Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા રામનાથ સોસાયટીનો વરસો જુનો વીજપ્રશ્ન ઉકેલાયો

અનેક-અવાર નવાર રજૂઆતના અંતે

ખંભાળિયા તા. ૨૦: ખંભાળિયામાં રામનાથ સોસાયટી, પોર ગેઈટ, પોલીસ સ્ટેશન વિસ્તાર, કુંભારવાડા સહિતના વિસ્તારોમાં વર્ષોથી વીજ પ્રશ્નો અવારનવાર થતાં હોય પવન કે વરસાદમાં કલાકો વીજ પુરવઠો ખોરવાઈ જવો તથા થ્રી ફેસ કનેકશનોમાં પણ પુરતા વોલ્ટેજ ના મળવા ઉનાળામાં રાત્રે જાગરણ ફરજીયાત જેવું થતું હોય આ વિસ્તારના, પૂર્વ પાલિકા પ્રમુખ કિશોર દત્તાણી, અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્ય, કપીલભાઈ દત્તાણી, કૌશિક ઉનડકડ, ચિરાગ દત્તાણી, દિવ્યેશ પલાણ, ગૌરવ સોની, હરીશભાઈ વગેરેની અવાર-નવાર રજૂઆતો પછી પી.જી.વી.સી.એલ.ના કાર્ય.ઈજનેર ગોઝીયાના માર્ગદર્શનમાં શહેર ડેપ્યુટી ઈજનેર રોનક પટેલ તથા લાઈન ઈન્સ્પેકટર અનિલભાઈ વારીયાની ટીમ દ્વારા પોર ગેઈટથી રામનાથ પુલ સુધી મજબૂત કેબલ બન્ને સાઈડ નાખીને હવે પછી કમ્પલેઈન ના આવે તેવી સ્થિતિ બનાવી હતી.

બીજો મેઈન કેબલ ઈન્યુલેટેડ પડી જતાં હવે ડાળીઓ તૂટતા કે વરસાદ, પવનથી વીજ પુરવઠો નહીં ખોરવાય તથા નજીકના સમયમાં ત્રણેક મોટા ટી.સી. નાખીને વધુ પૂરતા વોલ્ટેજ સાથે વીજ પુરવઠો પ્રસ્થાપિત થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh