Advertisement
Author: નોબત સમાચાર

નિફ્ટી ફ્યુચર ૨૩૨૦૨ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન...!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... શેરબજારમાં તેજી માહોલ જોવા મળીયો હતો.અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. આ સાથે વૈશ્વિક ઈક્વિટી માર્કેટ પણ ટ્રમ્પ ૨.૦ માટે તૈયાર થઈ રહ્યું છે. જેના પગલે શેરબજારમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ ૧૨૧ પોઈન્ટના ઉછાળા સાથે ૭૭૧૬૫ ના સ્તરે હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૪૫ પોઈન્ટની ઉછાળા સાથે ૨૩૪૪૭ના સ્તરે કામકાજ કરી રહ્યો હતો,જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૧૨ પોઈન્ટની ઘટાળા સાથે ૪૯૪૦૮ના સ્તરે કામકાજ કરી રહ્યો હતા.

કોર્પોરેટ સારા પરિણામોએ અમેરિકી શેર બજારોમાં ગઈકાલે ડાઉ જોન્સમાં અને નાસ્દાકમાં ઉછાળાની સાથે આજે વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેર બજારોમાં સુધારો આગળ વધ્યો હતો. માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ જોવા મળી હતી.નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ ના ત્રીજા  ત્રિમાસિક માટે મોટાભાગે સકારાત્મક પરિણામો જાહેર થઈ રહ્યા છે. અમેરિકામાં પણ ફુગાવો ઘટ્યો છે. અને રોજગારીના ડેટા મજબૂત બન્યા છે. બીજી તરફ આગામી મહિને રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં મધ્યમવર્ગ, આવકવેરા સંબંધિત મોટા સુધારાઓ થવાની અપેક્ષા વધી છે. આગામી સમયમાં આ પરિબળોની અસર શેરબજાર પર જોવા મળી શકે છે.

શરૂઆતના વેપારમાંના ટોપ ગેઇનર્સમાં એચડીએફસી એએમસી, લાર્સેન, ટીસીએસ, ટોરેન્ટ ફાર્મા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ગ્રાસીમ, મુથૂટ ફાઈનાન્સ, લ્યુપીન, એસીસી, સન ફાર્મા, સિપ્લા, બાટા ઇન્ડિયા જેવા શેરમાં વધારો જોવા મળ્યો હતો. ટોપ લુઝર્સમાં અદાણી એન્ટર., ઓબેરોઈ રિયલ્ટી, કોટક મહિન્દ્રા બેન્ક, વોલ્ટાસ જેવા શેરમાં ઘટાળો જોવા મળ્યો હતો.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૯%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસશ્પી ૫૦૦ ૧.૦૦% વધીને અને નેસ્ડેક ૧.૪૯% વધીને સેટલ થયા હતા.બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૦% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં મંગળવારે કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૨૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૧૭ અને વધનારની સંખ્યા ૨૧૦૫ રહી હતી,૧૦૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૮૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા.... મિત્રો, ઘર આંગણે હવે નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા કેન્દ્રિય બજેટ રજૂ કરવાની કવાયત શરૂ થઈ ગઈ હોઈ નવી કેવી જોગવાઈ આવશે એની અનિશ્ચિતતાએ પણ તેજીનો વેપાર હળવો થતો જોવાઈ રહ્યો છે. કોર્પોરેટ પરિણામો, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે ૨૦,જાન્યુઆરી સુકાન સંભાળી લીધા બાદ એના પર નજર સાથે ક્રુડ ઓઈલના ભાવ અને અમેરિકી ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં વધઘટ પર નજર વચ્ચે આગામી દિવસોમાં નિફટી અને  સેન્સેક્સમાં અફડા  તફડી જોવાઈ શકે છે.

ઈઝરાયેલ-હમાસ યુદ્વ અંતની સંમતિના કારણે  વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન હળવું થવાના પોઝિટીવ પરિબળ અને અમેરિકામાં ડોનાલ્ડ ટમ્પ સત્તાનું સુકાન સંભાળી લીધા બાદ રોજગારીમાં વૃદ્વિ સાથે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા આગમી દિવસોમાં ફરી વ્યાજ દરમાં ઘટાડાના સંકેત અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધતાં અટકતાં પોઝિટીવ પરિબળોએ વૈશ્વિક બજારોમાં ઉડાઉડ અટકી હતી. ભારતીય શેર બજારોમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં કેશમાં સતત નેટ વેચવાલીના આવી રહેલાં આંકડા અને અમેરિકામાં નાસ્દાકમાં ધોવાણ સાથે ઘર આંગણે કોર્પોરેટ પરિણામોમાં સપ્તાહના અંતે ઈન્ફોસીસના રિઝલ્ટ પાછળ આઈટી શેરોમાં ધબડકો થયો છે.બજારમાં પાછલા દ વિસોમાં મોટા ધોવાણ બાદ રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો છે. નવી ખરીદીમાં સાવચેતી જોવાઈ રહી છે. હવે આગામી સપ્તાહમાં અમેરિકાના નવા રાષ્ટ્ર પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની થનારી તાજપોશી પર વિશ્વની નજર મંડાયેલી હોઈ ઓવરનાઈટ તેજીનો વેપાર જાળવવાથી ખેલંદાઓ દૂર રહ્યા છે.

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ.૭૮૯૪૨ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૭૮૯૪૨ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૭૮૭૯૭ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૭૫ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૭૮૮૩૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૯૧૭૬૪ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૨૩૬૧ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૧૭૬૪ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૬૧૭ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૯૨૦૬૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

કોટક મહિન્દ્રા બેન્ક (૧૯૦૧) : મહિન્દ્રા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૯૦ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૧૮૮૧ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૧૯ થી રૂ.૧૯૩૦ સુધી તેજી તરફી ધ્યાન...!!!

સન ફાર્મા (૧૭૮૮) : ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૭૧ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૭૬૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૭૯૭ થી રૂ.૧૮૦૮ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!!

સિપ્લા લીમીટેડ (૧૪૬૧) : ૧૪૫૦ નો પ્રથમ તેમજ રૂ.૧૪૪૧ ના ફાર્માસ્યુટિકલ સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૭૩ થી રૂ.૧૪૮૪ સુધીની તેજી તરફ રૂખ નોધાવશે...!!!

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (૧૨૯૭) : રિફાયનરી એન્ડ માર્કેટિંગ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૦૭ થી રૂ.૧૩૧૮ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૧૨૭૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!

અદાણી પોર્ટસ (૧૧૪૦) : રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૧૨૧ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પોર્ટ એન્ડ પોર્ટ સેર્વીસ ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૧૫૧ થી રૂ.૧૧૬૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ...!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh