Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધો. ૧૨ કોમર્સની બોર્ડની પરીક્ષામાં
જામનગર તા. ૧૪: જામનગરના કલ્યાણજીચોક, દેવબાગમાં આવેલ ૯ નવકાર સ્ટડી સેન્ટરે ગુજરતના શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-ર૦ર૪ માં લેવાયેલી ધો. ૧ર કોમર્સની પરીક્ષામાં ૯૮ ટકા જેટલું ઉત્કૃષ્ટ પરિણામ મેળવવામાં સફળતા મેળવી છે.
૯ નવકાર સ્ટડી સેન્ટરના સંચાલક અને શિક્ષક હિરેન નરેન્દ્રભાઈ વોરાએ 'નોબત'ના પત્રકાર દિપક લાંબા સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે અમારૂ સ્ટડી સેન્ટર ૧૦ વર્ષથી કાર્યરત છે, જ્યારે હું છેલ્લા ર૪ વર્ષથી ટિચિંગ લાઈનમાં છું. અમારા સેન્ટરમાં તમામ ધો. ૧ થી ૧ર ના તમામ વિષય ભણાવવામાં આવે છે.
હિરેનભાઈ વોરાએ વધુમાં જણાવ્યું હતું કે, સેન્ટરના ચાર વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. બે વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ત્રમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવ્યા છે. અમારૂ સેન્ટર 'વિદ્યા સર્વસ્વ ભૂષણમ્'માં માને છે,અને બિલિવ ઈન યોરસેલ્ફ (સ્વયં પર વિશ્વાસ રાખો) એ અમારો મંત્ર છે. સેન્ટરમાં એક ક્લાસમાં ૧પ થી ર૦ વિદ્યાર્થીઓનો જ સમાવેશ કરવામાં આવે છે. સમયસર એટલે કે ડિસેમ્બર માસમાં જ અભ્યાસક્રમ પૂર્ણ કરી દેવામાં આવે છે. પેપર સેટના રિવિઝન સાથે નબળા વિદ્યાર્થીઓ પર વધુ ધ્યાન આપવામાં આવે છે. ડિસેમ્બર પછી ૧૦૦ ગુણની ૩૦ પરીક્ષાઓ લેવામાં આવે છે. આ ઉપરાંત શિક્ષકો તથા વિદ્યાર્થીઓના સંયુક્ત પરિશ્રમના કારણે અમારા સ્ટડી સેન્ટરનું પરિણામ દર વર્ષે આટલું સારૂ આવે છે. સેન્ટરમાં વ્યાજબી ફી લેવામાં આવે છે.
નેન્સીને સી.એ. બનવું છે
નેન્સી એન. ઝવેરીએ ધો. ૧ર કોમર્સની બોર્ડની પરીક્ષામાં ૯૯.૯૦ પી.આર. સાથે એ-વન ગ્રેડ સાથે સેન્ટ આન્સ હાઈસ્કૂલમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને ઝવેરી પરિવાર તથા ૯ નવકાર સ્ટડી સેન્ટરનું ગૌરવ વધાર્યું છે. પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે નેન્સી દરરોજ ૭ થી ૮ કલાક અભ્યાસ કરતી હતી. પેન્ટીંગમાં રૂચિ કરાવનાર નેન્સી સી.એ. બનવા માંગે છે.
જિયાની બેન્કર બનવાની તમન્ના
ધો. ૧ર કોમર્સમાં દરરોજ પ થી ૭ કલાક અભ્યાસ કરીને જિયા મહેતાએ બોર્ડની પરીક્ષામાં ૯૯.૮૦ પી.આર. સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. અભ્યાસ સિવાય સ્ટેનોગ્રાફીમાં રૂચિ ધરાવનાર જિયા બેન્કર બનવા માંગે છે.
વંશએ ધો. ૧ર કોમર્સમાં ૯૯.પ૭ પી.આર. મેળવ્યા
વંશ એન. ઝવેરીએ ધો. ૧ર કોમર્સની બોર્ડની પરીક્ષામાં ૯૯.પ૭ પી.આર. સાથે એલ.જી. હરિયા સ્કૂલમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. વંશ આગળ સીએફએનો અભ્યાસ કરવા માંગે છે. બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ ગુણાંક મેળવવા માટે વંશ દરરોજ ૧૦ થી ૧ર કલાક અભ્યાસ કરતો હતો. વંશને અભ્યાસ ઉપરાંત ક્રિકેટ રમવામાં રૂચિ છે.
કાવ્યા પારેખનું સી.એ. બનવાનું સ્વપ્ન
કાવ્યા પારેખે ધો. ૧ર કોમર્સની બોર્ડની પરીક્ષામાં ૯૯.૪૭ પી.આર. પ્રાપ્ત કર્યા છે. કાવ્યા દરરોજ પ થી ૬ કલાક અભ્યાસ કરતી હતી. પિતા નીરવભાઈને બાંધણીનો ધંધો છે અને માતા બિજલબેન શિક્ષિકા છે. અભ્યાસ ઉપરાંત સ્ટેનોગ્રાફીમાં રૂચિ ધરાવનાર કાવ્યાનું સી.એ. બનવાનું સ્વપ્ન છે.
મીતની જી.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરવાની તમન્ના
કનખરા મીતએ દરરોજ નિયમિત રીતે ૩ થી ૪ કલાક અભ્યાસ કરીને ધો. ૧ર કોમર્સની બોર્ડની પરીક્ષામાં ૯પ.ર૯ પી.આર. પ્રાપ્ત કર્યા છે. મુસાફરીમાં રસ ધરાવનાર મીત આગળ જી.પી. એસ.સી.ની પરીક્ષા પાસ કરવા માંગે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial