Advertisement
Author: નોબત સમાચાર

આહિર સમાજના ખેલાડીઓ માટે ઓપન ગુજરાત ટેનીસ બોલ ડે ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્નઃ રામ ઈલેવન-ગડુ ચેમ્પિયન

'સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રોફી' જામનગરમાં

જામનગર તા. ૨૦: જામનગરના આહિર એકટીવ ગ્રુપ દ્વારા આહિર સમાજના ખેલાડીઓ માટે સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રોફી-૨૦૨૪-૨૫ ઓપન ગુજરાત ટેનીસ બોલ ડે ક્રિકેટ ટુર્નામેન્ટ રોમાંચક ફાઈનલ મેચ સાથે સફળતાપૂર્વક સમાપ્ત થઈ હતી.

તા. ૨૪ ડિસેમ્બર-૨૦૨૪ થી ન્યુ જામનગર બાયપાસ પાસે, નિલેશભાઈ ભુતિયાની વાડીના મેદાનમાં આયોજીત આ ટુર્નામેન્ટમાં આહિર સમાજની ૧૧૨ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં રામ ઈલેવન ગડુ ટીમ અને આર.જી. ઈલેવન-જામનગર વચ્ચે ભારે રસાકસી ભર્યા ફાઈનલ મેચમાં રામ ઈલેવન ગડુનો રોમાંચક વિજય સાથે આ ટીમ ચેમ્પીયન થઈ હતી.

ફાઈનલ મેચ નિહાળવા અને ક્રિકેટ ખેલાડીઓને પ્રોત્સાહીત કરવા બહોળી સંખ્યામાં ક્રિકેટ પ્રેમી લોકો સવારથી સાંજ સુધી ઉપસ્થિત રહ્યા હતા. ત્યારપછી યોજાયેલ ઈનામ વિતરણ સમારોહમાં સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટના પ્રમુખ તથા સંસદ સભ્ય પૂનમબેન માડમ અને આમંત્રીત મહેમાનો નિલેશભાઈ ભુતિયા તેમજ આહિર સમાજના અગ્રણીઓ સર્વે દેવશીભાઈ પોસ્તરીયા, વી.એચ. કનારા, પૂર્વ ડે. મેયર કરશનભાઈ કરમુર અને પ્રવિણભાઈ માડમ, ભરતભાઈ કવાડ, હીતેશભાઈ પીડારીયા, મહેશભાઈ નંદાણીયા, ભરતભાઈ ચાવડા, રામદેભાઈ કંડોરીયા, રમેશભાઈ કંડોરીયા, મહેશભાઈ વારોતરીયા, કેશુભાઈ માડમ- કોર્પોરેટર, કે.બી. ગાગીયા, રાજુભાઈ ગાગીયા, અનીલભાઈ વારોતરીયા, ભાવેશભાઈ ગાગીયા, લાલાભાઈ ગોરીયા, રામભાઈ ખુંટી, ડાડુભાઈ આંબલીયા, દેવીદાનભાઈ જારીયા, દિપકભાઈ ચાવડા, દિલીપભાઈ હાથલીયા, પરબતભાઈ ભાદરકા, બિપીનભાઈ ખીમલીયા, મેરૂભાઈ માડમ, હરદાસભાઈ વારોતરીયા, વિક્રમભાઈ બેલા, રમેશભઈ ગાગીયા, દેવશીભાઈ કરમુર, સુરેશભાઈ વસરા, ધરણાંતભાઈ ચાવડા, જગાભાઈ ચાવડા, પરબતભાઈ વરૂ, કેશુભાઈ લૈયા, પ્રભાતભાઈ ચાવડા, રામભઈા દેથરીયા, કરણાભાઈ વાઢીયા, આલાભાઈ જોગલ, વેજાભાઈ કંડોરીયા, નગાભાઈ ગાધેર, હેમતભાઈ આંબલીયા, એસ.બી. ભેટારીયા, રાજેશભાઈ મકવાણા, જીવણભાઈ કુંભરવડીયા, વશરામભાઈ રાઠોડ, વિગેરે અગ્રણીઓ ઉપરાંત પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

ચેમ્પીયન ટીમ તથા રનર્સ અપ ટીમને આકર્ષક ટ્રોફી તથા રોકડ પુરસ્કાર તેમજ ઉપસ્થિત મહેમાનોના હસ્તે બન્ને ટીમોના ખેલાડીઓને ટ્રેકસુટ અને ટી-શર્ટ આપવામાં આવ્યા હતાં. મેન ઓફ ધી સીરીઝ, મેન ઓફ ધી ફાઈનલ મેચ, બેસ્ટ બેટસમેન, બેસ્ટ બોલર, એમ્પાયરો, કોમેન્ટેટરો અને સ્કોરરને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહીત કરાયા હતાં.

સંસદસભ્ય પૂનમબેન માડમે પ્રાસંગિક પ્રવચન કરી ૨૦ દિવસથી ચાલતી આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર સર્વે ખેલાડીઓને બિરદાવી અભિનંદન પાઠવેલ. તેમજ સ્વ. હેમતભાઈ માડમની સ્મૃતિમાં સને ૨૦૦૮થી પ્રતિ દર વર્ષે આહિર સમાજના ખેલાડીઓ માટે યોજાતી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આહિર એકટીવ ગ્રુપના યુવા સદસ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh