Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની કેડમસ સોઢા સ્કૂલે આ વર્ષે પણ ધો. ૧૦ બોર્ડમાં ઉત્કૃષ્ટ પરિણામોની પરંપરા જાળવી રાખી છે. સી.ઈ.ઓ. એક્તાબા સોઢાની લીડરશીપમાં સંદિપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ વાળા, બીનાબા વાળા, જે.કે. ગઢવી, અમિતસર, કલ્પેશસર, મિન્ટુ મેમ, ગિરીરાજ સર, જીગ્નેશ સર, હેમાક્ષી મેમ પ્રવિણા મેમ, જયદિપસર, કૃપા મેમ, પરેશસર, જસ્મિન મેમ, કોમલ મેમ સહિતના ગુરુજનોના પ્રયાસોનું પ્રતિબિંબ વિદ્યાર્થીઓના ઝળહળતા પરિણામોમાં ઝીલાયું છે એમ કહી શકાય.
હરસિદ્ધિ મોરીને ડોક્ટર બનવાની ઈચ્છા
હરસિદ્ધિ મોરીએ ધો. ૧૦ મા ૯૩ ટકા ગુણ, ૯૮.૪૬ પી.આર. તથા એ-વન ગ્રેડ મેળવી ડોક્ટર બનવાના પોતાના સપનાને સાકાર કરવા તરફ મક્મ આગેકૂચ કરી છે. તેણીના પિતા સવજીભાઈ શ્રમિક છે જ્યારે માતા નીતાબેન ગૃહિણી છે. નિયમિત વાચનનો શોખ ધરાવતી હરસિદ્ધિ જશુ મેડમનો ઋણસ્વીકાર કરી ઉજ્જવળ કારકિર્દી બનાવવા પ્રતિબદ્ધતા દર્શાવે છે.
શિવાની સોનગ્રા તબીબ થવા માટે પ્રતિબદ્ધ
શિવાની સોનગ્રાએ ધો. ૧૦ મા ૯૧.૩૩ ટકા ગુણ સાથે ૯૭.૪૦ પી.આર. તથા એ-વન ગ્રેડ મેળવ્યો છે. તેણીના પિતા ગોકરભાઈ જોબ કરે છે, જ્યારે માતા નમ્રતાબેન ગૃહિણી છે. શિવાની વાચનનો શોખ ધરાવે છે અને ભવિષ્યમાં પણ સાતાત્યપૂર્ણ પરિશ્રમ કરી ડોક્ટર બનવાની પ્રતિબદ્ધતા અભિવ્યક્ત કરે છે.
ધુવી પરમારને કોમ્પ્યુટર સાયન્સ ક્ષેત્રે ઘડવી છે કારકિર્દી
ધ્રુવી પરમારે ધો. ૧૦ મા ૯૭ ટકા ગુણ તથા ૯૯.૯૧ પી.આર. સાથે એ-વને ગ્રેડ મેળવી પરમાર પરિવારનું ગૌરવ વધાર્યું છે. ધ્રુવીના પિતા ભરતભાઈ એન્જિનિયર છે તથા માતા ઉર્મીલાબેન ગૃહિણી છે. ધ્રુવી વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ કરી કોમ્પ્યુટર સાયન્સ ક્ષેત્રે કારકિર્દી બનાવવા પ્રતિબદ્ધ છે.
હિનાબા ઝાલાનું લક્ષ્ય કોમ્પ્યુટર એન્જિનિયર બનવાનું
હિનાબા ઝાલાએ ધો. ક્ષ૦ મા ૯૭.૩૩ ટકા ગુણ સાથે ૯૯.૯૪ પી.આર. સાથે એ ગ્રેડ મેળવી ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કર્યું છે. તેણીના પિતા મહિપાલસિંહ ડ્રાયવર છે તથા મોટાબહેન ક્રિશીકાબા ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરે છે. પોતાની સફળતા માટે બધા ગુરુજનોનો આભાર માની હિનાબા વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ કરી કોમ્પ્યુટર એન્જિનિયર બનવાનો નિર્ધાર અભિવ્યક્ત કરે છે.
દૃષ્ટિ બારોટને સોફ્ટવેર એન્જિનિયર બનવાની ઈચ્છા
ધો. ૧૦ મા દૃષ્ટિ બારોટે ૯પ.૬૭ ટકા ગુણ સાથે ૯૯.૬૪ પી.આર. તથા એ-વન ગ્રેડ મેળવ્યો છે. તેણીના પિતા જીતેન્દ્રભાઈ પેઈન્ટર છે તથા માતા જયશ્રીબેન ગૃહિણી છે. વાચન અને મ્યુઝિકનો શોખ ધરાવતી દૃષ્ટિ નિયમિત અભ્યાસથી સફળતા મેળવી હોવાનું જણાવી વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ કરવાનું જણાવી સોફ્ટવેર એન્જિનિયર બનવાની ઈચ્છા અભિવ્યક્ત કરે છે.
જયરાજસિંહ જાડેજાને સી.એ. બનવાની ઈચ્છા
જયરાજસિંહ જાડેજાએ ધો. ૧૦ મા ૯ર.પ૦ ટકા ગુણ સાથે ૯૮.૧૭ પી.આર. તથા એ-વન ગ્રેડ મેળવ્યો છે. તેના પિતા ગુમાનસિંહ ખેડૂત છે તથા માતા ધરમબા ગૃહિણી છે. ક્રિકેટ, સંગીત તથા દોડવાનો શોખ ધરાવતા જયરાજસિંહે શિક્ષકોના માર્ગદર્શન મુજબ તૈયારી કરી સચોટ સફળતા મેળવી છે. તે કોમર્સમાં ઉચ્ચ અભ્યાસ કરી એમ.બી.એ. કરવાની તથા સી.એ. બનવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
અલ્કા સોલંકીને યુપીએસસી ક્રેક કરવાની ઈચ્છા
અલ્કા સોલંકીએ ધો. ૧૦ મા ૯પ.પ૦ ટકા ગુણ સાથે ૯.પ૯ પી.આર. સાથે એ-વન ગ્રેડ મેળવી ધાર્યું પરિણામ મેળવ્યું છે. તેણીના પિતા નિલેશભાઈ ફરસાણના વિક્રેતા છે, જ્યારે માતા ઉષાબેન ગૃહિણી છે. ડાન્સ અને કૂકીંગનો શોખ ધરાવતી અલ્કા નિયમિત વાચન અને લેખનના મહાવરાથી સફળતા મેળવી હોવાનું જણાવી બી.કોમ કરી યુ.પી.એસ.સી. ક્રેક કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
રિદ્ધિ સોલંકીનું આઈ.પી.એસ. ઓફિસર બનવાનું ધ્યેય
રિદ્ધિ સોલંકીએ ધો. ૧૦ મા ૯૪ ટકા ગુણ સાથે ૯૮.૭૭ પી.આર. તથા એ-વન ગ્રેડ મેળવી સોલંકી પરિવારનું ગૌરવ વધાર્યું છે. તેણીના પિતા નિલેશભાઈ ફરસાણના વિક્રેતા છે જ્યારે માતા ઉક્ષાબેન ગૃહિણી છે. રીડીંગ તથા કૂકીંગનો શોખ ધરાવતી રિદ્ધિ બધા ગુરુજનોનો ઋણસ્વીકાર કરી ઉચ્ચ અભ્યાસ પછી આઈ.પી.એસ. ઓફિસર બનવાનું લક્ષ્ય હોવાનું જણાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial