Advertisement
Author: નોબત સમાચાર

ચૂંટણી આવી....

ચૂંટણી આવી, સાથે લાવી ચૂંટણીના જંગમાં ઝંપલાવવા ને આતુર એવા ચૂંટણીના ઉમેદવારોની લાંબી વણઝાર. અને આ દરેક ઉમેદવારની પાછળ પાછળ તેમના સપોર્ટરોની એક લાંબી ફોજ પણ હતી.

આજ સુધી તો આ કાર્યકરોની ફોજ ચૂંટણીના દિવસ સુધી, ચૂંટણીના ઉમેદવારની આસપાસ દરેક જગ્યાએ ભીડ ઊભી કરી દેતી, જે અનિવાર્ય પણ હતું, કારણકે ચૂંટણી દરમિયાન જોવા મળતી આ ભીડ જ ઉમેદવારની લોકપ્રિયતાનું માપ હતું.

પરંતુ આજે સમય બદલાઈ ગયો છે. ચૂંટણીમાં કાર્યકરોની ફોજ તો આજે પણ જરૂરી છે,  પરંતુ હવે આ ફોજ જાહેરમાં ક્યાંય ઝાઝી ભીડ નથી કરતી. ચૂંટણી પ્રચારમાં જાહેરમાં તો બહુ થોડા કાર્યકરો દેખાય છે, હિમશીલાની પાણીની બહાર દેખાતી ટોચની જેમ જ. સોશિયલ મીડિયા ના આજના આ જમાનામાં મોટાભાગના કાર્યકરો તો કોમ્પ્યુટર કે મોબાઈલના પડદા પાછળ છુપાયેલા રહે છે.

અને ઉમેદવારના ચૂંટણી પ્રચારનો ભાર  તો મોટેભાગે  સોશિયલ મીડિયાની આ ટીમ જ સંભાળી લે છે. નવા જમાનાના આ ટેકનોસેવી તરવરીયા કાર્યકરો, મહાભારતકાળના મહાપરાક્રમી અર્જુન કે ભીષ્મ પિતામહની જેમ જ, આખા સોશિયલ મીડિયાના આકાશને, સાચા ખોટા તેમજ માયાવી સંદેશાઓથી એકદમ ભરી દે છે. ચારે બાજુ  અરાજકતા ફેલાવી દે છે.

આ બધી અરાજતાને કારણે, અને ખાસ તો સોશિયલ મીડિયા ના માયાવી સંદેશાઓને કારણે, સામાન્ય નાગરિક ભ્રમિત થઈ જાય છે, અને તેને પણ દુર્યોધનની જેમ જ્યાં જળ ત્યાં સ્થળ અને જ્યાં સ્થળ ત્યાં જળ દેખાય છે. અને તેથી જ આ ભ્રમિત થયેલો મતદાર, મતદાન કરતી વખતે એવા ભમ્મરીયા ખાડામાં જઇ પડે છે કે જેમાંથી તે આવતા પાંચ વર્ષ સુધી બહાર નીકળી શકતો નથી...!

આજની દુનિયામાં ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સનુ એક અલગ જ સ્ટેટસ છે. દરેક જીનિયસ અને મહેનતકશ માણસનું એક સપનું હોય છે તેમાં સ્થાન મેળવવાનું. જોકે સ્વદેશીમાં માનનારા, અનેક ભારતીય જીનિયસ લોકો, પૂર્ણપણે સ્વદેશી એવા લિમ્કા બુક ઓફમાં સ્થાન મેળવીને સંતોષ માની લે છે.!!

સ્વદેશીમાં માનનારા, અને ખરા અર્થમાં આત્મનિર્ભર એવા અનેક રેકોર્ડ વીરોને, આપણી ચૂંટણી પણ નવા નવા રેકોર્ડ બનાવવાની તક આપે છે.   આવો જ એક અદ્ભુત ચૂંટણીનો રેકોર્ડ બનાવ્યો છે તમિલનાડુના કે પદ્મરાજને. તમિલનાડુના આ ચૂંટણી વીર અત્યાર સુધીમાં ૨૩૮ વખત ચૂંટણી લડ્યા છે અને દરેક વખતે હાર્યા છે.  એમના આ રેકોર્ડની લિમ્કા બુક રેકોર્ડઝે પણ નોંધ લેવી પડી છે.

પદ્મરાજનને ઇલેક્શન કિંગ અને દુનિયાના સૌથી મોટા ઇલેક્શન લુઝરનું બિરુદ પણ મળેલું છે. તેમણે તેમની ચૂંટણી હારવાની આ સફળ યાત્રા ૧૯૮૮ શરૂ કરેલી છે,  જે હજુ ચાલુ છે..!  તેઓ તેમની આ યાત્રા દરમિયાન અટલબિહારી વાજપેયી અને પીવી નરસિંમ્હા રાવ જેવા મહારથીઓનો સામનો કરી ચૂક્યા છે.

પદ્મરાજન કહે છે કે મારી સામે કોણ ઉમેદવાર છે તેનાથી મારે કશો ફરક પડતો નથી, મારે તો બસ મારી હારનો સિલસિલો  ચાલુ રહેવો જોઈએ. તેઓ ગર્વ થી કહે છે કે મને  ચૂંટણી હારવામાં ખૂબ જ આનંદ આવે છે..!  સારું, આપણે પણ પ્રાર્થના કરીએ કે ભગવાન તેમની આવી નિર્દોષ ઈચ્છા પૂરી કરે..!!

વિદાય વેળાએઃ- ઢગલો પુસ્તકો વાંચીને બે લીટી પણ નથી લખી શકાતી, ...પણ,

એક કડવો અનુભુવ તમને આખુ પુસ્તક લખાવી શકે છે...!!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh