Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પચ્ચીસ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યોઃ
જામનગરની કાલિંદી સ્કૂલે ફરી એક વખત બોર્ડની પરીક્ષામાં મેદાન માર્યું છે. ૯પ ટકા જેટલું સારૂ પરિણામ પ્રાપ્ત કરીને કાલિંદી સ્કૂલે જામનગરના શિક્ષણ જગતમાં પોતાનું અલગ સ્થાન બનાવી લીધું છે. શાળાનું સંચાલન મયુરભાઈ મુંગરા કરે છે અને આચાર્ય અતુલભાઈ ડોબરિયા છે.
શાળાના વાઈસ પ્રિન્સિપાલ વિજયભાઈ ભંડેરીએ પત્રકાર દિપક લાંબા સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, જામનગરના રણજીતસાગર રોડ, પટેલ પાર્ક પાછળ, વૃંદાવન સોસાયટી-૩ મા કાલિંદી સ્કૂલ આવેલી છે. માર્ચ-ર૦ર૪ માં લેવાયેલી ધો. ૧૦ ની બોર્ડની પરીક્ષામાં અમારી શાળાના પચ્ચીસ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ અને ૩૮ વિદ્યાર્થીઓએ એ-ટુ ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે. જામનગરના શૈક્ષણિક જગતમાં ૧૪ વર્ષથી અમો કાર્યરત છીએ.
વિજયભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, શાળાનું મેનેજમેન્ટ અને શિક્ષકો તથા વિદ્યાર્થીઓની મહેનતના ત્રિવેણી સંગમના કારણે અમારી શાળા પ્રતિવર્ષ આટલું સારૂ પરિણામ મેળવવામાં સફળ રહે છે. શાળામાં વિશાળ પ્લે ગ્રાઉન્ડ છે. કોમ્પ્યુટર લેબ, લાયબ્રેરી, રીડીંગ રૂમ અને સ્માર્ટ ક્લાસની સુવિધા છે. આ ઉપરાંત 'વીઆર લેબ' ધરાવતી જામનગરની પ્રથમ સ્કૂલ કાલિંદી સ્કૂલ છે. શાળામાં નિયમિત ટેસ્ટ લેવામાં આવે છે.
યશ્વીનું કોમ્પ્યુટર એન્જિનિયર બનવાનું સ્વપ્ન
યશ્વી અમીપરાએ ધો. ૧૦ ની બોર્ડની પરીક્ષામાં ૯૭ ટકા અને ૯૯.૯૧ પી.આર. સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. પરીક્ષામાં સફળતા મેળવવા માટે યશ્વી ડે-ટુ-ડે વર્ક અને રિવિઝન કરતી હતી. યશ્વીના પિતા મહેશભાઈ બ્રાસપાર્ટમાં છે અને માતા મિતાબેન હાઉસવાઈફ છે. અભ્યાસ ઉપરાંત ડ્રોઈંગ અને ટ્રાવેલિંગમાં રૂચિ ધરાવનાર યશ્વી કોમ્પ્યુટર એન્જિનિયર બનવા માંગે છે.
ક્રિષાની કોમ્પ્યુટર એન્જિ. બનવાની તમન્ના
ક્રિષા દિનેશભાઈ પીપરિયાએ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં સખત મહેનત કરીને ૯૬.૮૩ ટકા અને ૯૯.૮૯ પી.આર. સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ક્રિષાના પિતા દિનેશભાઈ બ્રાસપાર્ટ-ફોરઝંગ સાથે સંકળાયેલા છે અને માતા અસ્મિતાબેન ગૃહિણી છે. ડ્રોઈંગ-ક્રાફ્ટ અને ટ્રાવેલીંગમાં રૂચિ ધરાવનાર ક્રિષા કોમ્પ્યુટર એન્જિનિયર બનવા માંગે છે.
જાનવીને બિઝનેસ વુમન બનવું છે
જાનવી સંઘાણીએ ધો. ૧૦ મા ૯ર.૩૩ ટકા અને ૯૮.૦પ પી.આર. સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જાનવી આગળ એમબીએનો અભ્યાસ કરીને બિઝનેસ વુમન બનવા માંગે છે. જાનવીને ટ્રાવેલીંગ કરવું ગમે છે.
આયુષની સોફ્ટવેર એન્જિ. બનવાની અભિલાષા
આયુષ અજુડિયાએ બોર્ડની પરીક્ષામાં સખત મહેનત કરીને ૯૪.૮૬ ટકા અને ૯૯.૩પ પી.આર. મેળવ્યા છે. પિતા મનિષભાઈ અજુડિયા ઈલેક્ટ્રીશ્યન છે અને માતા અલ્પાબેન ગૃહિણી છે. ક્રિકેટમાં રૂચિ ધરાવનાર આયુષને સોફ્ટવેર એન્જિનિયર બનવું છે.
મારે સી.એ. બનવું છેઃ કુંજન
કુંજન ગુસાઈએ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં ૯ર.પ૦ ટકા અને ૯૮.૧૦ પી.આર. સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કરીને ગુસાઈ પરિવારનું ગૌરવ વધાર્યું છે. પિતા વિમલભાઈ ફોટોગ્રાફર અને માતા ભારતીબેન શિક્ષિકા છે. ક્રિકેટ રમવાનું પસંદ કરનાર કુંજન સી.એ. બનવા માંગે છે.
હું સોફ્ટવેર એન્જિનિયર બનવા માંગુ છું: આદિત્ય
ઢચા આદિત્યએ દરરોજ ૩ થી ૪ કલાક નિયમિત અભ્યાસ કરીને ધો. ૧૦ મા ૯૪.૮૬ ટકા સાથે ૮૯.૩પ પી.આર. મેળવ્યો છે. પિતા નરેશભાઈ ગુજરાત ગેસમાં મટિરિયલ ઓફિસર છે અને માતા સોનલબેન ગૃહિણી છે આદિત્ય સોફ્ટવેર એન્જિનિયર બનવા માંગે છે.
તીર્થની સોફ્ટવેર એન્જિનિયર બનવાની મહેચ્છા
તીર્થ પાગડારએ નિયમિત રીતે ર થી ૩ કલાક અભ્યાસ કરીને બોર્ડની પરીક્ષામાં ૯૬.૩૩ ટકા સાથે ૯૯.૮૦ પી.આર. મેળવ્યા છે. પિતા ભાવેશભાઈ અનાજ-કરિયાણાના વેપારી છે અને માતા અંજનાબેન ગૃહિણી છે. રમતગમત અને સંગીતમાં રૂચિ ધરાવનાર તીર્થ સોફ્ટવેર એન્જિનિયર બનવા માંગે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial