Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલારમાં ઘણી જગ્યાએ માર્ગો, પુલ, ઓવરબ્રીજ, પાણી પુરવઠો, વીજકંપની, ભૂગર્ભગટર વગેરેના કામો ચાલી રહ્યા છે અને જામનગર શહેરમાં તો વિવિધ પ્રકારના વિકાસના કામોને લઈને વિવિધ માર્ગો પર ટ્રાફિક ડાયવર્ટ કરવાના કે પછી ચોક્કસ સમય માટે કેટલાક માર્ગો બંધ પણ કરવા પડી રહ્યા છે, અને તેના સંદર્ભે જાહેરનામાઓ પણ પ્રસિદ્ધ થઈ રહ્યા છે, આ પ્રકારના કામો ઝડપભેર સંપન્ન થાય અને લોકો તે નવી સુવિધાઓની સાથે સાથે અત્યારની સ્થિતિ કારણે ઊભી થતી પરેશાનીઓમાંથી છુટકારો મેળવે તેવા પ્રત્યાઘાતો પણ સંભળાવા લાગ્યા છે.
આ વિવિધ પ્રકારના મેગા પ્રોજેકટોથી લઈને શેરી-ગલીઓ સુધીની માળખાકીય સુવિધાઓ માટે ઠેર-ઠેર ખોદકામો કરવા પડી રહ્યા છે અને આ ખોદકામોની સાઈડ ઈફેકટ સ્વરૂપે પ્રત્યક્ષ સ્વરૂપે તો પરિવહન, અવર-જવરમાં અવરોધ અને કામો પૂરા થયા પછી પૂર્વવત સ્થિતિમાં વ્યવસ્થાઓ અને માર્ગોને લાવવામાં બેદરકારીમાં વિલંબ જેવી હાલાકી લોકોને સ્વાભાવિક રીતે જ ભોગવવી જ પડતી હોય છે, પરંતુ આ ઉપરાંત ખોદકામના કારણે કે અન્ય કોઈ કારણે જ્યારે પ્રવર્તમાન ગેસ, પાણીની પાઈપલાઈનો તૂટી જાય, લીકેજ થાય કે ભૂગર્ભ ગટર જેવી જ ઊભી થતી હાલાકીના કારણો પણ છે. નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠતા હોય છે.
જો પાણીની પાઈપલાઈન કે કોઈના ઘરનું કનેકશન આ ખોદકામોના કારણે કે તે માટે વપરાતા વાહનોની ઠોકર, ઘરોની તદ્દન નજીક સુધી ટ્રેકટર-ટોલી જેવા વાહનો લઈ જવાના કારણે વ્હીલ ખૂંચી જતા કનેકશનો તૂટી જતા કે પછી ભૂગર્ભ પાઈપલાઈનો તૂટવાના કારણે ચોક્કસ વિસ્તારમાં જતો પાણી પુરવઠો કે ગેસ પુરવઠો ખોરવાઈ જતા અથવા ગટરો છલકાતા જે સ્થિતિ ઊભી થાય છે, તેની પરવાહ કદાચ આ પ્રકારના કામોનો ઈજારો લેતા કોન્ટ્રાકટરો કે તેના માણસોને નથી હોતી. આ કારણે મહાનગરપાલિકા કે અન્ય સંબંધિત સરકારી તંત્રોએ પબ્લિકને ઓછામાં ઓછી તકલીફ પડે તેવી રીતે કામો કરવા માટે કોન્ટ્રાકટરો-કે સંબંધિત વિભાગના ક્ષેત્રિય અધિકારી-કર્મચારીઓને કડક નિયંત્રણમાં રાખવાની સુરક્ષાઓ આપવી જોઈએ, તેમ નથી લાગતું ?
જો કે, પાણી પુરવઠો કે ગેસનો પુરવઠો ખોરવાઈ જાય, તે પ્રકારની ક્ષતિ ઊભી થાય કે ફોલ્ટ સર્જાય તો સંબંધિત તંત્રો કે કંપની તરફથી તત્કાળ કાર્યવાહી કરીને પુરવઠો તો મોટાભાગે ઝડપથી પૂર્વવત કરી દેવાતો હોય છે, પરંતુ આ પ્રકારની ક્ષતિઓ વારંવાર ન સર્જાય, તે માટે અનુભવો અને સૂચનો, ફરિયાદો આધારિત સુધારા-વધારા સાથે આગમચેતીના તમામ કદમ ઉઠાવીને તમામ વ્યવસ્થાઓ તથા માળખાકીય સુવિધાઓને વધુ ફૂલપ્રૂફ અને ગુણવત્તાયુવક કરવી જોઈએ તેમ નથી લાગતુ ? સમસ્યા ઊભી થાય પછી થીગડા મારવા દોડવા કરતા પાણી પહેલા મજબૂત પાળ બાંધવી એ વધુ શાણપણ ભર્યું ન ગણાય ?
અત્યારે શહેરમાં ચાલી રહેલા કામો માટે ઘણાં રહેણાંક વિસ્તારોમાં ઘણી વખત અચાનક પહોંચીને લોકોના ઉંબરા, ઓટલા અને ઘરઆંગણે ઉછરેલા નાના-મોટા વૃક્ષો વગેરેને જાળવવા માટે ખર્ચા કરીને સ્વખર્ચે લોખંડની નેટ નંખાવી હોય તેની ઓચિંતી તોડફોડ કરવાના બદલે આ પ્રકારનું કામ હાથ ધરવાનું હોય તેના એકાદ-બે દિવસ પહેલા તે વિસ્તારમાં માઈક ફેરવીને અને સાથે સાથે નોટીસ બોર્ડ મૂકીને લોકોને જાણ કરી દેવામાં આવે, તો નગરજનો પોતે જ સ્વખર્ચે ઊભી કરેલી સુવિધાઓને અને વસ્તુઓને પોતાની રીતે ત્યાંથી હટાવીને સાચવી શકે, તે પ્રકારના જનસૂચનો પણ ધ્યાને લેવા અત્યંત જરૂરી છે, તેમ નથી લાગતું?
આ પ્રકારના કોન્ટ્રાકટ આપતી વખતે જે શરતો ટેન્ડર મંજુર કરતી વખતે રાખવામાં આવતી હોય, તેની પૂરેપૂરી અમલવારી કરાવાય, અને તેમાં આ પ્રકારની નવી શરતો પણ જરૂર પડ્યે ઉમેરીને પબ્લિકને ઓછામાં ઓછી પરેશાની થાય, તેવા કદમ ઉઠાવવા જરૂરી છે ખરું ને ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial