Advertisement
Author: નોબત સમાચાર

જામનગરનાં જૈનમ્ ક્લાસીસનું ધો. ૧૦ નું પ્રેરક પરિણામ : ૯ વિદ્યાર્થીને એ-વન ગ્રેડ

જામનગરમાં છેલ્લા ૩ દાયકાથી શૈક્ષણિક સંસ્થા તરીકે પ્રતિષ્ઠા સંપાદિત  કરનાર જૈનમ્ ક્લાસીસનું ધો. ૧૦ નું ઉજ્જવળ પરિણામ આવ્યું છે. ક્લાસીસનું ગુજરાત માધ્યમનું ૯૭ % તથા અંગ્રેજી માધ્યમનું ૧૦૦% પરિણામ  આવ્યું છે અને ૯ વિદ્યાર્થીએ એવન ગ્રેડ મેળવવામાં સફળતા મેળવી છે. ક્લાસીસનાં વિમલભાઇ ફોફરીયા સરે તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે 'નોબત' ની  મુલાકાત લઇ એજ્યુકેશનલ અચિવમેન્ટ અંગે વાર્તાલાપ કર્યો હતો.

વિધિ પિત્રોડાને પીએચ.ડી. થવાની ઇચ્છા

ધો. ૧૦ ની પરીક્ષામાં વિધિ પિત્રોડાએ ૯૪.૩૩% ગુણ સાથે ૯૯.૧૪  પી.આર. તથા એવન ગ્રેડ મેળવી ઝળહળતી કારકિર્દી તરફ મક્કમ આગેકૂચ કરી છે. તેણીનાં પિતા પિયૂષભાઇ નેશનલ કોમ્પ્યૂટર કોલેજમાં પ્રોફેસર છે. તથા માતા પારૂલબેન ગૃહિણી છે. સંગીતનો શોખ ધરાવતી વિધિએ નિયમિત અભ્યાસ વડે ઇચ્છીત પરિણામ મેળવ્યું છે. વિધી સાયન્સમાં ઉચ્ચ અભ્યાસ પછી કોઇ વિષય  સાથે પીએચ.ડી. થઇ પિતાની જેમ પ્રોફેસર બનવાનું લક્ષ્ય ધરાવે છે.

ક્રિશા રાઠોડનો એન્જિનિયર બનવાનો નિર્ધાર

ક્રિશા રાઠોડે ધો. ૧૦ માં  ૯૪% ગુણ સાથે ૯૮.૯૯ પી.આર. તથા એવન ગ્રેડ મેળવી રાઠોડ પરિવારનું  ગૌરવ વધાર્યુ છે. ક્રિશાનાં પિતા દિનેશભાઇ કેબલ નેટવર્કનાં વ્યવસાય સાથે  સંકળાયેલા છે જ્યારે માતા મનિષાબેન ગૃહિણી છે. ડ્રોઇંગનો શોખ ધરાવતી  ક્રિશા વિમલ સરનાં સચોટ  માર્ગદર્શન ઋણસ્વીકાર કરી વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ કરી એન્જિનિયર બનવાની મહેચ્છા દર્શાવે છે.

અર્પિતાબા ચુડાસમાને બનવું છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ

અર્પિતાબા ચુડાસમાએ ધો. ૧૦ માં ૯૫.૫૦% ગુણ સાથે ૯૯.૬૦ પી.આર.  તથા એવન ગ્રેડ મેળવી જૈનમ્ ક્લાસીસનું ગૌરવ વધાર્યુ છે. તેણીનાં પિતા  અજીતસિંહ કોન્ટ્રાક્ટર છે જ્યારે માતા નીતાબા હાઉસવાઇફ છે.  અર્પિતાબાનાં મોટી બહેન દિવ્યાબા સ્નાતક થઇ ચૂક્યા છે. ડ્રોઇંગનો શોખ  ધરાવતા અર્પિતાબા નિયમિત વાચન અને રિવિઝનથી સફળતા મેળવી હોવાનું  જણાવી કોમર્સમાં ઉચ્ચ અભ્યાસ કરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનો નિર્ધાર  અભિવ્યક્ત કરે છે.

નંદની ગોસાઇને પણ સી.એ. બનવાની અભિલાષા

ધો. ૧૦ માં ૯૧.૧૬% ગુણ તથા ૯૭.૨૭ પી.આર. સાથે એવન ગ્રેડ  મેળવનાર નંદની ગોસાઇનાં પિતા અશ્વિનભાઇ પેટ્રોલપંપ પર જોબ કરે છે  જ્યારે માતા ભાવનાબેન હાઉસવાઇફ છે. ગાયનનો શોખ ધરાવતી નંદની ફુલ ફોકસ અને  હાર્ડ વર્કથી ધારી સફળતા મેળવી હોવાનું જણાવી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે  ઉજ્જવળ કારકિર્દી ઘડવા ઉત્સુકતા દર્શાવે છે.

અર્પિતા સોનૈયાને સી.એ. અથવા બેન્કર બનવાની અભિલાષા

ધો. ૧૦ માં અર્પિતા સોનૈયાએ ૯૧.૫૦% ગુણ તથા ૯૭.૫૧ પી.આર.  સાથે એવન ગ્રેડ પ્રાપ્ત કરી ઝળહળતું પરિણામ મેળવ્યું છે. તેણીનાં પિતા  કપિલભાઇ વેપારી છે જ્યારે માતા ગીતાબેન ગૃહિણી છે. ટેકનોલોજી અને કોમ્પ્યૂટરમાં મહારથ  મેળવવાનો શોખ ધરાવતી અર્પિતા કોમર્સમાં ઉચ્ચ અભ્યાસ કરી ચાર્ટર્ડ  એકાઉન્ટન્ટ અથવા બેન્કર બનવાનું લક્ષ્ય ધરાવે છે.

અંગ્રેજી માધ્યમમાં એવન ગ્રેડ મેળવનાર કૈંસ ધાડાને બનવું છે એન્જિનિયર

કૈંસ શકીલભાઇ ધાડાએ અંગ્રેજી માધ્યમમાં ધો. ૧૦ માં ૯૨.૧૬% ગુણ તથા  ૯૭.૯૫ પી.આર. અને એવન ગ્રેડ મેળવી ધાડા પરિવારનું ગૌરવ વધાર્યુ છે. કૈંસનાં માતા કહેકશાંબેન ટ્યૂશન ક્લાસ ચલાવે છે. ક્રિકેટનો શોખ ધરાવતો કૈંસ તમામ ગુરૂજનોનો ઋણ સ્વીકાર કરે છે તથા સાયન્સ સાથે બી.સી.એ. કરી એન્જિનિયર  બનવાની મહેચ્છા અભિવ્યક્ત કરે છે.

જૈનમ્નાં અન્ય તેજસ્વી વિદ્યાર્થીઓ

ક્લાસીસનાં હેત એમ. અગ્રાવતે પણ ધો. ૧૦ માં ૯૮.૬૫ પી.આર. સાથે  એવન ગ્રેડ મેળવ્યો છે

ભૂમિબા પી. જાડેજાએ પણ ધો. ૧૦ માં ૯૭.૯૫ પી.આર. સાથે એવન ગ્રેડ  પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે.

શ્રદ્ધા ડી. ત્રિવેદીએ ધો. ૧૦ માં ૯૮.૨૭ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી  ત્રિવેદી પરિવાર તથા જૈનમ્ ક્લાસીસનું ગૌરવ વધાર્યું છે

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh