Advertisement
Author: નોબત સમાચાર

જૈનમ ક્લાસીસના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં ઝળક્યા

અંગ્રેજી માધ્યમનું ૧૦૦ ટકા અને ગુજરાતી માધ્યમનું ૯૯ ટકા પરિણામઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: ગુજરાતના શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ર૦રપ માં ધો. ૧૦ અને ૧ર ની પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં જૈનમ ક્લાસીસે જવલંત સફળતા પ્રાપ્ત કરી છે.

જૈનમ ક્લાસીસના સંચાલક વિમલકુમાર કોફરિયાએ 'નોબત' સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૩૧ વર્ષથી રામેશ્વરનગરમાં અમારૃં ક્લાસીસ કાર્યરત છે. આ વર્ષે અંગ્રેજી માધ્યમમાં ૧૦૦ ટકા અને ગુજરાતી માધ્યમમાં ૯૯ ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે. વિવિધ વિષયમાં કુલ ૮ વિદ્યાર્થીઓએ ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત ત્રણ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.

વિમલકુમારે વધુમાં જણાવ્યું હતું કે, કોર્સ વહેલો પૂર્ણ કરતા વિદ્યાર્થીઓ પાસે રિવિઝનનો વધારે સમય મળે છે. આ ઉપરાંત ૧૦૦ ગુણની 'આત્મ વિશ્વાસ કસોટી' પણ લેવામાં આવે છે. આ તમામ પરિબળોના કારણે અમારૂ ક્લાસીસ દર વર્ષે આટલું સારું પરિણામ મેળવવામાં સફળ રહે છે.

ધો. ૧ર માં ૯૯.૯૯ પીઆર મેળવનાર જીમ્મી પરમારનું સીએ બનવાનું સ્વપ્ન

ધો. ૧ર કોમર્સની બોર્ડની પરીક્ષામાં જીમ્મી પરમારે ૯૬.પ૭ ટકા અને ૯૯.૯૯ પીઆર સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કરીને જૈનમ ક્લાસીસ તથા પરમાર પરિવારનું ગૌરવ વધાર્યું છે. જીમ્મીના પિતા કેતનભાઈ પરમાર મજૂરી કામ તથા માતા લતાબેન ઘરકામ કરે છે. ભણવા ઉપરાંત જીમ્મીને ટ્રાવેલીંગ, સંગીત સાંભળવું તથા વાચનમાં રૂચિ ધરાવે છે. જીમ્મી આગળ અભ્યાસ કરીને સીએ બનવા માગે છે.

યશરાજસિંહે પરમારે

૯૯.૦૪ પીઆર મેળવ્યા

યશરાજસિંહ કે. પરમારે ધો. ૧ર કોમર્સની બોર્ડની પરીક્ષામાં ૯૯.૦૪ પીઆર સાથે ૯૧.૧૪ ટકા મેળવ્યા છે. પિતા કિશોરસિંહ ખેતીવાડી સાથે સંકળાયેલા છે તથા દુકાન પણ છે. અભ્યાસ ઉપરાંત ક્રિકેટમાં રૂચિ ધરાવનાર યશરાજસિંહ જીપીએસસીની પરીક્ષા પાસ કરીને સરકારી નોકરી કરવા માગે છે.

મીતની ગવર્મેન્ટ ઓફિસર બનવાની મહેચ્છા

મીત પંડ્યાએ ધો. ૧ર કોમર્સમાં ૯૧ ટકા અને ૯૮.૯૭ પીઆર સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. પિતા વિજેન્દ્રકુમાર પંડ્યા રેલવે કર્મચારી અને નીલાબેન પંડ્યા ગૃહિણી છે. ક્રિકેટમાં રૂચિ ધરાવનાર મીત ગવર્મેન્ટ ઓફિસર બનવા માગે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh