Advertisement
Author: નોબત સમાચાર

મને રાજકારણ ગમે કારણ કે...

મને રાજકારણ ખૂબ જ ગમે કારણ કે તેમાં આવનાર દરેકને અભિવ્યક્તિની સ્વતંત્રતા પૂરેપૂરી મળે. અહીં તમે તમારા મનની વાત મુક્તપણે કરી શકો. તમારે કોઈ વાત કરતા પહેલા, તે વાત સાચી છે કે ખોટી તે ગુગલ પર ચેક કરવાની કોઈ જ જરૂર નહીં. કારણ કે તમારી વાતની સચ્ચાઈ ચેક કરવા, અને જો ખોટી હોય તો તમને ટ્રોલ કરવા, તમારા વિરોધીઓ તૈયાર જ છે ને ?

દા.ત. થોડા સમય પહેલા પ્રખ્યાત અભિનેત્રી કંગના રણોતે એક નિવેદન આપેલું કે, *સુભાષચંદ્ર બોઝ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા..!!* અને પછી તો કંગનાનું આ એક જ નિવેદન સોશિયલ મીડિયા પર થોડા સમય માટે તો એકદમ છવાઈ ગયું. કોઈએ કંગનાના જનરલ નોલેજ વિશે ભરપૂર ટીકાઓ કરી, તો બીજા ઘણા લોકોએ તેના પર ભરપૂર મજાક પણ કરી.

રાજકારણમાં એ મહત્ત્વનું નથી કે તમારી વાત સાચી છે કે ખોટી, પરંતુ મહત્વ એ વાતનું છે કે તમને સતત પબ્લિસિટી મળતી રહેવી જોઈએ. તમારા એક મુદ્દાની ચર્ચા પૂરી થાય એ પહેલા જ તમારે તેનાથી પણ વધુ આકર્ષક, સાચો કે ખોટો નવો મુદ્દો શોધી કાઢવો જોઈએ.

સાચો રાજકારણી હંમેશાં આવા મુદ્દાની શોધમાં જ હોય છે. અને ઘણી વખત પોતાના  કુટુંબના અંગત પ્રસંગને પણ આવા જ કોઈ પબ્લિસિટી સ્ટંટમાં ફેરવી નાખે છે. થોડા સમય પહેલા એક નેતાજીના લગ્ન હતા અને ત્યારે લગ્નના સામાજિક રિવાજ પ્રમાણે, અને ખાસ તો હિન્દી સિનેમાની અસર હેઠળ, તેના સાળીએ બુટ ચોર્યા. અને નેતાજીએ કાયદા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવવા પોલીસ ફરિયાદ કરી અને પોલીસે સાળીની ધરપકડ કરી.

પછી તો ચારે તરફ નેતાજીની વાહ વાહ થઈ. મીડિયામાં અને સોશિયલ મીડિયા ઉપર નેતાજીને જોઈતી પબ્લિસિટી મળી ગઈ. જોકે ત્યારબાદ મીડિયામાં કે સોશિયલ મીડિયા પર ક્યાંય એ સમાચાર ન આવ્યા કે નેતાજીના સાળી પોલીસ સ્ટેશનમાં ગયા વગર જામીન પર છૂટી ગયા છે...!!

જો કે આ નેતા પાછા પૂરેપૂરા સત્યવાદી પણ છે. સામે પ્રશ્ન પૂછનાર કોઈપણ વ્યક્તિ હોય તેને મોઢા મોઢ સત્ય કહી દે છે. નેતાજી નો આ ગુણ (કે પછી અવગુણ) જાણતી કોઈપણ સ્ત્રી નેતાજીને કદી પૂછતી નથી કે, *શું હું તમને જાડી લાગું છું ?!!*

ચૂંટણીની તારીખો આવી ગઈ છે, અને માટે જ દરેક નેતાજી એ વાત સાબિત કરવા માટે ઉત્સુક દેખાય છે કે પોતે બીજા કરતાં કેટલો અલગ અને વધુ સારા છે. આપણા નેતાજીના વિચારો તો એકદમ ઉચ્ચ પ્રકારના છે. તેઓ માને છે કે જાણતા કે અજાણતા આપણા લીધે કોઈને નુકસાન થવું જોઈએ નહીં.  એટલા માટે જ જ્યારે તેઓ યુટ્યુબ પર કોઈ રીલ કે અન્ય કોઈ પ્રોગ્રામ જોઈ રહ્યા હોય ત્યારે વચ્ચે આવતી એક પણ જાહેરાતને તેઓ સ્કિપ કરતા નથી.. રખેને એ જાહેરાત આપનાર વેપારીને કોઈ નુકસાન જાય

તાજીએ ઇન્ટરનેટ ઉપર કોઈ વેબસાઈટ ઉપરથી એક પિક્ચર ડાઉનલોડ કર્યું. વેબસાઈટ ફ્રી હતી તેથી પિક્ચર ડાઉનલોડ કરવાનો કોઈ ખર્ચ ના આવ્યો. તેથી જ હવે જ્યારે જ્યારે નેતાજી તે પિક્ચર કોમ્પ્યુટરમાં જુએ છે ત્યારે પિક્ચર જોતા પહેલા તેની ટિકિટ ખરીદી લે છે...!

વિદાય વેળાએ : આંખો બંધ કરવાથી મુસીબત જતી નથી અને મુસીબત આવ્યા વિના આંખ ઉઘડતી નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh