Advertisement
Author: નોબત સમાચાર

એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં જામનગરના જોષી ક્લાસીસનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શનઃ ૧૦૦% પરિણામ

જામનગર તા.૧૧: જામનગરના રણજિતસાગર રોડ પર આવેલા જોષી ક્લાસીસે ફરી એક વખત બોર્ડની પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવી છે. ધો. ૧૦ ની બોર્ડની પરીક્ષામાં જોષી ક્લાસીસે ૧૦૦ ટકા પરિણામ પ્રાપ્ત કરીને જામનગરના શૈક્ષણિક જગતમાં એક અલગ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

જોષી ક્લાસીસના સંચાલક દિનેશ જોષીએ પત્રકાર દીપક લાંબા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ધો. ૧૦માં કુલ ૭ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ક્લાસીસમાં સમયસર અભ્યાસક્રમ પૂર્ણ કરી દેવામાં આવે છે. આ ઉપરાંત નબળા વિદ્યાર્થીઓ પર પૂરતું ધ્યાન આપવામા આવે છે. શિક્ષકો તથા વિદ્યાર્થીઓની સંયુક્ત મહેનત, નિયમિત ટેસ્ટ સિરીઝ, સહિતની બાબતના કારણે જોષી ક્લાસીસ દર વર્ષે બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ પરિણામ મેળવવામાં સફળ રહે છે.

રિયાનું ડોક્ટર બનવાનું સ્વપ્ન

સરવૈયા રિયાએ ધો. ૧૦ ની બોર્ડની પરીક્ષામાં ૯૮ ટાક અને ૯૯.૯૮ પી.આર. સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. પિતા પંકજભાઈ (લાખાબાવળ) પીએચસીમાં હેલ્થ સુપરવાઈઝર છે. જ્યારે માતા રેખાબેન શિક્ષિકા છે. રિયાએ ગણિત અને સામાજિક વિજ્ઞાનમાં  ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરીને સરવૈયા પરિવાર તથા જોષી ક્લાસીસનું ગૌરવ વધાર્યું છે. અભ્યાસ ઉપરાંત ચિત્રકલામાં રૂચિ ધરાવનાર રિયા આગળ અભ્યાસ કરીને ડોક્ટર બનવા ઈચ્છે છે.

ખુશએ ધો.૧૦માં ૯૫.૧૬ ટકા મેળવ્યાઃ

ખુશ અમૃતિયાએ બોર્ડની પરીક્ષામાં ૯૫.૧૬ ટકા અને ૯૯.૪૭ પી.આર. સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કરીને ક્લાસીસનું ગૌરવ વધાર્યું છે. પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે ખુશ દરરોજ ૫ થી ૭ કલાક અભ્યાસ કરતો હતો. ખુશના પિતા વસંતભાઈ અને માતા પ્રવીણાબેન શિક્ષક છે. અભ્યાસ ઉપરાંત ક્રિકેટમાં રૂચિ ધરાવનાર ખુશ સાયન્સમાં એ-ગ્રુપ રાખી આઈઆઈટીમાં અભ્યાસ કરવા ઈચ્છે છે.

નીલની એન્જિનિયર બનવાની તમન્ના

નીલ રંગાણીએ ધો. ૧૦ની બોર્ડની પરીક્ષામાં ૯૪.૫૦ ટકા અને ૯૯.૨૧ પીઆર સાથે એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. પિતા મહેશભાઈ બ્રાસપાર્ટમાં કામ કરે છે. અને માતા ભાવનાબેન હાઉસવાઈફ છે. નીલ આગળ અભ્યાસ કરીને એન્જિનિયર બનવા માગે છે.

સોહમની સોફ્ટવેર એન્જિનિયર બનવાની તમન્ના

સોહમ ભગતાણીએ બોર્ડની પરીક્ષામાં ૯૨.૬૬ ટકા અને ૯૮.૨૭ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. પરીક્ષામાં જ્વલંત સફળતા મળે તે માટે સોહમ દરરોજ ૧૨ કલાક અભ્યાસ કરતો હતો. અભ્યાસ ઉપરાંત ક્રિકેટમાં રૂચિ ધરાવનાર સોહમ સોફ્ટવેર એન્જિનિયર બનવા માગે છે.

અદિતીને સી.એ. બનવાની મહેચ્છા

અદિતી ગોસ્વામીએ સખત પરિશ્રમ કરીને ધો. ૧૦ની બોર્ડની પરીક્ષામાં ૯૨.૧૦ ટકા અને ૯૮.૧૭ પી.આર. પ્રાપ્ત કર્યા છે. અદિતીને અભ્યાસ ઉપરાંત પેઈન્ટિંગમાં રૂચિ છે. અદિતી આગળ અભ્યાસ કરીને સી.એ. બનવા માગે છે.

રાજવીરને શિક્ષક બનવું છે.

રાજવીર કણઝારીયાએ દરરોજ ૧૧ થી ૧૨ કલાક અભ્યાસ કરીને ધો. ૧૦ ની બોર્ડની પરીક્ષામાં ૯૧.૫૦ ટકા અને ૯૭.૫૧ પી.આર. સાથે એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. પિતા ભવાનભાઈ બિલ્ડર છે. અને માતા જયશ્રીબેન ગૃહિણી છે. ક્રિકેટમાં રસ ધરાવનાર રાજવીર શિક્ષક બનવા માગે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh