વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'ડિવાઈડર ઈન ચીફ' ગણાવનાર આતિશ અલીનું ઓસીઆઈ છીનવાયું

નવી દિલ્હી તા. ૮ઃ કેન્દ્ર સરકારે બ્રિટનમાં જન્મેલા લેખક આતિશ અલી તાસીરનું ઓવરલીઝ સિટીઝનશીપ ઓફ ઈન્ડિયાનું કાર્ડ રદ્ કરી દીધું છે. તેમના પર તેમના પિતા મૂળ પાકિસ્તાની હોવાનો આરોપ લગાવાયો છે.

કેન્દ્ર સરકારે લેખક અને પત્રકાર આલિશ અલી તાસીરનું ઓ.સી.આઈ. (ઓવરસીજ સિટીઝનશીપ ઓફ ઈન્ડિયા) કાર્ડ રદ્ કરી દીધું છે. બ્રિટનમાં જન્મેલા લેખક તાસીર પર પિતા પાકિસ્તાન મૂળના હોવાની વાત છૂપાવવાનો આરોપ છે. લોકસભાની ચૂંટણી પહેલા તાસીરે ટાઈમ મેગેઝિનમાં પીએમ મોદી પર લેખ લખી તેમને 'ડીવાઈડર ઈન ચીફ' ગણાવ્યા હતાં. ગૃહ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે આતિશ અલી તાસીર ઓસીઆઈ કાર્ડ માટે અયોગ્ય થઈ ગયા છે, કારણ કે ઓસીઆઈ કાર્ડ કોઈ એવી વ્યક્તિને જારી ન કરી શકાય જેમના માતા-પિતા કે દાદા-દાદી પાકિસ્તાની હોય અને તેમણે આ વાત છૂપાવી રાખી હતી.

તાસીરે સ્પષ્ટ રીતે પ્રાથમિક જરૃરિયાતો પૂરી નથી કરી અને માહિતીઓ છૂપાવી છે. તાસીર પાકિસ્તાનના દિવંગત નેતા સલમાન તાસીર અને ભારતીય પત્રકાર તવ્વલીન સિંહના પુત્ર છે. નાગરિક્તા એક્ટ અનુસાર કોઈ વ્યક્તિને અંધારામાં રાખીને, છેતરપિંડી કરીને કે સત્ય છૂપાવી ઓસીઆઈ કાર્ડ મેળવાયું હોય તો તેનું રજિસ્ટ્રેશન રદ્ થઈ શકે છે અને તેમને બ્લેકલિસ્ટમાં મૂકી દેવામાં આવે છે. સાથોસાથ ભવિષ્યમાં તેઓ ભારતમાં પણ આવી નહિં શકે.

ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, ટાઈમ મેગેઝિનના લેખ અને ઓસીઆઈ કાર્ડ સાથે કોઈ નિસ્બત નથી. પ્રવક્તાએ કહ્યું હતું કે, તેમને જવાબ આપવા માટે ર૧ દિવસ અપાયા હતાં, પરંતુ તાસીરનું કહેવું છે કે, મને માત્ર ર૪ કલાક આપવામાં આવ્યા હતાં. ટાઈમ મેગેઝિનમાં તેમણે મોદીને દેશના ભાગલા પાડવાવાળા નેતા કહી તેમની ટીકા કરી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription