Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે શખ્સની ધરપકડઃ કાયદાથી સંઘર્ષિત બે કિશોર પણ ઝડપાયા
જામનગર તા. ૨૧: જામનગરના હનુમાન ટેકરી-દલિતનગરમાં ગયા બુધવારની રાત્રે ત્રણ મકાનમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. ચોરાઉ, રોકડ તેમજ મત્તા સાથે બે શખ્સની ધરપકડ કરી છે. ચોરીમાં કાયદાથી સંઘર્ષિત બે કિશોરની પણ સંડોવણી જાહેર થઈ છે. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી લીધો છે.
જામનગરના હનુમાન ટેકરી પાસે દલિતનગરમાં આવેલા વિશાલ મનજીભાઈ પરમાર નામના આસામીના મકાનમાં ગયા બુધવારની રાત્રે ચોરી થઈ હતી. તેમના મકાનમાંથી રૂ.૧૦ હજાર રોકડા તેમજ લેપટોપ, ચાંદીના સાંકળા, સિક્કા, સોનાની નથ ઉપરાંત પાડોશી કમલેશભાઈના મકાનમાંથી ડીવીડી પ્લેયર, ટીનનો ડબ્બો, ત્રીજા પાડોશી રાજુભાઈના મકાનમાંથી રૂ.૨૦ હજાર રોકડા ચોરી કરી તસ્કર પલાયન થયા હતા.
આ બાબતની સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવ્યા પછી પીઆઈ આઈ.એ. ધાસુરાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે તપાસ શરૂ કરી હતી.
તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ વી.બી. બરબસીયાને જમાદાર ફૈઝલ ચાવડા, હર્ષદ પરમાર, હોમદેવ સિંહ મારફત મળેલી બાતમીના આધારે ખુલ્લા ફાટકથી વામ્બે આવાસ તરફ જવાના રસ્તા પર વોચ રાખવામાં આવી હતી. જેમાં ખુલ્લા ફાટક નજીકના બાવરીવાસમાં રહેતો અર્જુન વિજય કોળી અને હનુમાન ટેકરી પાસે રહેતો રોહિત જીવણ ડાભી તથા કાયદાથી સંઘર્ષિત બે કિશોર મળી આવ્યા હતા. આ વ્યક્તિઓ ચોરીનો સામાન સગેવગે કરવાની તજવીજ કરતા હતા ત્યારે પોલીસે દબોચી લીધા હતા. આ શખ્સોના કબજામાંથી રૂ.૩૦ હજાર રોકડા, લેપટોપ, ચાંદીના બે સિક્કા, ચાંદીના સાંકળા, સોનાનો દાણો, ડબ્બો, ડીવીડી પ્લેયર કબજે કરાયા છે. પોલીસે અર્જુન કોળી તથા રોહિત ડાભીની ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial