Advertisement
Author: નોબત સમાચાર

વૈદિકકાળથી શરૂ થયેલા સોમયાગ યજ્ઞનું ધાર્મિક ઉપરાંત વૈજ્ઞાનિક મહત્વઃ પ.પૂ.શ્રી વ્રજોત્સવ મહોદય

લાલ પરિવાર દ્વારા આયોજીત મહાસોમયાગના દિવ્ય આયોજન અંગે 'નોબત' સાથે મહોદયનો સંવાદઃ

સોમયજ્ઞ સર્વ પ્રથમ, સકામ અને સર્વનું કલ્યાણ કરતો ધર્મોત્સવ છે ઃ પ.પૂ.ગો.વ્રજોત્સવજી મહોદય છોટીકાશી' કહેવાતા જામનગરમાં સેવાભાવી એચ.જે.લાલા (બાબુભાઇ લાલ) પરિવાર દ્વારા  શ્રી વિરાટ વાજપેય બૃહસ્પતિ મહાસોમયાગ તથા શ્રી વિષ્ણુ ગોપાલ મહાયાગનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે.  ઇંદોરનાં પદ્મશ્રી - પદ્મભૂષણ પૂ.ગો.શ્રી ગોકુલોત્સવજી મહારાજ ૧૪૫ મો સોમયજ્ઞ કરાવી રહ્યા છે. તેમની સાથે સોમયજ્ઞ સમ્રાટ પૂ. પા. ગોસ્વામી શ્રી વ્રજોત્સવજી મહોદય તથા પૂ.પા.ગો.ચિ. શ્રી ઉમંગરાયજી બાવા પણ યજ્ઞ કાર્યમાં સંલગ્ન છે.

લાલ પરિવારનાં અશોકભાઇ લાલ તથા જીતુભાઇ લાલ સહપરિવાર આ ધર્મકાર્મનું યજમાન પદ શોભાવી રહ્યા છે. તેમજ નોંધણી કરાવ્યા મુજબ શહેરનાં અનેક ધર્મપ્રેમીઓ પણ આ ધર્મોત્સવમાં સામેલ થવાનું સૌભાગ્ય મેળવી પુણ્યલાભ મેળવી રહ્યા છે. યજ્ઞ દરમ્યાન પૂ.પા.ગો.શ્રી વ્રજોત્સવજી મહોદય દ્વારા 'નોબત' સાથેનાં સંવાદમાં આ ધર્મોત્સવનું મહાત્મય વર્ણવવામાં આવ્યું હતું.

સોમયાગ એ સર્વપ્રથમ યજ્ઞ છે અર્થાત વૈદિક કાળથી ઋષિ પરંપરાથી થતો આવ્યો છે. જેમાં ઋતુ અનુસાર વિવિધ પ્રકારની ઔષધિઓનાં ઉપયોગ સાથે ગૌવંશનાં દૂધ વગેરેનો ઉપયોગ મુખ્ય હોય ધાર્મિક - આધ્યાત્મિક મહત્વની સાથે જ વાતાવરણ શુદ્ધીમાં પણ આ યજ્ઞ મહત્વની ભૂમિકા ભજવે છે. વર્તમાનમાં વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યું છે ત્યારે સોમયજ્ઞનું ધાર્મિક ઉપરાંત વૈજ્ઞાનિક મહત્વ પણ છે એમ કહી શકાય.

પ્રાચીન કાળમાં રાજાઓ ઋષિઆજ્ઞાથી દાસભાવે સોમયજ્ઞ કરાવતા હતા અને વર્તમાનમાં સમૃદ્ધ લોકો ધર્માચાર્યોનાં માર્ગદર્શનમાં આ સત્કર્મ કરે છે જે સદીઓની પરંપરાને ઉજાગર કરે છે. ઉલ્લેખનીય છે કે સોમયજ્ઞમાં પણ શ્રી વિરાટ વાજપેય બૃહસ્પત સોમયાગ શ્રેષ્ઠ માનવામાં આવે છે અને તેની સાક્ષીમાં જ શ્રી વિષ્ણુ ગોપાલ મહાયાગ કરવાથી વિષ્ણુ ગોપાલ મહાયાગનું અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે. નગરમાં એચ.જે.લાલ પરીવાર દ્વારા આ ધર્મોત્સવને પગલે હજારો નગરજનોને પુણ્યલાભ પ્રાપ્ત થઇ રહ્યો છે એ માટે તેમણે લાલ પરીવારની ધર્મનિષ્ઠાને બિરદાવી હતી.

સંવાદનાં અંતિમ ચરણમાં તેમણે પ્રવર્ગ્યનાં દર્શન તથા યજ્ઞ પ્રદક્ષિણાનું મહત્વ સમજાવી તપ, દાન, ધર્મ અને સત્કર્મ કરતા રહેવાનો સંદેશ સર્વે વૈષ્ણવોને આપ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh