તથા ફરિયાદ ખર્ચના રૂ.પ હજાર પણ આપવા હુકમ કર્યાે છે.
દ્વારકા જિલ્લામાં આદિત્ય લોજીસ્ટીક નામની પેઢીના પાર્ટનર મનોજ લખમણભાઈ વેગડે ટ્રકનો વીમો મેળવ્યા પછી તે ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી પોલીસે તેની નોંધ કરી હતી અને એફએસએલે સેમ્પલ મેળવ્યા હતા. ટ્રકમાં થયેલી નુકસાનીનો ક્લેઈમ કરાતા આ ટ્રકની વીમા કંપની ગો ડિઝીટ જનરલ ઈન્સ્યુરન્સ કંપનીએ ક્લેઈમ રદ્દ કર્યાે હતો. વીમા કંપની સામે જામનગર ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે રૂ.૮,૭૩,૫૨૫ છ ટકા વ્યાજ સાથે ચૂકવવા અને ફરિયાદ ખર્ચના રૂ.પ હજાર અલગથી આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ત્રણેય કેસમાં અરજદારો તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial