Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હું લગભગ છ મહિના થયા ઓસ્ટ્રેલિયામાં છું. અહીં બધું જ બરાબર છે. સારી રીતે જીવન જીવવા માટેની તમામ આધુનિક સુખ સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે. અહીં સુખ છે, શાંતિ છે, બધી જ સગવડતાઓ પણ છે, છતાં પણ હું ગુજરાતને ખૂબ જ મિસ કરું છું ખાસ તો અમદાવાદ અને જામનગરના ટ્રાફિકને...!!
અહીં ઓસ્ટ્રેલિયામાં ભરચક ટ્રાફિકવાળા રસ્તે પણ તમને હોર્નના અવાજ સાંભળવા મળશે નહીં. સાચું કહું તો છેલ્લા છ મહિનામાં ફક્ત બે ત્રણ વખત જ મેં વાહનના હોર્નના અવાજ સાંભળ્યા છે. અવાજના પ્રદૂષણને ડામવા ઓસ્ટ્રેલિયન સરકારે ટ્રાફિકના નિયમો ખૂબ જ કડક બનાવેલા છે અને લોકો જનહિતના આ નિયમોનું સાચા દિલથી પાલન પણ કરે છે.
ટ્રાફિકના આવા જ નિયમોનું પાલન કરવામાં આપણે તો ઘણી બધી આઝાદી ભોગવીએ છીએ. આપણે તો રોંગ સાઈડ વાહન ચલાવવાની છૂટ, આપણા વાહનને ગમે ત્યાં પાર્ક કરવાની છૂટ, રસ્તામાં ટ્રાફિક સિગ્નલ તો ઠીક, પરંતુ કોઈ ટ્રાફિક પોલીસ આવી જાય તો તેને પણ કુદાવીને ભાગી જવાની છુટ.
શહેરના કોઈપણ ટ્રાફિક સિગ્નલ પર જો રેડ લાઈટ હશે, અને જો તમે સહેજ આગળ વધીને લાઈન ક્રોસ કરીને તમારું વાહન ઊભું રાખશો તો તમને રેડલાઇટ ક્રોસ કર્યાનો ઇ-મેમો ઘરબેઠા મળી જશે અને તમારે તેના માટે ભારે રકમનો દંડ ભરવો પડશે.
પરંતુ તે જ સમયે જો કોઈ વાહન ચાલક રોંગ સાઈડથી વાહન પર આવશે, તેણે હેલ્મેટ પણ નહીં પહેરી હોય, તેના ટુ-વ્હીલર પર ત્રણ ત્રણ સવારી બેઠી હશે, છતાં ન એને ટ્રાફિક પોલીસ પકડશે કે ન તેનો ઈ મેમો ફાટશે. આ રોંગ સાઈડ થી આવતા વાહન ચાલકને જ ટ્રાફિક પોલીસ પહેલા જવા દેશે કે જેથી કોઈ ટ્રાફિક જામ સર્જાય નહીં
બસ આ જ તો આપણી સાચી આઝાદી છે. અને તેના માટે જ તો આપણે અંગ્રેજો સામે સ્વતંત્રતાની લાંબી લડ્યા છીએ.
પરંતુ થોડા સમય પહેલા મને આપણી આ આઝાદી ખતરામાં હોય તેવું લાગ્યું. છાપામાં વાંચ્યું કે અમદાવાદ શહેર પોલીસ રોંગ સાઈડથી આવતા વાહન ચાલકોને અટકાવવા માટે *ટાયર કિલર બમ્પર* લગાડી રહી છે. રોંગ સાઈડથી આવતો વાહન ચાલક આ *ટાયર કિલર બમ્પર* પરથી જેવો પસાર થશે કે તેના ટાયર ફાટશે, અથવા તો તેમાં પંચર પડશે....
છાપામાં આ સમાચાર વાંચીને મને થયું કે હવે તો ચોક્કસપણે અમદાવાદના વાહન ચાલકો ડિસિપ્લિનમાં સમજશે. તેઓ ટ્રાફિક પોલીસથી નહીં પણ આ ટાયર કિલર બમ્પરથી તો ચોક્કસ ડરશે. મને એકદમ અફસોસ થયો કે હવે હું અમદાવાદના વાહન ચાલકોની આઝાદી જોઈ શકીશ નહીં.
પરંતુ થોડા સમયમાં જ મારો આ ભ્રમ પણ ભાંગી ગયો. આઝાદ મિજાજના અમદાવાદના વાહન ચાલકોએ આ ટાયર કિલર બમ્પરનો ઈલાજ પણ શોધી કાઢ્યો. તેને લગાડ્યાના એક મહિનામાં જ ઘણાં બધા બમ્પરો બુઠા થઈ ગયા અથવા તો ઉખડીને રોડની એક સાઇડ ફૂટપાથ પર ગોઠવાઈ ગયા અને અમદાવાદી વાહન ચાલકોની આઝાદી અમર રહી.
આ બધું ટ્રાફિકથી ભરચક રસ્તા પર કઈ રીતે થયું? ખબર નથી.. કોણે કર્યું ? ખબર નથી.. હવે આ ટ્રાફિક કિલર બમ્પરોનુ શું થશે ? ભગવાન જાણે.. !!
વિદાય વેળાએ ઃ ભગવાન કયારેય ભાગ્ય નથી લખતાં, જીવનના દરેક ડગલાં પર આપણો વિચાર, આપણો વ્યવહાર, આપણું કર્મ જ આપણું ભાગ્ય લખે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial