Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વ કેન્સર દિવસની ઉજવણી નિમિતે
જામનગર તા. ૨૦: જામનગરના બટુકભાઈ ખંઢેરીયા ચેરી. ટ્રસ્ટ દ્વારકા આગામી તા. ૪ થી ફેબ્રુઆરીના વિશ્વ કેન્સર દિવસ નિમિતે તા. ૨૬-૧-૨૫ના સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી સ્ત્રીઓ માટે ગર્ભાશયના મુખના કેન્સર રોગ માટે ગુરૂદ્વારા સર્કલ પાસે, ડો. કલ્પનાબેન ખંઢેરીયાની હોસ્પિટલ, સેન્ટર પોઈન્ટ પાછળ, જામનગરમાં નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જે પણ બહેનોને સફેદ પ્રવાહીની તકલીફ હોય, પાણીની સાથે ખંજવાળની તકલીફ હોય, સંભોગ પછી બ્લડીંગ થતું હોય, બે માસિકની વચ્ચે લોહી પડતું હોય, અનિયમિત માસિક હોય તથા યોનીમાંથી દુર્ગંધવાળું પ્રવાહી પડતું હોય આવી તકલીફો જેમને હોય તેમણે તેમની અંદરની તપાસ કરાવી લેવી જોઈએ.
આ તપાસ બિલકુલ ફ્રી કરી આપવામાં આવશે. જેમને આગળ જરૂર પડે તેમને સ્પેશિયલ ઈન્સ્ટ્રુમેન્ટ કોલપોસ્કોપથી રાહત દરે તપાસ કરી આપવામાં આવશે. જેનાથી કેન્સરનું વહેલું નિદાન શકય છે તથા બાયોપ્સી કયાંથી લેવી તેની ખબર પડે છે તથા આગળ શું ટ્રીટમેન્ટ આપવી તેના માટે પણ આ બાયોપ્સી જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial