Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આપણે ભારતવાસીઓ છેલ્લા ૯ - ૧૦ વર્ષ થયા નિયમિતપણે મોદીજીના મનની વાત સાંભળતા આવ્યા છીએ. અને ગુજરાતીઓ તો છેલ્લા ૨૦ - ૨૨ વર્ષ થયા મોદીજીને સાંભળતા રહ્યા છે. પરંતુ આ બધા સમય દરમિયાન આપણા મનની વાત કોણે સાંભળી ? કોઈએ નહીં. આપણા ગુજરાતીઓની વાત કોણે સાંભળી ? કોઈએ નહીં.
જો કે આપણા ગુજરાતીઓની વાત અપવાદરૂપે એક ઉદ્યોગપતિએ - વિજય માલ્યાએ, સાંભળેલી. પૂરી હમદર્દીથી સાંભળેલી. એક નાની અમથી વાત માટે ગુજરાતીઓએ દીવ, દમણ કે ગોવા, કે પછી માઉન્ટ આબુ સુધી લાંબુ થવું પડે છે તે જાણીને તેને ખૂબ જ દુઃખ થયું. તેમાં સમય અને સંપત્તિનો જે બગાડ થાય છે તે જોઈને તેણે ગુજરાતી પ્રજાને મદદરૂપ થવાનું નક્કી કર્યું.
આ માટે તેણે ગુજરાત સરકારને એક સુંદર સૂચન કર્યું, ગુજરાતમાંથી દારૂબંધી દૂર કરવાનું. અને તે માટે જરૂરી બધા જ પ્રકારની મદદ કરવાનું તેણે સાચા દિલથી વચન પણ આપ્યું. પરંતુ વિજય માલ્યાના મનની આ વાત પણ કોઈએ ન સાંભળી. અને નિરાશ થયેલા વિજય માલ્યાએ ભારત છોડી દીધું.
વિજય માલ્યા જેવા ઉદ્યોગપતિઓને પણ કોઈ સાંભળતું નથી એ જોઈને લોકો વધુ નિરાશ થયા. મારા અનેક મિત્રોએ પણ કોઈ ફરિયાદ કર્યા વગર પોતાની રીતે જ આગળ વધવાનું નક્કી કર્યું. તે માટે સખત મહેનત કરી, જિંદગીમાં સફળ થયા અને જેને જેને મોકો મળ્યો તે બધા ધીમે ધીમે યુરોપ અમેરિકામાં જઈને સેટલ થયા.
પરંતુ પાછળ બાકી રહેલા છ કરોડ ગુજરાતીઓનું શું? લાગે છે કે આ છ કરોડ ગુજરાતીઓના મનની વાત હવે ઈશ્વરે, અને ગુજરાત સરકારે પણ સાંભળી છે. ગુજરાત સરકારે તાત્કાલિક અસરથી ગિફ્ટ સિટીમાં દારૂબંધી હળવી કરી છે.
સરકાર કહે છે કે ગિફ્ટ સિટીમાં દારૂબંધી કરવાથી વિકાસ થશે અને વિદેશી મૂડી રોકાણ પણ વધશે. જ્યારે ગુજરાતી પ્રજાને આશા છે કે ભવિષ્યમાં ગુજરાતમાં અન્ય વિસ્તારોમાં પણ દારૂબંધી હળવી થશે. હશે, પરંતુ આશા અમર છે. અને સામાન્ય પ્રજાજનો ભવિષ્યની આશાના સહારે જ વર્તમાનના અભાવને પણ હસીને સહન કરી લે છે.
ગિફ્ટ સિટીમાં દારૂબંધી હળવી કરવાની આ સરકારી યોજના જાહેર થતાં જ લોકોમાં એક પ્રકારની જાગૃતિ જોવા મળે છે. ગુજરાતના અનેક શહેરોમાં લોકોએ પોતાની સોસાયટી કે વિસ્તારનું નામ બદલીને ગિફ્ટ સિટી રાખવાની માંગણી કરી છે. તો બીજા અનેક નોકરિયાતોએ ગિફ્ટ સિટીમાં ઓછા પગારે પણ નોકરી કરવાની તૈયારી દેખાડી છે...
જો કે ખરી તકલીફ તો એવા લોકોને પડી છે કે જેઓએ તેના નાના - મોટા કામ માટે વારંવાર ગાંધીનગર જવું પડે છે. હવે આજે જ્યારે તેઓ ગાંધીનગર જવાની વાત કરે છે ત્યારે આખો પરિવાર તેને શંકાની નજરે જુએ છે.
એક વાત તો એવી પણ છે કે વિજય માલ્યાએ સરકારને એવી ઓફર કરી છે કે જો તેને ગિફ્ટ સિટી ગાંધીનગરમાં દારૂના બિઝનેસમાં લીઝ આપવામાં આવે તો તે ભારતની બધી જ બેંકોનું પોતાનું દેવું એક વર્ષમાં ચૂકવી દેશે..!!
વિદાય વેળાએ ઃ નવા બનેલા કોઈ રોડ કે પુલને કોઈ મહાનુભાવનું નામ આપવાને બદલે, ત્યાં જો તે રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર નું નામ અને તેના ફોન નંબર લખેલું બોર્ડ મારવામાં આવે તો ચોક્કસ તે રોડ કે પુલ વધુ મજબૂત બનશે....!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial