Advertisement
Author: નોબત સમાચાર

રોઝી હાઈસ્કૂલ એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલનું ધો.૧૨નું ૯૪% અને ધો.૧૦ નું ૮૦% પરિણામ

જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરના કાલાવડ નાકા બહાર આવેલ રોઝી હાઈસ્કૂલ એન્ડ  હાયર સેકન્ડરી સ્કૂલે બોર્ડની પરીક્ષામાં આ વર્ષે પણ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. આચાર્ય રિયાઝભાઈ શેખે "નોબત"ના પત્રકાર દિપક લાંબાને જણાવ્યું હતું કે અમારી શાળા ઈ.સ.૧૯૯૦ થી કાર્યરત છે અને તેનું સંચાલન ઝુબેદાબેન ખીરા કરે છે. પ્રતિ વર્ષની જેમ આ વર્ષૈ પણ અમારી શાળાએ બોર્ડની પરીક્ષામાં સારૂ પરિણામ મેળવ્યું છે. જેમાં ધો. ૧૨ અને ધો. ૧૦માં અનુક્રમે ૯૪% અને ૮૦% પરિણામ આવ્યું છે. બે વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે.

મારે સી.એ. બનવું છેઃ ઈશાણી અલરઝાક

એચ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં ઈશાણી અલરઝાકે ૯૦% સાથે ૯૮.૫૨ પી.આર. પ્રાપ્ત કર્યા છે. પરીક્ષામાં સફળતા મળે એ માટે અલરઝાક દરરોજ ૪ થી ૫ કલાક અભ્યાસ કરતો હતો. અલરઝાકનું સી.એ. બનવાનું સ્વપ્નું છે.

ફરીનનું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું સ્વપ્ન

ધો. ૧૨ની બોર્ડની પરીક્ષામાં મસ્કતી ફરીને ૮૩.૮૬% સાથે ૯૩.૩૩ પી.આર. પ્રાપ્ત કર્યા છે. પિતા રફીકભાઈ મજુરીકામ કરે છે ફરીન આગળ અભ્યાસ કરીને સીએ બનવા માંગે છે.

ઉદયની સી.એ. બનવાની અભિલાષા

ધો. ૧૦ની બોર્ડની પરીક્ષામાં કણઝારીયા ઉદયે ૯૦.૫૦% અને ૯૬.૩૬ પી.આર. સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ઉદયના પિતા કિશોરભાઈ મજુરીકામ કરે છે. ઉદય આગળ અભ્યાસ કરીને સી.એ. બનવા માંગે છે.

અફશાનું સી.એ. બનવાનું લક્ષ્ય

સમા અફશાએ ધો. ૧૦ની બોર્ડની પરીક્ષામાં કણઝારીયા ઉદયે ૯૦.૨૨% અને ૯૬.૨૨ પી.આર. મેળવ્યા છે. પિતા ઈમ્તીયાઝભાઈ ડ્રાઈવીંગ કરે છે અને માતા મીનાઝબેન ગૃહિણી છે. પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે તેણી દરરોજ ચાર કલાક વાંચન કરતી હતી. અફશાનું સી.એ. બનવાનું લક્ષ્ય છે.

મારે બેંકીંગ ક્ષેત્રમાં જવું છે : સાલેહા

કુરેશી સાલેહાએ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં ૯૦% સાથે ૯૬.૦૭ પી.આર. પ્રાપ્ત કર્યા છે. પરીક્ષામાં વધુ ટકા મેળવવા માટે તેણી દરરોજ ૩ કલાક અભ્યાસ કરતી હતી. સાલેહાને બેંકીંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી છે.

આરઝુની બેંક મેનેજર બનવાની આરઝુ

આરઝુ સમા એ ધો. ૧૦માં ૯૦% સાથે ૯૬.૦૭ પી.આર. મેળવ્યા છે. પિતા અલ્તાફભાઈને પાનની દુકાન છે અને માતા કૌસીરબેન ગૃહિણી છે. આરઝુને બેંક મેનેજર બનવાની આરઝુ છે.

મારે સી.એ. બનવું છેઃ

સદફ ગણાત્રા

ધો. ૧૦માં સદફ ગણાત્રાએ ૮૭% અને ૯૨.૫૪ પી.આર. પ્રપ્ત કર્યા છે. પરીક્ષામાં ઉચ્ચ ગુણાંક સાથે સફળતા મળે તે માટે સદફ દરરોજ ૮ કલાક વાચન કરતો હતો. સદફ આગળ અભ્યાસ કરીને સી.એ. બનવા માંગે છે.

અક્ષયની ડોકટર     બનવાની તમન્ના

કછટીયા અક્ષયે ધો. ૧૦ની બોર્ડની પરીક્ષામાં ૮૫.૧૬% સાથે ૯૧.૦૬ પી.આર. મેળવ્યા છે. પિતા ભરતભાઈ મજુરીકામ કરે છે. તો માતા ભારતીબેન ઘરકામ કરે છે. અક્ષય આગળ અભ્યાસ કરીને ડોકટર બનવા માંગે છે.

પઠાણ સઈદની મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનવાની મહેચ્છા

સઈદ પઠાણે ધો. ૧૦ની બોર્ડની પરીક્ષામાં ૮૪% સાથે ૮૯.૮૬ પી.આર. મેળવ્યા છે. પરીક્ષામાં વધુ ગુણ મેળવવા માટે સઈદ દરરોજ ૪ થી ૫ કલાક વાચન કરતો હતો. સઈદ મેડિકલ ક્ષેત્રમાં કારકીર્દી બનવવા માગે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh