Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ અને આદર્શ આસારસંહિતા લાગુ થઈ ગઈ, તેની સાથે જ ગઈકાલે મુંબઈ, મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાના સમાપન પ્રસંગે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાનું જાણે શક્તિ પ્રદર્શન થયું અને જુદા જુદા પક્ષોના દિગ્ગજ નેતાઓએ કેન્દ્રમાંથી એનડીએની સરકાર હટાવવાનું આહ્વાન કર્યું. નારાઓ ગુંજ્યા કે, 'અબકી બાર... બીજેપી તડીપાર'...
હકીકતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે નારો 'અબકી બાર ચારસો કે પાર' નો નારો આપ્યો છે, તેની સામે આ નારો ગુંજતો થયો છે. વિપક્ષી નેતાઓએ આ રેલીમાં જે શક્તિ પ્રદર્શન કર્યું, તે પછી દેશમાં લોકસભાની ચૂંટણીનો વિપક્ષ તરફથી પણ મજૂત રણટંકાર થઈ ગયો છે, અને એનડીએ તો પહેલેથી જ 'ચારસો પાર'ના નારા સાથે મેદાનમાં જ છે.
વાસ્તવમાં ઈન્ડિયા ગઠબંધનની મુંબઈમાં જે એકજૂથતા દેખાઈ, તેમાં કોણ સાથે છે અને કોણ નથી, તેના પણ પારખા થઈ ગયા હકીકતે તો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાનું સમાપન મહારાષ્ટ્રમાં થયું તે પ્રસંગે વિપક્ષી ગઠબંધનના દિગ્ગજોને મુંબઈમાં બોલાવાયા હતાં.
આ રેલીમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કોંગ્રેસના અન્ય દિગ્ગજ નેતાઓની સાથે ગઠબંધનના અન્ય રાજકીય પક્ષોના દિગ્ગ્જો પણ જોવા મળ્યા હતાં, જેમાં ઉદ્ધવ ઠાકરે, મહેબુબા મૂફતી, શરદ પવાર, એમ.કે. સ્ટાલિન, તેજસ્વી યાદવ, પ્રકાશ આંબેડકર સહિતના ઘણાં દિગ્ગજ વિપક્ષી નેતાઓ જોડાયા હતાં. આ રેલીમાં નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લહે જે નિવેદન આપ્યું તે રાજકીય વર્તુળોમાં ઘણું જ ચર્ચાસ્પદ બન્યું છે. તેમણે ઈવીએમને લઈને જે શબ્દપ્રયોગો કર્યા તે ચર્ચામાં છે.
બેલેટપેપરથી મતદાનની જરૂર જણાવતા ફારૂક અબ્દુલ્લાહે કહ્યું કે દેશની જનતા જો ઈન્ડિયા ગઠબંધનને જનાદેશ આપશે, અને કેન્દ્રમાં અમારી (ઈન્ડિયા ગઠબંધનની) સરકાર આવશે, તો ઈવીએમ હટી જશે, અને ચૂંટણીપંચ સ્વતંત્ર હશે, તેમણે આ લડત દેશવાસીઓ, બંધારણ અને દેશને બચાવવાની હોવાથી વિપક્ષી એકતાની મજબૂતી અંગે આશાવાદ વ્યકત કર્યો હતો.
રાહુલ ગાંધીએ તો સૌથી વધુ ભ્રષ્ટાચાર ઈલેકટોરલ બોેન્ડને ગણાવીને તીખા તમતમતા સવાલો ઉઠાવ્યા છે, રાજાનો અવાજ ઈવીએમ, સીબીઆઈ, ઈડી અને આઈટીમાં છે, તેવો નામ લીધા વગર કરવામાં આવેલો કટાક્ષ પણ ગઈકાલથી ચર્ચામાં છે, રાહુલ ગાંધીના મંતવ્ય મુજબ વિપક્ષી નેતાઓને ડરાવીને પક્ષાંતર કરાવાઈ રહ્યું છે તેમણે તો એક નવો વિવાદ પણ ઊભો કરી દીધો છે અને વડાપ્રધાનની કાર્યશૈલીની ટીકા કરી અને તેઓને મહોરું ગણાવ્યા, તે પછી તેના સંદર્ભે ભારતીય જનતા પક્ષના નેતાઓ પણ તેમનો જવાબ આપી રહેલા જણાયા હતાં એકંદરે ચૂંટણીના સંગ્રામમાં નિવેદનબાજી, આક્ષેપો-પ્રતિઆક્ષેપો અને પોષ્ટર યુદ્ધના મંડાણ હવે થઈ ચૂક્યા છે.
તેજસ્વી યાદવે કહ્યું કે અમારી લડાઈ મોદીજીને હરાવવાની નથી, પણ વિચારધારાની છે, અમે વિભાજનકારી વિચારધારાની વિરૂદ્ધમાં છીએ. બેરોજગારીઓ અને મોંઘવારીના મુદ્દે અમો લડી રહ્યા છીએ.
ઈવીએમ સામે આમ તો પહેલેથી જ સવાલો ઉઠતા રહ્યા છે, અને તેના જવાબો પણ અપાતા રહ્યા છે, પરંતુ ચંદીગઢના મેયરની ચૂંટણીમાં જે ગરબડ થઈ, તે પછી ફરીથી ઈવીએમનો મુદ્દો ઉછળ્યો છે, પરંતુ કેટલાક રાજ્યોમાં ભાજપને પછાડીને વિપક્ષોએ સત્તા મેળવી હતી, તેમાં ઈવીએમ સાચા અને ભાજપ જીતે ત્યાં ખોટા ? તેવા પ્રતિસવાલોનો સ્પષ્ટ જવાબ પણ મળી રહ્યો અને અદાલતની અટારીએ પણ આ મુદ્દો ફરી હજુ પહોંચ્યો નથી તેથી આ વિવાદ હવે માત્ર પ્રચારના મુદ્દોઓ પૈકીનો જ એક મુદ્દો બની ગયો હોય, તેમ જણાય છે.
વિરોધપક્ષો ઈવીએમ ઉપરાંત અન્ય કેટલાક મુદ્દે એનડીએને ઘેરી રહ્યા છે, તો એનડીએ બે ટર્મની સિદ્ધિઓ વર્ણવીને વિપક્ષ પર પરિવારવાદ, ભ્રષ્ટાચાર અને તુષ્ટિકરણની રાજનીતિના આરોપો લગાવી રહ્યું છે ત્યારે હવે જનતાએ નક્કી કરવાનું છે કે આમા સાચું કેટલું અને ખોટું કેટલું ?
ચૂંટણીપંચે ડેટા જાહેર કર્યા તે પછી ઈલેકટોરલ બોન્ડનો મુદ્દો પણ ચૂંટણીમાં પ્રચારનો મુદ્દો બન્યો છે. આ તમામ માહિતીનું હજુ ઉંડુ અધ્યયન થઈ રહ્યું છે, અને સૌથી વધુ ઈલેકટોરલ બોન્ડથી ભાજપને ફંડ મળ્યું છે, તેવી જ રીતે તૃણમુલ કે કોંગ્રેસ, સમાજવાદી સહિત અન્ય રાજકીય પક્ષોને પણ કેટલું ફંડ આ રીતે મળ્યું છે તેનું અધ્યયન થઈ રહ્યું છે, જોઈએ હવે શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial