Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'દેશ કા પ્રકૃતિ પરીક્ષણ' અંગે રસપ્રદ માહિતી
પ્રસ્તાવના
આયુર્વેદ ચિકિત્સા માટે રોગીની પ્રકૃતિ અથવા તાસીર જાણવી જરૂરી માનવામાં આવે છે કારણ કે આયુર્વેદ પર્સનલાઇઝ્ડ ચિકિત્સા આપે છે અને એકજ રોગ માટેની અલગ અલગ રોગીને અલગ દવાઓથી ચિકિત્સા કરતી હોય છે (તો જ આયુર્વેદ દવાથી લાભ જોવા મળતો હોય છે). આયુર્વેદના પ્રકૃતિ પરીક્ષણની જરૂરિયાત માત્રને માત્ર રોગીની ચિકિત્સા નો નથી પણ આયુર્વેદ નો મૂળ ઉદ્દેશ્ય સ્વસ્થના સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનું છે અને પ્રકૃતિ ને જાણવાથી કેવા રોગો જે-તે વ્યક્તિને થઈ શકે છે તેની જાણકારી મળે છે જેનો ઉપયોગ કરી જો યોગ્ય ઉપાય કરવામાં આવે તો રોગ ન થાય અથવા ઓછા લક્ષણ વાળો થાય.
પ્રકૃતિ પરીક્ષણ સ્વસ્થ વ્યક્તિમાં કરવામાં આવતો હોય છે નહીં કે રોગની અવસ્થામાં. મધ્ય વય ૧૬ થી ૬૦ વર્ષની વ્યક્તિની પ્રકૃતિ પરીક્ષણ જ કરવું હિતાવહ છે કારણ કે બાળકો અને વૃદ્ધોમાં પ્રકૃતિ પરીક્ષણ બરાબર રીતે કરવામાં તકલીફ પડી શકે અને સાચી પ્રકૃતિ જાણી શકાય નહીં. વિશ્વ આરોગ્ય સંસ્થાના મતે પણ આ ઉંમરના લોકોને પ્રોડક્ટિવ હ્યુમન કહ્યા છે અને તે દરમ્યાન તેમને જો સ્વાસ્થ્યનું રક્ષણ કરવામાં આવે તો વ્યક્તિગત લાભની સાથે સમાજને પણ લાભ થાય જે સમાજ સ્વસ્થ રહી શકે છે.
પ્રકૃતિ પરીક્ષણ કેવી રીતે થાય છે?
પ્રકૃતિ પરીક્ષણ ચિકિત્સક સ્વસ્થ વ્યક્તિની શારીરિક તપાસ કરી, પ્રશ્નોતરી કરી અને અમૂક પરીક્ષણ કરીને કરતાં હોય છે. આયુર્વેદના ગ્રંથ ચરકસંહિતામાં બતાવેલ લક્ષણો ચિન્હોના આધારે તેની પ્રશ્નોતરી અને તપાસ કર્યા પછી પ્રકૃતિની પરીક્ષણ કરવામાં આવતી હોય છે. ભારત સરકારે પ્રકૃતિ પરીક્ષણ માટે એક વિશેષ એપ બનાવી છે જેમાં સ્વસ્થ વ્યક્તિની પ્રકૃતિનું પરીક્ષણ આયુર્વેદ ચિકિત્સક દ્વારા તે એપથી કરી શકાય છે. જેમાં વ્યક્તિગત ગોપનિયતાની રક્ષા માટે પૂરતું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષણમાં રોગી પોતાની પ્રકૃતિને એપની મદદથી જોઈ શકે છે.
પ્રકૃતિ પરીક્ષણમાં થતી મર્યાદાઓ?
પ્રકૃતિ પરીક્ષણમાં પ્રશ્નોત્તરીના આધારે કરવામાં આવતી હોય સ્વસ્થ વ્યક્તિ દ્વારા આપવામાં આવતા જવાબોના આધાર પર હોય અમૂક સંજોગોમાં જો જવાબો-પ્રતિભાવો પૂર્વગ્રહ અથવા માન્યતાના આધારે હોય તો તેમાં પ્રકૃતિ પરીક્ષણમાં ફેર પડી શકે. તેમાંજ સામાન્ય રીતે જે લક્ષણો જેમ કે ભૂખ લાગવી, ઊંઘ વિગેરે જવાબો દિવસો મહિનાઓ અથવા વર્ષોમાં કેવી રીતે થતાં હોય તેના પર આધારિત હોય તો જ સાચી પ્રકૃતિ જાણી શકાય.
પ્રકૃતિ પરીક્ષણની સગવડતા કયા કયા છે અને કોને કરાવવું જોઈએ
પ્રકૃતિ પરીક્ષણ એપ બેઝડ (એપ આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ છે) જે આયુર્વેદ ચિકિત્સક દ્વારા વ્યક્તિગત પ્રશ્નોત્તરી અને પરીક્ષણ દ્વારા કરવામાં આવે છે. ૧૬ થી ૬૦ વર્ષ ના દરેક નાગરિક કરાવી શકે છે, કરાવવું વધુ હિતાવહ છે. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા સંવિધાન દિવસ તા. ૨૬/૧૧/૨૪ થી ૨૫/૧૨/૨૪ સુધી ઝુંબેશ ચાલુ રહેવાની છે. આપ નજીકના આયુર્વેદ ચિકિત્સક અથવા આયુર્વેદ હોસ્પિટલનો સંપર્ક કરી શકો છે.
ડો. નિશાંત શુક્લ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial