Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલમાં ગુજરાત સરકારે મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કર્યું છે જે અંતર્ગત આજે આપણે એવાં દેશી પીણાંઓ વિશે વાત કરીશું જે ચરબી ઓછી કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. દરેક વ્યક્તિ પેટની ચરબીને ઓછી કરવામાં માંગે છે, પણ આ હઠીલી ચરબી જલદીથી ઓછી થતી નથી પણ જો તમે તમારી જીવનશૈલી અથવા આહારમાં ઘણાં બધાં ફેરફારો કર્યા વિના ફેટ ઘટાડવા માંગતાં હો, તો તમારે અમુક દેશી અને આયુર્વેદિક પીણાં સવારે પીવા જોઈએ જે ચરબી ઘટાડી શકે છે.
ગ્રીન ટી
ગ્રીન ટી ચરબી ઓછી કરવા માટે જાણીતી છે. તેમાં ઉચ્ચ એન્ટીઑકિસડન્ટ હોય છે. ભોજન પછી અને સવારે તેનું સેવન કરવાથી ચરબી ઓછી કરવામાં તે મદદ કરે છે. તેનાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો ચયાપચયમાં સુધારો કરે છે.
તજની ચા
તજની ચા એ શરીરની ચરબી ઓછી કરવાની એક સરસ રીત છે. સાંજે તજની ચા પીવાથી તે તમારાં ચયાપચયને વધારવામાં મદદ કરી શકે છે. તેનાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઑકિસડન્ટ ગુણધર્મોને કારણે તે શરીરમાંથી ઝેરી તત્ત્વોને પણ દૂર કરે છે અને લીવરને સ્વસ્થ રાખે છે.
છાશ
જો તમે વજન ઘટાડવા માટે કેટલાક સ્વાદિષ્ટ અને સ્વસ્થ વિકલ્પોની શોધમાં છો, તો છાશ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. છાશને એક શ્રેષ્ઠ પીણાં તરીકે માનવામાં આવે છે જે પેટની ચરબી ઘટાડે છે. છાશમાં પ્રોબાયોટિક્સ હોય છે, જે પાચનમાં સુધારો કરે છે. તે વિટામિન બી ૧૨, અને પોષક તત્ત્વોના શોષણમાં વધારો કરે છે.
જીરાનું પાણી
જીરામાં થાઇમોસિનોન નામનું એક તત્ત્વ હોય છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત, જીરામાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે જે પાચન અને ચયાપચયમાં વધારો કરે છે. શ્રેષ્ઠ બાબત એ છે કે તે બનાવવું પણ સરળ છે. તમારે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું અથવા જીરા પાઉડર ઉમેરી તેને હલાવીને પીવાનું હોય છે.
મધ અને લીંબુને
ગરમ પાણી સાથે લેવું
વજન ઘટાડવા માટે લીંબુની ચા પ્રખ્યાત છે. જ્યારે પેટની ચરબી ઘટાડવાની વાત આવે છે, ત્યારે લીંબુને ગરમ પાણી સાથે એક શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. લીંબુ શરીરને સાફ કરે છે, જે ચયાપચયમાં વધારો કરે છે અને ચરબીને ઓગાળવામાં મદદરૂપ થાય છે. તેનો સ્વાદ વધારવા માટે, તમે તેમાં થોડું મધ ઉમેરી શકો છો. મધ વજન ઘટાડવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે. એક કપ ગરમ પાણીમાં અડધો ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો અને તેને સવારે ખાલી પેટે પર પીવાથી વજન નિયંત્રિત રહે છે.
આમ કસરતની સાથેસાથે અમુક દેશી અને આયુર્વેદિક પીણાં થકી તમે પેટની ચરબી ઓછી કરી શકો છો અને સાથે સાથે લીવર અને લોહીમાંથી ઝેરીલા તત્ત્વોને પણ દુર કરી શકો છો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial