Advertisement
Author: નોબત સમાચાર

પાકિસ્તાનના બન્નુમાં સુરક્ષા ચોકી પર આત્મઘાતી હુમલોઃ ૧૭ સૈનિકોના મોત

પાકિસ્તાની તાલિબાનના એક વિભાજીત જુથે લીધી જવાબદારી

ઈસ્લામાબાદ તા. ર૧: પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો થયો છે, જેમાં સુરક્ષા ચોકીને નિશાન બનાવીને આત્મઘાતી વિસ્ફોટ કરાતા ૧૦ સૈનિકોના મોત થયા છે.

પાકિસ્તાનમાં એક સુરક્ષા ચોકી પર આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલા વાહન સાથે ભયંકર વિસ્ફોટ કર્યો હતો. આ હુમલામાં લગભગ ૧૭ જેટલા સુરક્ષાકર્મીઓના મોત થયા છે, જ્યારે અન્ય ઘણાં ઘાયલ થયા છે. આ હુમલો ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુ જિલ્લામાં થયો હતો. પાકિસ્તાની તાલિબાનના વિભાજિત જુથ હાફિઝ ગુલ બહાદુર જુથે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.

જો કે, સરકારે આ ઘટના અંગે હજુ કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ સુરક્ષા અને ગુપ્તચર અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે તેઓ હુમલા માટે જવાબદાર લોકો સામે ઓપરેશન ચલાવી રહ્યા છે.

ગુપ્તચર અને સુરક્ષા અધિકારીઓ પાસેથી મળતી મહિતી મુજબ એક આત્મઘાતી બોમ્બરે ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં એક સુરક્ષા ચોકી પર તેના વિસ્ફોટકોથી ભરેલા વાહનમાં વિસ્ફોટ કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા ૧૭ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા હતાં અને અન્ય ઘણાં ઘાયલ થયા હતાં.

વિસ્ફોટ પછી ફાયરીંગના પણ સમાચાર છે, જેના કારણે ઘાયલોની સંખ્યામાં વધુ વધારો થયો છે. તાજેતરના મહિનાઓમાં સૌથી ઘાતક હુમલો મંગળવારે સાંજે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બાનુ જિલ્લામાં થયો હતો. હાફિઝ ગુલ બહાદુર જુથ તરીકે ઓળખાતા પાકિસ્તાની તાલિબાનના વિભાજિત જુથે હુમલાની જવાબદારી સ્વીકારી હતી.

સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી, પરંતુ સુરક્ષા અને ગુપ્તચર અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ હુમલો કરનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh