Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પતિ સાથે રહેવાની મહિલાએ વ્યક્ત કરી ઈચ્છાઃ
જામનગર તા.ર૩ ઃ ભાણવડના ગ્રામ્ય પંથકમાંથી પંદરેક વર્ષ પહેલાં એક યુવતી ગુમ થયા હતા. તેની યથાવત રહેલી તપાસમાં આ મહિલા પોરબંદર જિલ્લામાંથી મળી આવ્યા છે. તેઓએ લગ્ન કરી લીધાનું જણાવ્યું છે અને પતિ સાથે જ રહેવાની ઈચ્છા વ્યક્ત કરતા પોલીસે તેઓનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય પંથકમાંથી વર્ષ ૨૦૦૯માં એક મહિલા ગુમ થઈ ગયા હતા. તેની પોલીસને જાણ કરવામાં આવી હતી. દ્વારકા જિલ્લાની એએચટીયુ શાખા તેમજ મિસીંગ સેલ તેમજ તમામ ડિવિઝનના પોલીસ સ્ટેશન દ્વારા અવારનવાર તે અંગે તપાસ કરાતી હતી.
તે દરમિયાન ભાણવડ પોલીસ મથકના પીઆઈ કે.બી. રાજવીની સૂચનાથી ઈન્ચાર્જ પીઆઈ કે.કે. મારૃ તથા સ્ટાફ દ્વારા વધુ એક વખત હાથ ધરાયેલી તપાસમાં આ મહિલા પોરબંદર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી. ત્યાં ધસી ગયેલી પોલીસ ટીમે આ મહિલા માયાબેન (નામ બદલાવેલુ છે)ને શોધી કાઢ્યા હતા. તેણીની પૂછપરછ કરાતા આ મહિલાએ પંદરેક વર્ષ પહેલાં પોતાની મરજીથી ઘર છોડ્યાનું અને હાલમાં લગ્ન કરી લઈ પતિ સાથે જ રહેવાનું પસંદ કરતા હોવાનું જણાવતા પોલીસે તેઓનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial