Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ઓનેસ્ટ ક્લાસીસનું બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ

ધો. ૧૦ માં ૧૦૦% અને ધો. ૧ર માં ૯૦% પરિણામ સાથે

જામનગર તા. ૨૨: જામનગરના રાજપાર્ક સ્થિત ઓનેસ્ટ ક્લાસીસે ફરી એક વખત બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ છે, ગુજરાતના શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-ર૦ર૪ માં લેવાયેલી બોર્ડની પરીક્ષામાં ઓનેસ્ટ ક્લાસીસે જવલંત સફળતા પ્રાપ્ત કરી છે. ધો. ૧૦ મા ૧૦૦% અને ધો. ૧ર મા ૯૦% પરિણામ મેળવ્યું છે.

ક્લાસીસના સંચાલક અને શિક્ષક સંજીવભાઈ ધોકીયા અને ચિરાગભાઈ ગોહિલે 'નોબત' ના પત્રકાર દિપક લાંબા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારૂં ક્લાસીસ છેલ્લા ૮ વર્ષથી કાર્યરત છે. અમારા ક્લાસીસમાં વિદ્યાર્થીઓને દરેક વિષયનું તલસ્પર્શી જ્ઞાન આપવામાં આવે છે. નિયમિત ટેસ્ટ લેવામાં આવે છે. વાલીઓ સાથે સતત સંપર્ક રાખવામાં આવે છે.

રીડીંગ માટે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓને ડાઉટ હોય તો એકસ્ટ્રા ટાઈમ રાખવામાં આવે છે. આમ શિક્ષકો અને વિદ્યાર્થીઓની સંયુક્ત મહેનતના કારણે અમારૂં ક્લાસીસ દર વર્ષે બોર્ડની પરીક્ષામાં સારા ગુણ મેળવવામાં સફળ રહે છે.

પ્રિયાની આઈપીએસ ઓફિસર બનવાની તમન્ના

પ્રિયા અગ્રાવતે ધો. ૧૦ ની બોર્ડની પરીક્ષામાં ૯૧.પ૦% અને ૯૭.પ૧ પી.આર. સાથે એવન ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. પરીક્ષામાં ધારી સફળતા મળે તે માટે તેણી દરરોજ ૪ થી ૬ કલાક અભ્યાસ કરતી હતી. પિતા મનીષભાઈ સિવિલ એન્જિનિયર છે અને માતા પારષબેન ગૃહિણી છે. અભ્યાસ ઉપરાંત ડાન્સીંગ અને ડ્રોઈંગમાં રૂચી ધરાવનાર પ્રિયા આઈપીએસ ઓફિસર બનીને દેશ સેવા કરવા માંગે છે.

કડિયા કામ કરનાર પિતાની પુત્રી ભક્તિની ડોક્ટર બનવાની તમન્ના

દરરોજ નિયમિત રીતે ૪ થી પ કલાક અભ્યાસ કરીને ભક્તિ જાદવે ધો. ૧૦ ની બોર્ડની પરીક્ષામાં ૮૯.૧૭% સાથે ૯પ.૬૭ પી.આર. મેળવ્યા છે. પિતા રૂપેશભાઈ કડિયા કામ કરે છે. ભક્તિ આગળ અભ્યાસ કરીને ડોક્ટર બનવા માંગે છે.

મારે કોમર્સમાં પ્રવેશ    મેળવવો છેઃ રિશિ

રિશિ ધોળકીયાએ ધો. ૧૦ ની બોર્ડની પરીક્ષામાં ૮ર.૮૩% પ્રાપ્ત કર્યા છે. પિતા પંકજભાઈને ફરસાણની દુકાન છે. રિશિ આગળ કોમર્સમાં પ્રવેશ મેળવવા  માંગે છે.

નિશાનું ટીચર બનવાનું લક્ષ્ય

ડાભી નિશાએ દરરોજ નિયમિત રીતે અભ્યાસ કરીને ધો. ૧ર કોમર્સમાં ૮૧.૧૪% પ્રાપ્ત કર્યા છે. પિતા હરીશભાઈ મજૂરી કામ કરે છે અને માતા પુષ્પાબેન ગૃહિણી છે. નિશાને અભ્યાસ ઉપરાંત નૃત્ય અને ગાયનમાં રૂચી છે. નિશા શિક્ષક બનવાની તમન્ના  ધરાવે છેે.

તન્વી વસાણીને સરકારી નોકરી કરવી છે

શાળા અને ક્લાસીસમાં પૂરતું ધ્યાન રાખવાની સાથે દરરોજ ૩ થી ૪ કલાક અભ્યાસ કરીને તન્વી વસાણીએ ધો. ૧ર માં ૭૬.૭૧% પ્રાપ્ત કર્યા છે. પિતા ભાવેશભાઈ હોટલમાં મેનેજર છે. વાંચનમાં રૂચી ધરાવનાર તન્વી સરકારી નોંકરી કરવા માંગે છે.

મારે સરકારી નોકરી        કરવી છેઃ જીયા

જીયા ચૌહાણે એસ.એસ.સી. ની બોર્ડની પરીક્ષામાં ૭પ% ગુણ પ્રાપ્ત કર્યા છે. પિતા જયદીપભાઈ ટ્રાન્સપોર્ટમાં મેતાજી છે. ડાન્સમાં રૂચી ધરાવનાર જીયાને આગળ બીબીએ કરીને સરકારી નોકરી     કરવી છે.

રાઈનાબાનુનું સરકારી  નોકરી કરવાનું સ્વપ્ન

રાઈનાબાનુ રીંગણીયાએ ધો. ૧ર કોમર્સની બોર્ડની પરીક્ષામાં ૭૪.૭૧% મેળવ્યા છે. પિતા જાહીદભાઈ રીક્ષા ચલાવે છે. વાંચનમાં રૂચી ધરાવનાર રાઈનાબાનુ બીબીએ કરવા માંગે છે તથા સરકારી જોબ કરવા માંગે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh