Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પરીક્ષાની મોસમ અત્યારે પુરબહારમાં ચાલી રહી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ બધા જ અત્યારે પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છે. આખું વર્ષ મહેનત કરનાર હોશિયાર વિદ્યાર્થીઓ તો તેની તૈયારીને આખરી ઓપ આપી રહ્યા છે -- જ્યારે વર્ષ દરમિયાન ઈત્તર પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહેનાર વિદ્યાર્થીઓ અત્યારે ચિઠ્ઠી ચપાટી બનાવવા, ગાઈડ, અપેક્ષિત, વગેરેમાંથી અગત્યના સવાલ - જવાબના કટીંગ તૈયાર કરવા, પેપર ફોડવા, વગેરે વગેરે અભ્યાસ સહાયક.... સોરી પરીક્ષા સહાયક ઇતર પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે.
અને વાલીઓ પણ તેમના તેજસ્વી સંતાનોની સેવામાં ખડે પગે હાજર છે.... સમગ્ર વર્ષ દરમિયાન પોતાના સંતાનના ક્લાસ ટીચરનું નામ પણ ન જાણનાર વાલીઓ, પરીક્ષા સમયે પરીક્ષા સાથે સંકળાયેલા દરેકની, એટલે પેપર સેટર, સુપરવાઈઝર, પરીક્ષા ખંડમાં પાણી પાવા આવતો પટાવાળો, પરીક્ષાખંડની બહાર જેની ડ્યુટી હોય છે તેવા પોલીસ કર્મચારીઓ, વગેરે વગેરે દરેકની જન્મકુંડળી તૈયાર રાખે છે. કોને ખબર ક્યારે કોનું કામ પડે ?
પરીક્ષા એ તો આપણી એજ્યુકેશન સિસ્ટમનું એક ખૂબ જ મહત્વનું અંગ છે. આપણી એજ્યુકેશન સિસ્ટમ મુખ્યત્વે ચાર ભાગોમાં વહેંચાયેલી છે, પરીક્ષા, પરીક્ષાનું રિઝલ્ટ, નવા એડમિશન અને પછી અનુકૂળતા હોય તો બાકીના ૭-૮ મહિના બાળકોને અભ્યાસ કરાવવાનો..!
સિદ્ધાંતિક રીતે જોઈએ તો એજ્યુકેશન સિસ્ટમનું પ્રથમ પગથિયું છે બાળકોને શાળામાં એડમિશન આપવાનું, અને ત્યારબાદ સાત આઠ મહિના બાળકોને ઘનિષ્ઠ શિક્ષણ આપવાનું. પછી વરસાદના અંતે બાળકોની પરીક્ષા લેવાની અને છેલ્લે તેનું રિઝલ્ટ આપવાનું.
અહીં આપણી એજ્યુકેશન સિસ્ટમમાં થોડી ગરબડ થઈ ગઈ છે. દા.ત. આપણા બાળકોને શિક્ષણ તો શાળામાં જ આપવાનું હોય, પરંતુ આજકાલ શિક્ષણ આપવાનું કામ તો શહેરમાં ઠેર ઠેર બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા ટ્યુશન ક્લાસીસ જ સંભાળી રહ્યા છે.. કદાચ શિક્ષણ સિવાયની અનેક પ્રવૃત્તિઓમાં વસ્ત રહેતી શાળાઓ અને શાળાનો શૈક્ષણિક સ્ટાફ વિદ્યાર્થીઓને યોગ્ય રીતે ભણાવી નહીં શકતો હોય એટલે જ સમાજસેવાનું આ કામ - સોરી શિક્ષણસેવાનું આ કામ આપણા આધુનિક સમાજ સેવકોએ, એટલે કે ટ્યુશન ક્લાસીસના સંચાલકોએ એકદમ ઉત્સાહથી ઉપાડી લીધું છે..!
આપણી એજ્યુકેશન સિસ્ટમમાં બીજી મોટી ગરબડ એ થઈ છે કે, એજ્યુકેશન સાથે સંકળાયેલા બધા જ લોકો, શાળાના સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ, બધા જ એજ્યુકેશનને બદલે પરીક્ષાને અને તેના પરિણામને જ વધુ મહત્ત્વ આપવા લાગ્યા છે. શાળાના સંચાલકો સારું પરિણામ ઈચ્છે છે કારણ કે સારું પરિણામ જોઈને જ વધુને વધુ વિદ્યાર્થીઓ તેમની શાળામાં એડમિશન લેશે, જેમની પાસેથી વધુમાં વધુ ફી વસૂલ કરી શકાશે..
અને વાલીઓ પણ વિદ્યાર્થીઓનું સારામાં સારું પરિણામ ઈચ્છે છે કે જેથી આજના ગાડરીયા પ્રવાહમાં તેઓ પણ બે દિવસ સમાજમાં કોલર ઊંચા રાખીને ફરી શકે, બાકી તો આખું વર્ષ આ એજ્યુકેશન સિસ્ટમનો ભાર ઉઠાવવા, ગધ્ધાવૈતરુ તો તેઓએ જ કરવાનું છે ને !!
વિદાય વેળાએ ઃ
ક્લાસમાં સરે ૧ ગ્લાસ લઈને તેમાં કેમિકલ નાખ્યું, અને પોતાના ખીસ્સામાથી સિક્કો લઈને તેમા નાખ્યો. પછી પૂછ્યું કે, આ સિક્કો ઓગળશે?
વિધાર્થીં ઃ નહીં ઓગળે.
સરઃ શાબાશ.. તને કેમ ખબર પડી ?
વિધાર્થી ઃ જો સીકકો કેમિકલમાં નાખવાથી ઓગળવાનો હોત તો તમે સિક્કો અમારી પાસેથી માગ્યો હોત..!!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial