Advertisement
Author: નોબત સમાચાર

ધારાસભ્યો- જિલ્લા પંચાયતના પ્રમુખે રજૂ કરેલા લોકપ્રશ્નો અંગે તત્કાલ એક્શન લેવા તાકીદ

જામનગર જિલ્લા સંકલન-ફરિયાદ સમિતિની બેઠકમાં

જામનગર તા. ૨૦: જિલ્લા કલેકટર ભાવિન પંડયાના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો ધ્યાને લઈ સત્વરે તેનો નિકાલ કરવા લગત વિભાગોને કલેકટરે તાકીદ કરી હતી.

જામનગર જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ધારાસભ્ય હેમંતભાઈ ખવા, મેઘજીભાઈ ચાવડા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર દ્વારા રજૂ કરવામાં આવેલ લોક પ્રશ્નોે અને રજૂઆતો પરત્વે સત્વરે જરૂરી કાર્યવાહી હાથ ધરવા લગત અધિકારીઓને જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના અપાઈ હતી.બેઠકમાં જન પ્રતિનિધિઓ દ્વારા મહેસુલ, વીજળી, આરોગ્ય, કૃષિ, રોડ રસ્તા, ખાણ ખનીજ, પાણી પુરવઠા વિભાગના પ્રશ્નો, જમીન માપણી અંગેના પ્રશ્નો અને પીજીવીસીએલ અંગેના પ્રશ્નો વિશે ચર્ચા કરાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો ધ્યાને લઈ ઉપસ્થિત લગત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમજ પ્રશ્નોનો સત્વરે નિકાલ આવે તે દિશામાં ત્વરીત કામગીરી હાથ ધરવા તાકીદ કરી લોકોની જરૂરિયાતો અને તેમના પ્રશ્નોને પ્રાથમિકતા આપી સમય મર્યાદામાં કામો પૂર્ણ કરવા અંગે સૂચનો પણ હતા, આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર સહિત સંકલન સમિતિના સર્વે સભ્યો ઉપસ્થિત રહૃાા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh