Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તેજસ્વી સ્ટુડન્ટ્સનું ઉચ્ચ કારકિર્દીનું સપનું થશે સાકાર
જામનગરની કેડમસ સોઢા સ્કૂલે સી.ઈ.ઓ. એક્તાબા સોઢાના નેતૃત્વમાં બોર્ડમાં ઝહળતા પરિણામની પરંપરા માનભેર આગળ વધારી છે. આચાર્ય સંદિપસિંહ જાડેજા તથા ભૂપેન્દ્રસિંહ વાળા, બિનાબા વાળા, ડો. અજયસિંહ માણેક, કાટબામણા હિતેષસર, દિપકસર, પ્રજાપતિ દિવ્યેશસર, સાદરિયા મીન્ટુમેમ, નિમ્બાર્ક પરેશસર, ચોવટિયા હિમાંક્ષી, ભાગભરા જસ્મિન સહિતના શિક્ષકગણની મહેનતનું પ્રતિબિંબ બાળકોના ઝહળતા પરિણામમાં ઝીલાયું છે. સ્કૂલનું ધો. ૧ર કોમર્સનું ૯પ ટકા પરિણામ આવ્યું છે.
હર્ષદ વસરાને સી.એ. બનવાની તમન્ના
સ્કૂલના ધો. ૧ર કોમર્સના વિદ્યાર્થી રહેલા હર્ષદ વસરાએ ૯૧.૭૧ ટકા ગુણ તથા ૯૯.૩પ પી.આર. મેળવી વસરા પરિવાર તથા સ્કૂલનું ગૌરવ અપાવ્યું છે. હર્ષદના પિતા મહેશભાઈ શ્રમિક છે તથા માતા શાંતિબેન ગૃહિણી છે. હર્ષદના મોટા બહેન બી.એચ.એમ.એસ.નો અભ્યાસ કરી ડોક્ટર બનવા તરફ આગેકૂચ કરી રહ્યા છે, ત્યારે હર્ષદે પણ ઊંચુ પરિણામ મેળવી સી.એ. બનવાનો નિર્ધાર કરી માતા-પિતાના સંઘર્ષને સાર્થક કરવાનું બીડું ઝડપ્યું છે. ફૂટબોલ રમવાનો શોખ ધરાવતા હર્ષદે થીયરીમાં પેપર વારંવાર લખીને મહારથ હાંસલ કરી સફળતા મેળવી હોવાનું અનુભવ સિદ્ધ સૂત્ર આપ્યું હતું.
સાહિલને વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવી કારકિર્દી ઘડવાની ઈચ્છા
સ્કૂલના ધો. ૧ર કોમર્સના વિદ્યાર્થી રહી ચૂકેલ સાહિલ આમરણિયાએ ૯૩.૧૪ ટકા ગુણ સાથે ૯૯.૬૯ પી.આર. મેળવ્યા છે. સાહિલના પિતા મેહુલભાઈ શ્રમિક છે, જ્યારે માતા નીશિતાબેન ગૃહિણી છે. સાહિલના મોટાભાઈ સી.એ. છે, જ્યારે નાનાબહેન ધો. ૮ મા અભ્યાસરત છે. વાચન અને ફૂટબોલનો શોધ ધરાવતો સાહિલ પોતાની સફળતા માટે દિવ્યેશસર, અજયસર, પ્રતાપ સોઢાસર તથા મગનસરનો ઋણ સ્વીકાર કરે છે. સાહિલ વ્યવસાયિક શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કરી ઉજ્જવળ કારકિર્દી બનાવાનું લક્ષ્ય ધરાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial