Advertisement
Author: નોબત સમાચાર

ઢીંચડામાં આવેલી કિંમતી જમીન અંગે ફરિયાદમાં પાંચ આરોપીનો થયો છૂટકારો

બારોબાર દસ્તાવેજ કરાયાની હતી ફરિયાદઃ

જામનગર તા.૨૦ : જામનગરના ઢીંચડામાં આવેલી ખેતીની કિંમતી જમીનનો એક ભાગીદારની સહમતી વગર વેચાણ દસ્તાવેજ કરી નખાતા હાલમાં લંડનમાં રહેતા અને પાયલોટ તરીકે ફરજ બજાવતા આસામીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી પૈકીના પાંચનો છૂટકારો કર્યાે છે.

જામનગર તાલુકાના ઢીંચડા ગામના વતની અને હાલમાં યુ.કે.ના લંડનમાં વસવાટ કરતા અને પાયલોટ તરીકે નોકરી કરતા શૈલેષભાઈ વેરશીભાઈ મહાજન નામના આસામીના ભાગમાં ઢીંચડા ગામમાં વડીલોપાર્જીત ખેતીની જમીન આવી હતી.

તે જમીન અંગે શૈલેષભાઈ ની સહમતી મેળવ્યા વગર જ બારોબાર વેચાણ દસ્તાવેજ કરી નખાતા અને અદાલતના હુકમમાં છેડછાડ કરી જામીન ગીરી બતાવી ખોટા દસ્તાવેજને ખરા તરીકે ઉપયોગ કરાયાની ફરિયાદ શૈલેષભાઈએ બેડી મરીન પોલીસ સ્ટેશનમાં જે તે વખતે નોંધાવી હતી. પોલીસે સૌભાગ્યચંદ વેરશીભાઈ દોઢીયા, હર્ષિલ સૌભાગ્યચંદ, રૃંધાભાઈ બાબુભાઈ રાવલીયા, અમિત રૃંધાભાઈ, રાજેશ લાભશંકર પંડયા, ભરત ખીમજીભાઈ મથર સામે ગુન્હો નોંધ્યો હતો.

ઉપરોક્ત કેસ ચાલી જતાં ન્યાયમૂર્તિ એસ.એમ. કામદારે આરોપી પૈકીના સૌભાગ્યચંદ, હર્ષિલ, રૃંધાભાઈ, અમિત, ભરત મથરનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ હિતેશ સોનગરા, ચિરાગ સોનગરા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh