Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચોમાસુ આવે એટલે આપણે ઘણી બધી પૂર્વ તૈયારીઓ પણ કરવી પડે. વરસાદ આવે ત્યારે આપણે હેરાન ન થવું હોય અને વરસાદને ખરેખર માણવો પણ હોય તો પૂર્વ તૈયારી તો કરવી પડે. સરકાર તો એની રીતે પૂર્વ તૈયારી કરતી જ રહે છે, ચોમાસા પહેલા અને ચોમાસુ ચાલુ હોય ત્યારે પણ.
અરે સરકારની ઘણી બધી ચોમાસાની પૂર્વ તૈયારીઓ તો ચોમાસુ પૂરું થાય ત્યાં સુધી ચાલુ રહે છે! મને લાગે છે કે સરકારે કદાચ આવતા વર્ષના ચોમાસાની પૂર્વ તૈયારી શરૂ કરી દીધી હશે..!
અંબાલાલ પટેલે તો ચોમાસાની તૈયારી શરૂ કરી પણ દીધી. આજના છાપામાં જ અંબાલાલ પટેલની આગાહી છે કે આવતી કાલથી જ વરસાદ શરૂ થઈ જશે. છાપાના આ સમાચાર અમને ડોક્ટર રાજને જ વાંચી સંભળાવ્યા અને બોલ્યા, "હવે વરસાદ તો રેગ્યુલર આવવાનો જ. અને તેથી જ આપણું મોર્નિંગ વોક અનિયમિત થઈ જશે. માટે જ હું કહું છું કે આપણે મોર્નિંગ વોક થોડું વધારે કરવું જોઈએ. ચાલો આજે તળાવને એક ચક્કર વધારે લગાવી લઈએ..!"
ડોક્ટર સાહેબની વાતમાં બધાએ હા કહી પરંતુ ગાંઠીયા પ્રેમી નટુએ એક જુદુ જ સૂચન કર્યું, "સાહેબ, વધારાનું વોકિંગ તો આવતી કાલથી પણ થઈ શકે."
"તો આજે આપણે શું કરીશું ?" લાલાએ પૂછ્યું.
"ગાંઠીયા પાર્ટી...!" ચોમાસાની પૂર્વ તૈયારી કરવાની નટુની પોતાની આગવી રીત હતી.
ચોમાસુ આવે એટલે સરકારે પણ પોતાની રીતે પૂર્વ તૈયારી કરવી પડે. ચોમાસામાં પહેલો વરસાદ પડે અને શહેરના રસ્તાઓ ધોવાઈ જાય, રોડ પર ખાડા પડે ત્યારે તેને ઝડપથી રીપેર કરવાની તૈયારી પણ રાખવી પડે.
જો કે છેલ્લા ઘણાં વર્ષો થયા રોડ વરસાદ આવે તે પહેલા જ તૂટી જાય છે અને તેમાં ઠેર ઠેર ખાડા પણ પડે છે. લોકો પણ ખાડાવાળા રોડના ફોટા પાડીને સોશિયલ મીડિયામાં મૂકે છે અને મજાકમાં પૂછે છે, "આ રોડ પર કેટલા ખાડા છે ?"
પરંતુ મને લાગે છે કે આ તો એક નેગેટિવ ટ્રેન્ડ છે, સરકારને બદનામ કરવાનું એક કાવત્રું છે. અહીં અસંખ્ય ખાડાઓની વચ્ચે છુપાયેલો રોડ શું કોઈને નથી દેખાતો ? આપણે ખરેખર તો એક આશ્વાસન લેવું જોઈએ કે ભૂતકાળમાં ક્યારેક અહીં પણ એક રોડ હતો જે આપણી પ્રજા વત્સલ સરકારે બનાવેલો હતો !!
અમદાવાદમાં રોડ વચ્ચે જે ખાડા પડે છે તેને ભૂવા કહે છે, અને આ ભૂવા તો ઘણી વખત એટલા બધા મોટા હોય છે કે તેમાં સાયકલ કે સ્કૂટર તો શું આખી રિક્ષા પણ સમાય જાય છે. હવે આવડા મોટા ખાડાને પૂરવા માટે તૈયારી પણ મોટે પાયે જ કરવી પડે.
અમદાવાદમાં આ માટે સરકારે સરસ રસ્તો વિચારી કાઢ્યો છે. થોડા સમય પહેલા અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં મોટા પાયે ડિમોલીશન કરવામાં આવ્યું. લગભગ ૧૦ - ૧૨ હજાર કાચાપાકા મકાન ડિમોલીશ કરવામાં આવ્યા. સ્વાભાવિક છે કે તેમાંથી કાટમાળ અને કચરો પણ મોટે પાયે નીકળ્યો.
હવે સરકારે જાહેર કર્યું છે કે ડિમોલીશનના આ કચરાનો ઉપયોગ ચોમાસા દરમિયાન રસ્તા પર પડનારા ભૂવા પુરવા માટે કરવામાં આવશે. એટલે કે સરકારનું આયોજન એ પ્રકારનું છે કે પહેલા રસ્તા પર ચોમાસામાં ભુવા પડવા દેવાના અને પછી તેને આ ડિમોલીશનના કાટમાળથી પુરવાના. આને કહેવાય ચોમાસાની પૂર્વ તૈયારી..!!
વિદાય વેળાએ : એક મેડમનું નામ 'નમ્રતા' હતું.... તેના પતિ એને લાડથી "નમુ" કહીને બોલાવતાં...
અને હંમેશાં કે' તા કે, "નમુ" મારી છે અને હું
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial