Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૧ઃ ચાંદીબજારનું બિન ઉપયોગી ખંડેર જેવું બસ સ્ટેન્ડ ઐતિહાસિક ઈમારત છે ? ચાંદી બજારમાં સોના ચાંદીની દુકાનો પાસે લગભગ દસ - બાર વર્ષથી ખંડેર જેવી હાલતમાં બિન ઉપયોગી બસ સ્ટેન્ડ આવેલું છે.
અહીંના બસ સ્ટેન્ડ પાસે સિટી બસ કે એસ.ટી.ની બસ ઉભી રહેતી નથી કે નથી કોઈ પેસેન્જર અહીં હાજર હતા. !
ખંડેર જેવી હાલતમાં રહેલા આ બસ સ્ટેન્ડને ઐતિહાસિક ઈમારત કહી શકાય? જો જવાબ હા હોય તો તેની જાળવણી કેમ થતી નથી? અને જવાબ જો ના હોય તો પછી કારણ વગરના બિનઉપયોગી બસ સ્ટેન્ડને જામનગર મહાનગર પાલિકા દ્વારા શા માટે તોડી પાડવામાં આવતુ નથી ?
છેલ્લા દસ- બાર વર્ષમાં જામનગર મહાનગરપાલિકામાં કેટલાય અધિકારી અને પદાધિકારીઓ બદલાઈ ગયા આમછતાં કોઈપણનું ધ્યાન ઉપરોક્ત બિનજરૃરી, ખંડેર જેવા બસ સ્ટેન્ડ ઉપર શામાટે ગયું નથી તેવો પ્રશ્ન રિટેલ વેપારી મહામંડળ -જામનગરના પ્રમુખ શશિકાન્ત મશરૃએ ઉઠાવ્યો છે.
જો આ નકામા બસ સ્ટેન્ડને તોડીને ત્યાં ખુલ્લી જગ્યા કરી નાખવામાં આવે તો ઓછામાં ઓછા દસથી બાર જેટલા ટુ વ્હીલર પાર્ક કરી શકાય તેટલી જગ્યા છે, જે માથાના દુઃખાવા જેવી પાર્કિંગ વ્યવસ્થામાં થોડી રાહત રૃપ બની શકે છે!
પરંતુ તેમ થવાનું તો એક તરફ રહૃાું ઉલ્ટાનું જામનગર મહાનગરપાલિકા ના સફાઈ કામદાર દ્વારા કચરાની હાથલારી, વગેરે ત્યાંજ રાખી દઈને જગ્યાને સાંકડી કરી દેવામાં આવી છે.
આ ચંદીબજારના ચોકમાં છાસવારે ભાજપ દ્વારા જાહેર સભા સહિતના નાના મોટા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, છતાં કોઈ પદાધિકારી કે કોર્પોરેટરનું પણ ધ્યાન આ બિનજરૃરી કદરૃપા માળખા તરફ જતું નથી !
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial