Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક ડીગ્રીના વધારા છતાં તીવ્ર ઠંડી યથાવતઃ
જામનગર તા. ર૧: શિતલહેરના પગલે જામનગરમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. તીવ્ર ઠંડીમાં શહેર ઠંડુગાર થઈ જતા પ્રજાજનો ધ્રુજી ઊઠ્યા છે. છેલ્લા ચોવીસ કલાકમાં વધુ એક ડીગ્રીના વધારા સાથે ન્યુનત્તમ તાપમાન ૧૪ ડીગ્રી નોંધાયું હતું.
જામનગરમાં પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ ર૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી, જેના પગલે નગરમાં ઠંડીનું મોજું ફરી વળતા પ્રજાજનો ધ્રુજી ઊઠ્યા છે. શિતલહેરમાં સપડાતા શહેર આખું ય ઠંડુગાર થઈ ગયું છે. કડકડતી ઠંડીના પગલે રાત્રે લોકોની ચહલ-પહલમાં ઘણો જ ઘટાડો થયો છે. ઠંડી એટલી તીવ્ર બની ગઈ છે કે લોકોને ઘરમાં પણ ગરમ વસ્ત્રો પહેરવાની જરૂર પડી રહી છે.
જેમ-જેમ ઠંડી વધી રહી છે તેમ તેમ ગરમ કપડાના વેંચાણમાં પણ વધારો થઈ રહ્યો છે. ઠંડી સામે રક્ષણ મળે તે માટે લોકોએ રાત્રે કામ વગર ઘરની બહાર જવાનું ટાળ્યું હતું અને જે લોકો બહાર હતા તેઓએ તેમનું કામકાજ વહેલું આટોપીને ઘર તરફ પ્રયાણ કર્યું હતું.
જામનગરમાં શનિવારે સવારે ૮ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન વધુ એક ડીગ્રીના વધારા સાથે ન્યુનત્તમ તાપમાન ૧૪ ડીગ્રી અને અઢી ડીગ્રી ઘટીને મહત્તમ તાપમાન ર૪ ડીગ્રી નોંધાયું હતું. છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ તો ન્યુનત્તમ તાપમાનમાં ૪.૪ ડીગ્રીનો વધારો થયો છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ નજીવા વધારા સાથે પ૩ ટકા રહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial