Advertisement
Author: નોબત સમાચાર

બ્રિલિયન્ટ સ્કૂલનું ધો. ૧૦ નું ઝળહળતું પરિણામઃ ૧૧ વિદ્યાર્થીને એ-વન ગ્રેડ

ચમકના સિખાતે હૈ હમ, સિતારે બનાતે હૈ હમ

જામનગરની બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સનું બોર્ડનું ધો. ૧૦ નું ઉત્કૃષ્ટ  પરિણામ આવ્યું છે. આ વર્ષે પણ સ્કૂલનાં વિદ્યાર્થીઓએ ઊંચી ટકાવારી અને  ટોપ ગ્રેડ મેળવતા સ્કૂલની વર્ષોની પરંપરા શાન સાથે આગળ વધારી  છે.સ્કૂલનાં ૧૧ સ્ટુડન્ટે એવન ગ્રેડ મેળવી તથા ૩૧ સ્ટુડન્ટે ૯૮ પ્લસ  પી.આર. મેળવી સ્કૂલનું ગૌરવ વધાર્યુ છે.

શિક્ષક દંપતીની પુત્રી સ્વાતિ આંબલીયાએ સ્કૂલમાં મેળવ્યો પ્રથમ ક્રમ

સ્વાતિ  આંબલિયાએ ધો. ૧૦ માં ૯૬.૫% ગુણ સાથે ૯૯.૮૩ પી.આર. અને  એવન ગ્રેડ મેળવી સ્કૂલમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. તેણીનાં પિતા હેમતભાઇ  તથા માતા પુરીબેન બંને સરકારી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.  વોલીબોલ રમવાનો શોખ ધરાવતી સ્વાતિએ નિયમિત કલાકોનાં વાચનથી  ધાર્યું પરિણામ મેળવ્યુ છે. તેણી તમામ શિક્ષકગણનો આભાર માની વિજ્ઞાન  પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ કરી ડોક્ટર બનવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ધરતીપુત્ર વસોયા હેતનું એન્જિનિયર બનવાનું લક્ષ્ય

વસોયા હેતએ ધો. ૧૦  ની પરીક્ષામાં ૯૨% ગુણ સાથે ૯૭.૮૫ પી.આર. તથા એવન ગ્રેડ મેળવ્યો  છે.હેતનાં પિતા જયેશભાઇ ખેડૂત છે તથા માતા ક્રિષ્નાબેન ગૃહિણી છે. ક્રિકેટ  અને વાચનનો શોખ ધરાવતો હેત નિયમિત ૧૦ કલાક અભ્યાસ કરતો હતો. હેતનું લક્ષ્ય એન્જિનિયર બનવાનું છે.

હર્ષિત ચાવડાનું કોમ્પ્યુટર એન્જિનિયર બનાવનું ધ્યેય

ધો. ૧૦ ની પરીક્ષામાં હર્ષિત  ચાવડાએ ૯૪% ગુણ તથા ૯૮.૯૯ પી.આર.  સાથે એવન ગ્રેડ મેળવવામાં સફળતા મેળવી છે. તેનાં પિતા જીગ્નેશભાઇ નોકરી કરે છે જ્યારે માતા ભાવનાબેન ગૃહિણી છે. હર્ષિતનાં   સહોદર  બી.કોમ.માં અભ્યાસ કરે છે. સંગીતનો શોખ ધરાવતો હર્ષિત પોતાની  સફળતા માટે ચેતના મેડમ સહિતનાં ગુરૂજનોનો ઋણ સ્વીકાર કરે છે.   હર્ષિત કોમ્પ્યૂટર એન્જિનિયર તરીકે કારકિર્દી બનાવવા પ્રતિબદ્ધ છે.

દેવ સાકરીયાનું પણ કોમ્પ્યૂટર એન્જિનિયર બનવાનું લક્ષ્ય

દેવ સાકરીયાએ ધો. ૧૦ માં ૯૨% ગુણ સાથે ૯૮.૨૭ પી.આર. તથા એવન ગ્રેડ મેળવી સાકરીયા પરિવારનું ગૌરવ વધાર્યુ છે. ક્રિકેટનો શોખ ધરાવતા  દેવનાં પિતા પ્રકાશભાઇ ઇલેકટ્રીશ્યન છે તથા માતા નીતાબેન ગૃહિણી છે. દેવને કોમ્પ્યુટર  એન્જિનિયર બનવાની તમન્ના છે.

મયંક દોમડીયાને કોમ્પ્યુટર ક્ષેત્રે કારકિર્દી બનાવાની ધૂન

ધો. ૧૦ પરીક્ષામાં મયંક દોમડીયાએ ૯૨% ગુણ તથા ૯૭.૮૫ પી.આર.  સાથે એવન ગ્રેડ મેળવ્યો છે. મયંકનાં પિતા દિનેશભાઇ ખેતીકામ કરે છે જ્યારે  માતા રંજનબેન હાઉસવાઇફ છે. મયંકનાં સહોદર પણ ઉચ્ચ અભ્યાસ કરે છે.  ક્રિકેટ અને વાચનનો શોખ ધરાવતા મયંકનું વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ  કરી કોમ્પ્યુટર એન્જિનિયર બનવાનું લક્ષ્ય છે.

સોહમ પરમારે એવન ગ્રેડ મેળવી માતા-પિતાનાં સંઘર્ષને સાર્થક કર્યો

સોહમ પરમારે ધો. ૧૦ માં ૯૨.૫૦% ગુણ સાથે ૯૮.૧૭ પી. આર. તથા  એવન ગ્રેડ મેળવી પરમાર પરિવારનું નામ ઉજાળ્યું છે. ક્રિકેટ અને વાચનનો શોખ ધરાવતા સોહમનાં પિતા મનિષભાઇ કડીયાકામ કરે છે જ્યારે માતા  ગીતાબેન ગૃહિણી છે. અતુલ સર સહિતનાં ગુરૂજનોનો ઋણ સ્વીકાર કરી સોહમ  સોફ્ટવેર એન્જિનિયર તરીકે કારકિર્દી બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે..

પ્રિયા અગ્રાવતનું આઇપીએસ ઓફિસર બનવાનું સપનું

ધો. ૧૦ માં પ્રિયા અગ્રાવતે ૯૧.૫૦% ગુણ સાથે ૯૭.૫૧ પી.આર. અને  એવન ગ્રેડ મેળવ્યો છે. તેણીનાં પિતા મનિષભાઇ સિવિલ એન્જિનિયર છે  જ્યારે માતા પારસબેન હાઉસવાઇફ છે. ડાન્સ અને ડ્રોઇંગનો શોખ ધરાવતી પ્રિયા અતુલ કારોલીયા  સર સહિતનાં ગુરૂજનોનો ઋણ સ્વીકાર કરે છે. પ્રિયાનું સપનું છે.  આઇ.પી.એસ. ઓફિસર બનવાનું અને તેણી એક રક્ષક તરીકે દેશ અને  સમાજને સમર્પિત જીવન જીવવાની પ્રતિબદ્ધતા અભિવ્યક્ત કરે છે.

અદિતી ગોસાઇનું લક્ષ્ય છે સીએ બની ઉજ્જવળ કારકિર્દી ઘડવાનું

અદિતી ગોસાઇએ ધો. ૧૦ માં ૯૨.૫૦% ગુણ તથા ૯૮.૧૭ પી.આર.  સાથે એવન ગ્રેડ મેળવ્યો છે. તેણીનાં પિતા સતિષગીરી એસ્સાર કંપનીમાં  કાર્યરત છે જ્યારે માતા આશાબેન ગૃહિણી છે. પેઇન્ટીંગ નો શોખ ધરાવતી અદિતી કોમર્સમાં ઉચ્ચ અભ્યાસ પછી સી.એ. બનવાનું લક્ષ્યાંક ધરાવે છે.

માનવ દલાવડીનો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવનો નિર્ધાર

ધો. ૧૦ માં માનવ દલવાડીએ ૯૦.૬૭% ગુણ સાથે ૯૬ પી.આર. અને  એવન ગ્રેડ મેળવ્યા છે.ક્રિકેટ અને ધર્માભ્યાસનો શોખ ધરાવતા માનવનાં પિતા  અલ્પેશભાઇ કડીયાકામ કરે છે જ્યારે માતા સીમાબેન હાઉસવાઇફ છે. માનવ  અતુલ સર સહિતનાં ગુરૂજનોનો આભાર માની કોમર્સમાં ઉચ્ચ અભ્યાસ કરી  ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની અભિલાષા અભિવ્યક્ત કરે છે.

એકતા ખીમસૂરીયાનું કોમ્પ્યૂટર એન્જિનિયર બનવાનું સપનું

ધો. ૧૦ માં એકતા ખીમસૂરીયાએ ૯૩.૬૬% ગુણ સાથે ૯૮.૮૨ પી.આર.  મેળવી એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તેણીનાં પિતા વસંતભાઇ આર્ટીસ્ટ છે જ્યારે માતા નિર્મળાબેન ગૃહિણી છે. વાચન અને વ્યાયામનો શોખ ધરાવતી  એકતાએ નિયમિત ૫ કલાક વાંચનથી બોર્ડમાં ઊંચું પરિણામ મેળવ્યું છે. તેણી  રવિરાજસિંહ સોઢા તથા કારોલીયા અતુલ સરનો આભાર માને છે તેમજ  કોમ્પ્યૂટર એન્જિનિયર બનવાનો સંકલ્પ અભિવ્યક્ત કરે છે.

રાધિકા નકુમને

આઇએએસ થવાની મહેચ્છા

રાધિકા નકુમે ધો. ૧૦ ની પરીક્ષામાં ૮૯% ગુણ તથા ૯૫.૫૪ પી.આર.  સાથે એટુ ગ્રેડ મેળવ્યો છે. તેણીનાં પિતા અશ્વિનભાઇ સેલ્સમેન છે જ્યારે  માતા શાંતિબેન ગૃહિણી છે. વાંચનનો શોખ ધરાવતી રાધિકા કોમર્સમાં ઉચ્ચ અભ્યાસ પછી યુ.પી.એસ.સી. ક્રેક કરી  આઇ.એ.એસ. ઓફિસર બનવાનું સપનું ધરાવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh